PM મોદીએ સાઉદી અરબના કિંગ સાથે ફોન પર કરી વાત, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સાઉદી અરબના કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અલ-સાઉદ (Salman Bin Abdulaziz Al Saud) સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ કોરોના મહામારીના લીધે ઉપજેલા વૈશ્વિક પડકારો પર ચર્ચા કરી. 

PM મોદીએ સાઉદી અરબના કિંગ સાથે ફોન પર કરી વાત, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સાઉદી અરબના કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અલ-સાઉદ (Salman Bin Abdulaziz Al Saud) સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ કોરોના મહામારીના લીધે ઉપજેલા વૈશ્વિક પડકારો પર ચર્ચા કરી. 

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે 'કિંગ સલમાન સાથે કોવિડ-19 મહામારી સહિત સાઉદી અરબની અધ્યક્ષતામાં જી-20 દેશો દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકા વિશે ફોન પર વાત થઇ. તાજેતરના વર્ષોમાં આપણા દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી અદભૂત વૃદ્ધિની પણ અમે સમીક્ષા કરી. 

— Narendra Modi (@narendramodi) September 10, 2020

આ પહેલાં વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે ટેલિફોન પર થયેલી આ વાર્તા દરમિયાન પીએમએ જી-20 દેશોની બેઠકની અધ્યક્ષતા કરનાર અને કુશળ નેતૃત્વ આપવા માટે સાઉદી અરબના વખાન કર્યા. પ્રધાનમંત્રી મોદીએ સુલતાન સલમાનને કોરોના મહામારી દરમિયાન પ્રવાસી ભારતીયોની મદદ કરવા માટે 'વિશેષ આભાર' વ્યક્ત કર્યો. 

પીએમઓના અનુસાર બંને નેતાઓએ ભારત અને સાઉદી અરબના દ્વિપક્ષીય સંબંધોને લઇને સંતોષ વ્યક્ત કર્યો અને તમામ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news