6 કંપનીના IPO પર આગામી સપ્તાહે દાવ લગાવવાની મળશે તક, પૈસા રાખો તૈયાર
IPO News: આઈપીઓની દ્રષ્ટિએ આગામી સપ્તાહે પણ ઈન્વેસ્ટરોને ઘણી તક મળશે. આગામી સપ્તાહે ઘણા નવા આઈપીઓ ઓપન થઈ રહ્યાં છે. જેમાં દાવ લગાવી તમે સારી કમાણી કરી શકો છો.
Trending Photos
IPO News: નવા સપ્તાહે પણ આઈપીઓ બજારમાં ધૂમ જોવા મળશે. આગામી સપ્તાહે ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટનો આઈપીઓ ઓપન થશે. જ્યારે યુનિમેક એયરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગનું લિસ્ટિંગ થવાનું છે. એટલે કે ઈન્વેસ્ટરોની નજર પ્રાઇમરી માર્કેટ પર આગામી સપ્તાહે રહેશે. જાણો નવા સપ્તાહે કયા-કયા આઈપીઓમાં રોકાણ કરવાની તક મળશે.
1- Indo Farm Equipment IPO
Indo Equipment IPO 31 ડિસેમ્બરે ખુલી રહ્યો છે. કંપનીનો IPO 2 જાન્યુઆરી, 2025 સુધી રોકાણકારો માટે ખુલ્લો રહેશે. કંપનીએ IPO માટે શેર દીઠ રૂ. 204 થી રૂ. 215ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીએ 69 શેરનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે રોકાણકારોએ ઓછામાં ઓછા 14835 રૂપિયાની શરત લગાવવી પડશે. કંપનીનો આઈપીઓ ગ્રે માર્કેટમાં રૂ. 85ના પ્રીમિયમ પર છે.
2- Anya Polytech NSE SME
કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ 13 થી 14 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીએ 1000 શેરનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે રોકાણકારોએ 1,40,000 રૂપિયાનો દાવ લગાવવો પડશે. આ IPOનું કદ 44.80 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે, IPO 30 ડિસેમ્બરે બંધ થઈ રહ્યો છે.
3- સિટીમેક ઈન્ડિયા આઈપીઓ (Citichem India IPO)
કંપનીના આઈપીઓની સાઇઝ 12.60 કરોડ રૂપિયા છે. આ ઈશ્યુ સંપૂર્ણ રીતે ફ્રેશ શેર આધારિત છે. કંપનીનો આઈપીઓ 27 ડિસેમ્બરે ઓપન થયો હતો. ઈન્વેસ્ટરો પાસે 31 ડિસેમ્બર સુધી તેમાં દાવ લગાવવાની તક છે. મહત્વનું છે કે તેની પ્રાઇસ બેન્ડ 70 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
4- Technichem Organics IPO
કંપનીનો આઈપીઓ 31 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી ઓપન રહેશે. કંપનીએ 52 રૂપિયાથી 55 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ આઈપીઓ માટે 2000 શેરનો એક લોટ બનાવવામાં આવ્યો છે. જેના કારણે ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 1,10,000 રૂપિયાનો દાવ લગાવવો પડશે.
5- Leo Dry Fruits and Spices IPO
આ આઈપીઓ નવા વર્ષ પર ખુલશે. કંપનીનો આઈપીઓ 1 જાન્યુઆરીએ ઓપન થશે અને 3 જાન્યુઆરીએ બંધ થશે. આઈપીઓ માટે કંપનીએ 51-52 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ આઈપીઓની સાઇઝ 25.12 કરોડ રૂપિયા છે.
6- Fabtech Technologies IPO
ઈન્વેસ્ટરો માટે આ આઈપીઓ 3 જાન્યુઆરીએ ખુલશે. કંપનીએ હજુ સુધી પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી નથી. આ આઈપીઓ 7 જાન્યુઆરી સુધી ઓપન રહેશે.
(ડિસ્ક્લેમરઃ આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે