Anant Ambani Weeding: અનંત-રાધિકાને પીએમ મોદીએ આપ્યા આશીર્વાદ, અંબાણી પરિવારે કર્યું ભવ્ય સ્વાગત

Anant-Radhika Shubh Aashirvad Ceremony: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે લગ્નના બંધનમાં બંધાય ગયા છે. આજે કપલની શુભ આશીર્વાદ સેરેમની છે અને તેવામાં પીએમ મોદી બંનેને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. 

Anant Ambani Weeding: અનંત-રાધિકાને પીએમ મોદીએ આપ્યા આશીર્વાદ, અંબાણી પરિવારે કર્યું ભવ્ય સ્વાગત

Anant Ambani Radhika Merchant Wedding: ઉદ્યોગપિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપવા માટે પીએમ મોદી જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન શુક્રવારે સંપન્ન થયા હતા. ત્યારબાદ આજે જિયો વર્લ્ડ સેન્ટર ખાતે 'શુભ આશીર્વાદ' કાર્યક્રમનું આયોજન થયું હતું. મુકેશ અંબાણીએ ગેટ પર આવી પીએમ મોદીનું સ્વાગત કર્યું અને ત્યારબાદ હોલમાં અંદર લઈ ગયા હતા. ત્યાં હાજર લોકોએ પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપ્યા હતા. 

પીએમ મોદી પહોંચ્યા એટલે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમના પુત્ર અને પુત્રવધૂ સાથે મુલાકાત કરાવી હતી. આ દરમિયાન અનંત અને રાધિકાએ પીએમ મોદીને પગે લાગી તેમના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ શ્લોકા અંબાણી અને આકાશ પણ પીએમ મોદીને પગે લાગ્યા હતા. 

(Credits: Social Media) pic.twitter.com/pNy1CsJpVX

— Zee 24 Kalak (@Zee24Kalak) July 13, 2024

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 12 જુલાઈએ જિયો વર્લ્ડ સેન્ટરમાં વૈદિક રીતિ-રિવાજોથી લગ્ન કર્યા હતા. આ દરમિયાન વર-કન્યાની તસવીરો અને વીડિયોઝ સામે આવ્યા, જેમાં બંને સુંદર લાગી રહ્યાં હતા. લગ્ન માટે અનંત-રાધિકાએ અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા આઉટફિટ પહેર્યા હતા. જ્યાં અનંત લાલ કલરની શેરવાનીમાં જોવા મળ્યો તો વ્હાઇટ કલરના લહેંગામાં રાધિકા સુંદર લાગી રહી હતી.

અનંત-રાધિકાના લગ્નમાં વિદેશી મહેમાનો પણ હાજર
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દેશ-વિદેશની દિગ્ગજ હસ્તિઓએ હાજરી આપી હતી. યુકેના પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોનસનથી લઈને વિદેશી કલાકારો કિમ કાર્દશિયન, એક્ટર જોન સીના અને રેમા પણ શાહી લગ્નમાં સામેલ થયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news