ગુજરાતને હચમચાવી નાખનાર હરણી બોટ દુર્ઘટનાના FSL રિપોર્ટમાં મોટો ખુલાસો, વધુ બે આરોપીઓની ધરપકડ

હરણી બોટકાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. દીપેન શાહ અને ધર્મીલ શાહની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, દીપેન અને ધર્મીલ શાહ કોટિયા પ્રોજેકટમાં ભાગીદાર હતા. ભાગેડુ 6 પૈકી બે આરોપીઓ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. 

ગુજરાતને હચમચાવી નાખનાર હરણી બોટ દુર્ઘટનાના FSL રિપોર્ટમાં મોટો ખુલાસો, વધુ બે આરોપીઓની ધરપકડ

જયંતિ સોલંકી/વડોદરા: હરણી લેકઝોન દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકોએ જીવ ગુમાવ્યાં હતા. આ ગોઝારી દુર્ઘટનાને પગલે પોલીસે સૌ પ્રથમ 18 ગુનેગારો સામે ફરીયાદ નોંધી છની ધરપકડ કરી હતી. ત્યારબાદ ફરાર ગુનેગારોને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં કૂલ 14ની પોલીસે ધરપકડ કરી છે. આજરોજ પોલીસે આ ઘટનાના જવાબદાર વધુ બે ભાગીદારોની ધરપકડ કરી છે. જ્યારે ગોપાલ શાહ અને પરેશ શાહના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયા છે.

વડોદરા શહેર નહીં પરંતુ સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર હરણી બોટ દુર્ઘટનામાં પોલીસે કૂલ 21 જવાબદારો સામે ગુનો નોંધ્યો છે. આ દુર્ઘટનામાં લેકઝોનમાં બોટ ભાડે આપનાર અલ્પેશ ભટ્ટનુ નામ તપાસમાં ખુલતા તેની પણ પોલીસે ધરપકડ કરી હતી. આ ઉપરાંત ફરાર ગુનેગારોને ઝડપી પાડવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી. આ ઉપરાંત સમગ્ર ઘટના કંઇ રીતે ઘટી તે અંગેની તપાસ અર્થે એફ.એસ.એલ રિપોર્ટની રાહ જોવાઇ રહીં હતી. ફોરેન્સ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે, બોટમાં કેપેસિટી કરતા વધુ લોકોને બેસાડતા દુર્ઘટના બની છે. આ દુર્ઘટના ઓવર વેટના કારણે બની છે. તથા બાળકોને લાઇફ જેકેટ નહીં પહેરાવ્યાં હોવાનુ કારણ પણ સામે આવ્યું છે.

હરણી લેકઝોન દુર્ઘટનાના જવાબદારો પૈકીના દિપેન હિતેન્દ્ર શાહ અને ધર્મીલ ગીરીશ શાહ મુંબઇથી વડોદરા ખાતે વકીલને મળવા માટે આવ્યાં હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસે આ બન્નેને ચકલી સર્કલ પાસેથી ધરપકડ કરી છે. સમગ્ર હની બોટ કાંડ મામલે FSL નો રિપોર્ટ સામે આવે છે બોટ ઓવાર વેટ ના કારણે ડૂબી તેમજ બાળકોને લાઇવ જેકેટ પહેરવામાં આવ્યા ના હતા. જેના કારણે બાળકોનો મોત થયા છે તેવા ખુલાસા સામે આવ્યા . બંને આરોપીઓના લેક ઝોન ખાતે પાંચ ટકા એટલે કે 10% નો પાર્ટનરશીપ છે ફરાર બીજા ચાર આરોપીને 70 ની કલમ મુજબ તેઓને પ્રોપર્ટી જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કલમ 70 ના કલમ મુજબ જ્યારે  આ વોરંટ ની બજવણી કર્યા બાદ ના હાજર થાય તો કોર્ટ ની કાર્યવાહી માં 1 મહિના બાદ કોર્ટ ની પ્રોપર્ટી એટેચ કરવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે.

આરોપી ક્રોસ પૂછપરછ તેમજ સાથે રાખીને પણ વધુ પૂછપરછ કરવામાં આવેલ છે સમગ્ર મામલે ઈલેશ જૈન અને પરેશ જૈન વહીવટ કરતા હતા. સમગ્ર મામલે કોર્પોરેશન અને શિક્ષણ વિભાગ ઇન્ટરનેટ ઇન્કવાયરી કરવામાં આવી રહી છે તમામ ઇન્ટર્નલ ઇન્કવાયરી બાદ કોર્પોરેશન અને શિક્ષણ વિભાગ રિપોર્ટ પોલીસને સોપશે.તેમજ ફરાર 4 આરોપીની તપાસ ચાલુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news