Anti G20 Propaganda: G20ની બેઠક નિષ્ફળ કરવા પાકિસ્તાનનું ષડયંત્ર, આ શહેરોમાંથી થઈ રહ્યું છે જુઓ કેવું કામ

Pakistan Anti G20 Propaganda: ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓના હવાલે મળેલી જાણકારી મુજબ આગામી મહિને જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં થનારા G20 કાર્યક્રમને નિષ્ફળ કરવા માટે પાકિસ્તાને મોટા પાયે ષડયંત્ર રચ્યું છે.

Trending Photos

Anti G20 Propaganda: G20ની બેઠક નિષ્ફળ કરવા પાકિસ્તાનનું ષડયંત્ર, આ શહેરોમાંથી થઈ રહ્યું છે જુઓ કેવું કામ

Pakistan Anti G20 Propaganda: ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓના હવાલે મળેલી જાણકારી મુજબ આગામી મહિને જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં થનારા G20 કાર્યક્રમને નિષ્ફળ કરવા માટે પાકિસ્તાને મોટા પાયે ષડયંત્ર રચ્યું છે. ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝીવ દસ્તાવેજોથી ખુલાસો થયો કે પાકિસ્તાનથી મોટી સંખ્યામાં Anti G20 Propaganda વાળા ટ્વીટ્સ થઈ રહ્યા છે ને સોશિયલ મીડિયા પર હેશટેગ દ્વારા ટ્રેન્ડ  કરાવવાની કોશિશ થઈ રહી છે. 

આ શહેરોથી ષડયંત્ર
મળતી માહિતી મુજબ પાકિસ્તાનના લાહોર, કરાચી, ઈસ્લામાબાદ શહેરોથી ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર થઈ રહ્યો છે. ગુપ્તચર એજન્સીઓએ સેંકડોની સંખ્યામાં ભારત વિરુદ્ધ કરી રહેલા Anti G20 Propagandaવાળા સોશિયલ મીડિયા એકાઉન્ટની ઓળખ કરી છે. 

22મીથી 24મી મે સુધી શ્રીનગરમાં જી20ના ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક થશે. આ એક મહત્વપૂર્ણ બેઠક હશે કારણ કે ઓગસ્ટ 2019 બાદ આ પહેલી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઘટના છે. આ પર્યટન કાર્ય સમૂહની બેઠક જમ્મુ અને કાશ્મીરને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત હશે. 

ષડયંત્રનો સૂત્રધાર પાકિસ્તાન વિદેશ મંત્રાલય
ઝી ન્યૂઝ પાસે રહેલા એક્સક્લુઝીવ ડોક્યુમેન્ટથી ખુલાસો થયો છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દુનિયાના અનેક દેશોનો સંપર્ક કર્યો છે અને તેમને શ્રીનગરમાં થનારી G20 ની બેઠકમાં સામેલ ન થવા માટે કહેવાયું છે. 

17 એપ્રિલના રોજ આવો જ એક લેટર પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશને મોકલ્યો છે. જેમાં કાશ્મીરને લઈને  ભારત વિરુદ્ધ એલફેલ વાતો કરવામાં આવી છે. 

બાંગ્લાદેશને ગયો પત્ર
દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમિશન તરફથી બાંગ્લાદેશને મોકલાયેલા પત્રમાં કહેવાયું છે કે કાશ્મીરને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વિવાદ છે . તે પણ પાકિસ્તાનની જેમ G20નો બોયકોટ કરે. પાકિસ્તાને શ્રીનગરમાં થનારી G20 વિરુદ્ધ ડિપ્લોમેટિક લેવલે પોતાની કોશિશો તેજ કરી છે  અને દુનિયાભરમાં સ્થિત પોતાના હાઈકમિશન અને દૂતાવાસ દવારા એવા તમામ દેશોને પત્ર લખીને ભારત વિરુદ્ધ નિવેદન આપવા માટે ઉશ્કેરી રહ્યું છે. 

તાજેતરમાં જમ્મુના પૂંછમાં થયેલા આતંકી હુમલામાં પાછળ પર પાકિસ્તાનની ISI નો હાથ હોવાનું મનાય છે. કાશ્મીર પર દુનિયાનું ધ્યાન ખેંચવા માટે ISI આતંકી હુમલાઓનો સહારો લઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news