ભક્તિનો સાગર છલકાયો! માછીમારોને દરિયામાંથી મળ્યું અઢી ફૂટનું શિવલિંગ, શિવ ભક્તોનું ઘોડાપૂર

જંબુસર તાલુકાનાં કાવી ગામના માછીમારોને ધનકા તીર્થ અખાતમાંથી દરિયાના પાણીમાં તરતુ શિવલિંગ મળી આવતા શિવ ભક્તોનું ધોડાપૂર ઉમટી રહ્યું છે. 12થી વધુ લોકોએ દોરડા વડે શિવલિંગને ઊંચકી બોટમાં કિનારે લઈ આવ્યા હતા. શિવલિંગ મળ્યું હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતાં શિવભક્તોની ભીડ જામી હતી. 

ભક્તિનો સાગર છલકાયો! માછીમારોને દરિયામાંથી મળ્યું અઢી ફૂટનું શિવલિંગ, શિવ ભક્તોનું ઘોડાપૂર

ઝી બ્યુરો/ભરૂચ: દક્ષિણના સોમનાથ ગણાતા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાનથી થોડેક જ દૂર દરિયામાં ધનકા તીર્થ અખાત બંદરેથી માછીમારોને અઢી ફૂટનું તરતું સ્ફટિકનું શિવલિંગ મળી આવતા ભક્તિનો સાગર છલકાઈ ઉઠ્યો છે. જંબુસર તાલુકાનાં કાવી ગામના માછીમારોને ધનકા તીર્થ અખાતમાંથી દરિયાના પાણીમાં તરતુ શિવલિંગ મળી આવતા શિવ ભક્તોનું ધોડાપૂર ઉમટી રહ્યું છે.

No description available.

નર્મદામાં કંકર એટલા શંકરની ભૂમિ ભરૂચ જિલ્લામાં અનેક શિવ મંદિરો આવેલા છે. ત્યારે આજરોજ વહેલી સવારે જંબુસર તાલુકાનાં કાવી ગામમાં રહેતા કાલિદાસ વાઘેલા સહિતના માછીમારો નિત્યક્રમ મુજબ મહીસાગર સંગમ સાબરમતીમાં મચ્છી પકડવા ગયા હતા. જેઓ મચ્છી પકડી રહ્યા હતા તે સમયે માછલી પકડવાની જાળમાં કઈક ભારદાર વસ્તુ ફસાઈ જતાં માછીમારોએ તેને જોતાં તરતુ શિવલિંગ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

બે માછીમાર યુવાનોએ તેને જાળમાંથી બહાર કાઢી ઊચકી જોતાં તે નહીં ઉચકાતાં અન્ય 12થી વધુ લોકોએ દોરડા વડે તેને ઊંચકી બોટમાં લઈ આવ્યા હતા અને કાવી બંદરે પહોંચતા જ શિવલિંગ મળ્યું હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતાં શિવ ભક્તોની ભીડ જામી હતી.

No description available.

લોકોએ શુધ્ધ પાણીથી શિવલિંગને અભિષેક કરી જોતાં તેમાં શેષ નાગ,શંખ,મુર્તિ દ્રશ્યમાન થઈ હતી. અનોખુ શિવલિંગ જોતાં જ શિવ ભક્તોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. આ અઢી ફૂટનું શિવલિંગ સ્ફટિક પથ્થરમાંથી બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news