'ગુજરાતનો CM હતો ત્યારે UPAના કોઈ મંત્રીની મને અપોઈન્ટમેન્ટ નહોતી મળતી', PM મોદીએ યાદ કર્યો ગુજરાતનો તે સમય

PM Modi Speech: પીએમ મોદીએ સદનમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં ગુજરાતના તે કપરો સમયને યાદ કરતા જણાવ્યું હતું કે, હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે UPAના કોઈ મંત્રીની મને અપોઈન્ટમેન્ટ પણ નહોતી મળતી.

'ગુજરાતનો CM હતો ત્યારે UPAના કોઈ મંત્રીની મને અપોઈન્ટમેન્ટ નહોતી મળતી', PM મોદીએ યાદ કર્યો ગુજરાતનો તે સમય

PM Modi Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલી રહ્યા હતા. 90 મિનિટની સ્પીચની શરૂઆત તેમણે કોંગ્રેસથી કરી અને મોદી 3.0 સાથે સમાપ્ત કરી. આ દરમિયાન તેમણે નેહરુ, રાહુલ, ઓબીસી, એસસી-એસટી, અનામત અને પીએસયુ સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી. તેમણે કોંગ્રેસ માટે યુવરાજ અને કમાન્ડો જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. પરંતુ અહીં સદનમાં આજે પીએમ મોદીએ ગુજરાતને યાદ કર્યું હતું. પીએમ મોદીએ સદનમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં ગુજરાતના તે કપરો સમયને યાદ કરતા જણાવ્યું હતું કે, હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે UPAના કોઈ મંત્રીની મને અપોઈન્ટમેન્ટ પણ નહોતી મળતી.

ગુજરાત પર આટલો જુલમ.. હું રડતો નથી.. પીએમ મોદીએ આવું કેમ કહ્યું?
પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા સદનમાં કહ્યું કે 10 વર્ષ સુધી યુપીએની આખી સત્તા ગુજરાત માટે એવું કંઈ કરવામાં વ્યસ્ત હતી જેની તમે કલ્પના પણ ન કરી શકો. પણ હું આંસુ નથી વહાવતો, મને રડવાની આદત નથી. તો પણ, આટલા સંકટ પછી પણ, આટલા જુલમ પછી પણ, દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યા પછી પણ. મારી સમસ્યા એવી હતી કે મને કોઈ મંત્રી સાથે મુલાકાત પણ ન મળી. તે કહેતા હતા કે તમે તો જાણો છો કે મારી દોસ્તી છે, તમારી સાથે ફોન પર વાત કરી લઈશ. આ તો ડર રહેતો હતો. એવો ડર અહીંના મંત્રીઓને હતો. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારે ત્યાં એકવાર કુદરતી આફત આવી. મેં તત્કાલીન પીએમને એક વાર જોવા વિનંતી કરી. તેમનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો, એક એડવાઈઝરી બની હતી. ત્યાંથી પોતાનો કાર્યક્રમ બદલવાનો આદેશ આવ્યો અને તે દક્ષિણ તરફ ચાલ્યા ગયા. તેમણે કહ્યું કે અમે પ્લેનમાંથી જોઈ લઈશું પરંતુ ગુજરાત નહીં આવીએ. કુદરતી આફતોમાં પણ મેં મુશ્કેલીઓનો સામનો કર્યો છે. પરંતુ આજે પણ મારો મંત્ર છે કે રાજ્યનો વિકાસ આ દેશના વિકાસ માટે છે. આપણે બધાએ આ માર્ગ પર ચાલવું જોઈએ.

નોંધનીય છે કે, પ્રધાનમંત્રીએ સ્પીચની શરૂઆતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ ખડગે જીએ મને 400 બેઠકોના આશીર્વાદ આપ્યા. પશ્ચિમ બંગાળમાંથી તમને જે પડકાર મળ્યો છે તે એ છે કે કોંગ્રેસ 40નો આંકડો પાર કરી શકશે નહીં. હું પ્રાર્થના કરું છું કે તમે 40 બચાવી શકો. મમતા બેનર્જીએ કહ્યું હતું કે આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 40 સીટો પણ બચાવી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે, સરકારી કંપનીઓ બંધ કરવાના રાહુલ ગાંધીના આરોપો પર PMએ કહ્યું- કોંગ્રેસે પોતાના યુવરાજને સ્ટાર્ટઅપ બનાવીને આપ્યું છે. ના તે લિફ્ટ થઈ રહ્યું છે અને ના તે લોન્ચ થઈ રહ્યં છે. પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે PSU બંધ થઈ ગયું. 2014માં દેશમાં 234 PSU હતા. આજે 254 છે. ભાઈ, તમે કયું અંકગણિત જાણો છો? આ પહેલા 5 ફેબ્રુઆરીએ મોદીએ લોકસભામાં કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે એક જ પ્રોડક્ટને અનેક વખત લોન્ચ કરવાને કારણે કોંગ્રેસની દુકાનને તાળાં લાગી જવાની આરે છે. દેશની સાથે કોંગ્રેસ પણ ભત્રીજાવાદનો માર સહન કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news