OMG! લોકસભા ચૂંટણીમાં મત નહીં આપો તો બેંક એકાઉન્ટમાંથી 350 રૂપિયા કપાઈ જશે, જાણો સરકારે આ મુદ્દે શું કહ્યું? 

PIB Fact Check: એક મેસેજ વાયરલ થયો છે જેમાં કહેવાયુ છે કે જો તમે લોકસભા ચૂંટણી 2024માં મત નહીં આપો તો તમારા બેંક ખાતામાંથી સીધા પૈસા કપાઈ જશે. જાણો આ મેસેજ વિશે શું કહ્યું છે સરકારે. 

OMG! લોકસભા ચૂંટણીમાં મત નહીં આપો તો બેંક એકાઉન્ટમાંથી 350 રૂપિયા કપાઈ જશે, જાણો સરકારે આ મુદ્દે શું કહ્યું? 

PIB Fact Check: લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદથી જ સોશિયલ મીડિયા પર ચૂંટણી સંબંધિત અનેક મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક મેસેજ વાયરલ થયો છે જેમાં કહેવાયુ છે કે જો તમે લોકસભા ચૂંટણી 2024માં મત નહીં આપો તો તમારા બેંક ખાતામાંથી સીધા પૈસા કપાઈ જશે. જાણો આ મેસેજ વિશે શું કહ્યું છે સરકારે. 

વાયરલ થયો મેસેજ
વાયરલ મેસેજમાં કહેવાઈ રહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં જે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરે, ચૂંટણી પંચ દ્વારા તેમના બેંક ખાતામાંથી 350 રૂપિયા કાપી લેવામાં આવશે. ચૂંટમીમાં મતદાન ન કરનારા વિરુદ્ધ આદેશ બહાર પડશે. વાયરલ મેસેજમાં પંચના પ્રવક્તા તરફથી કહેવામાં આવી રહ્યું છે કે જે મતદારો મત આપવા નહીં આવે, આ વખતે તેમના એકાઉન્ટમાંથી પૈસા કાપી લેવાશે. જો તમારું એકાઉન્ટ નહીં હોય તો તમારા મોબાઈલથી પૈસા કપાઈ જશે. આ માટે મિનિમમ 350 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેસે. તેનાથી ઓછા પૈસાનું ફોન રિચાર્જ જ નહીં થાય. આ આદેશ વિરુદ્ધ ક્યાંક કોઈ વોટર કોર્ટમાં ન જાય તેને ધ્યાનમાં રાખીને પંચે પહેલેથી જ કોર્ટ પાસેથી મંજૂરી લઈ લીધી છે. તેના વિરુદ્ધ હવે અરજી પણ દાખલ કરી શકાશે નહીં. 

શું કહે છે PIB Fact Check?
બીજી બાજુ PIB Fact Check એ પોતાની તપાસમાં જાણ્યું છે કે લોકસભા ચૂંટણીમાં જે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરે તેમના બેંક ખાતામાંથી ચૂંટણી પંચ દ્વારા 350 રૂપિયા કાપી લેવાનો દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. ચૂંટણી પંચ દ્વારા આવો કોઈ જ મેસેજ બહાર પાડવામાં આવ્યો નથી. ચૂંટણી પંચ તરફથી એવો કોઈ નિર્ણય લેવાયો નથી. આવી ભ્રામક ખબરો શેર કરવી નહીં. 

➡️यह दावा फर्जी है।

➡️@ECISVEEP द्वारा ऐसा कोई निर्णय नहीं लिया गया है।

➡️ऐसी भ्रामक खबरों को शेयर न करें। pic.twitter.com/pW2QUwYqqp

— PIB Fact Check (@PIBFactCheck) March 29, 2024

શું છે પીઆઈબી ફેક્ટ ચેક
અત્રે જણાવવાનું કે પીઆઈબી ફેક્ટ ચેક સોશિયલ મીડિયા પર વાયરલ ફેક મેસેજ કે પોસ્ટને સામે લાવે છે અને તેનું ખંડન કરે છે. તે સરકારી નીતિઓ અને સ્કીમો પર  ખોટી જાણકારીનું સત્ય પણ સામે લાવે છે. જો તમે પણ કોઈ વાયરલ મેસેજનું સત્ય જાણવા માંગતા હોવ તો 918799711259 મોબાઈલ નંબર કે socialmedia@pib.gov.in પર મેઈલ કરી શકો છો. 

7 તબક્કામાં મતદાન
નોંધનીય છે કે લોકસભા ચૂંટણીની  543 બેઠકો માટે મતદાન 19 એપ્રિલથી સાત તબક્કામાં શરૂ થશે. જ્યારે 4 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે. 19 એપ્રિલથી મતદાન શરૂ થશે. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news