Viral video: ગલીમાં ધડ વગરનું શરીર કરી રહ્યું હતું દોડાદોડી, જોઈને લોકોના હોશ ઉડ્યા

તમે હોરર ફિલ્મોમાં તો જોયું હશે કે ધડ વગર માત્ર પગ દોડાદોડી કરતા હોય. પરંતુ હાલ એક એવો વીડિયો વાયરલ થયો છે જે જોયા બાદ તમે ચોંકી જશો.

Viral video: ગલીમાં ધડ વગરનું શરીર કરી રહ્યું હતું દોડાદોડી, જોઈને લોકોના હોશ ઉડ્યા

નવી દિલ્હી: તમે હોરર ફિલ્મોમાં તો જોયું હશે કે ધડ વગર માત્ર પગ દોડાદોડી કરતા હોય. પરંતુ હાલ એક એવો વીડિયો વાયરલ થયો છે જે જોયા બાદ તમે ચોંકી જશો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સફેદ રંગનું પેન્ટ પહેરીને બે પગ આમતેમ દોડી રહ્યા છે. આ પગ ઉપરથી ધડ ગાયબ છે. 

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ છે. અત્રે જણાવવાનું કે આ વીડિયો The Hidden Undervelly 2.0 નામની યુટ્યુબ ચેનલ પર શેર કરાયો છે. અત્યાર સુધીમાં 94 હજારથી વધુ લોકોએ જોયો છે. લોકો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. 

શું છે વાયરલ વીડિયોમાં
વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના પાળતું સસલાનો વીડિયો શૂટ કરી રહ્યો છે. વીડિયો બનાવતી વખતે એક બાળક પણ સસલાને જોઈ રહ્યો છે. અચાનક ત્યારે જ ગલીમાં સફેદ રંગના પેન્ટમાં બે પગ દોડતા  દેખાય છે. આ પગનો ઉપરનો ભાગ ગાયબ છે. આ જોઈને બાળક ગભરાઈ જાય છે. 

જુઓ Viral Video

ભૂતિયો વીડિયો ગણાવે છે લોકો
આ વીડિયો વાયરલ થયા બાદ લોકો તેના પર જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયો ભૂતિયો વીડિયો ગણાવે છે. કેટલાક પ્રેંક વીડિયો ગણાવે છે. આ વીડિયો ક્યાંનો છે તે વાતની હજુ પુષ્ટિ થઈ નથી. પરંતુ આ વીડિયો જોઈને લોકો ચોક્કસપણે ચોંકી ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news