Vodafone-Idea ને ગુજરાત સરકારના રામરામ, હવે Reliance Jioનું રાજ, જાણો કેમ બદલાઈ કંપની
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે એક આદેશમાં રાજ્યના કર્મચારીઓને તેમના વોડાફોન-આઈડિયા નંબર રિલાયન્સ જિયોને પોર્ટ કરવા જણાવ્યું છે. રિલાયન્સ જિયો સાથેના કરાર બાદ સરકારે આ આદેશ જારી કર્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત સરકારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હવે વોડાફોન અને આઈડિયાને બદલે રિલાયન્સની સેવાઓનો ઉપયોગ કરશે. એક આદેશમાં સરકારે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને Jio પર સરકારી નંબર પોર્ટ કરવાનો આદેશ જારી કર્યો છે. અત્યાર સુધી સરકારી મોબાઈલમાં વોડાફોન-આઈડિયાની સેવાઓ ચાલતી હતી.
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે એક આદેશમાં રાજ્યના કર્મચારીઓને તેમના વોડાફોન-આઈડિયા નંબર રિલાયન્સ જિયોને પોર્ટ કરવા જણાવ્યું છે. રિલાયન્સ જિયો સાથેના કરાર બાદ સરકારે આ આદેશ જારી કર્યો છે. આ અંતર્ગત કર્મચારીઓની સંખ્યા એટલી જ રહેશે. આમાં મોબાઈલ નેટવર્ક સર્વિસ આપતી કંપની બદલાશે. ગુજરાત સરકાર છેલ્લા 12 વર્ષથી વોડાફોન અને આઈડિયાની સેવાઓનો ઉપયોગ કરી રહી હતી. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પડાયેલા એક આદેશમાં રાજ્ય સરકારના કર્મચારીઓને Jio સેવાનો ઉપયોગ કરવા અને ચાલુ વોડાફોન-આઈડિયા સેવામાંથી તેમના નંબર પોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે.
માત્ર રૂ.37.50નું માસિક ભાડું
ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ અને રિલાયન્સ જિયો વચ્ચેના કરાર હેઠળ, કર્મચારીઓએ સરકારી મોબાઇલ નંબર પર માત્ર 37.50 રૂપિયાનું માસિક ભાડું ચૂકવવું પડશે. તેઓ કોઈપણ મોબાઈલ ઓપરેટર પર લેન્ડલાઈન પર ફ્રી કોલિંગ કરી શકશે. આ સાથે તેમને દર મહિને 3000 ફ્રી SMS પણ મળશે. આ સાથે કર્મચારીઓને આ પ્લાનમાં દર મહિને 30 જીબી ડેટા પણ મળશે. આ ડેટા ખતમ થઈ ગયા પછી, તેઓ માત્ર 25 રૂપિયા ખર્ચીને તેને વધારી શકશે, જોકે જિયો આંતરરાષ્ટ્રીય MMS માટે 1.25 રૂપિયા ચાર્જ કરશે. આંતરરાષ્ટ્રીય કોલિંગને વૈકલ્પિક સેવા તરીકે રાખવામાં આવી છે. જો કર્મચારીને તેની જરૂર હોય, તો તે તેને સક્રિય કરી શકે છે.
કરાર બે વર્ષ માટે છે
રાજ્ય સરકારે ગયા વર્ષે નવા ઓપરેટરની પસંદગી માટે બિડ મંગાવી હતી. કોલ ડ્રોપિંગ અને ડેટા ક્વોલિટી ખરાબ થવાની અનેક ફરિયાદો મળ્યા બાદ સરકારે આ પગલું ભર્યું હતું. આ પછી સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ પાસેથી મળેલી બિડ પરથી સરકારે રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડને લીલી ઝંડી આપી દીધી છે. આ પછી 29 એપ્રિલ 2023 ના રોજ સરકારે પણ કંપની સાથે કરાર કર્યો હતો. આ કરાર માત્ર બે વર્ષ માટે છે. સરકાર છ મહિના પછી મોબાઇલ ફોન સેવાની ગુણવત્તા અને ટેરિફ દરોની સમીક્ષા કરશે (જો બંનેમાંથી એક સંતોષકારક ન જણાય તો, કરાર સમાપ્ત કરવામાં આવશે).
નવો નંબર મેળવવાનો પણ વિકલ્પ
નવા કરાર મુજબ, રિલાયન્સ જિયોને નવી શ્રેણી પ્રદાન કરવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં પ્રથમ પાંચ અંકો બધા વપરાશકર્તાઓ માટે અનન્ય અને સામાન્ય હશે. એક વિકલ્પ એવો પણ રાખવામાં આવ્યો છે કે જો સરકારી કર્મચારી ઇચ્છે તો ફ્રી મોબાઇલ નંબર પોર્ટેબિલિટીમાંથી જૂનો નંબર રાખી શકે છે અથવા નવી સિરીઝનો નંબર પણ લઇ શકે છે. કરાર મુજબ પૂરા પાડવામાં આવેલ તમામ નંબરો CUGનો ભાગ હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે