Haryana: Karnal માં રોડ જામ કરી બેઠલા પ્રદર્શકારી ખેડૂતો પર લાઠીચાર્જ, પથ્થરમારામાં 10 પોલીસકર્મી ઘાયલ

બીકેયૂએ ભાજપ નેતાઓના ઘેરાવ કરવા માટે કરનાલ (Karnal) જવા આહવાન કર્યું. તેમના આહવાન પર મોટી સંખ્યામાં ખેડૂત કરનાલના નજીક બસ્તાર ટોલ પ્લાઝા પર એકઠા થયા અને હાઇવે જામ કરી દીધો. તેનાથી હજારો લોકો જામમાં ફ્સાઇ ગયા. 

Haryana: Karnal માં રોડ જામ કરી બેઠલા પ્રદર્શકારી ખેડૂતો પર લાઠીચાર્જ, પથ્થરમારામાં 10 પોલીસકર્મી ઘાયલ

ચંદીગઢ: ભાજપ (BJP) ની બેઠક વિરૂદ્ધ પ્રદર્શન કરતાં હરિયાણા (Haryana) માં કરનાલ (Karnal) તરફ જઇ રહેલા ખેડૂતોએ શનિવારે એક ટોલ પ્લાઝા પર કબજો કરી લીધો. ત્યારબાદ રસ્તો ખોલાવવા માટે પોલીસે ભીડ પર લાઠીચાર્જ (Lathi Charge) કર્યો. આ ઘટનામાં લગભગ 10 લોકો ઘાયલ થયા છે. 

શનિવારે કરના​લમાં હતી ભાજપની બેઠક
રિપોર્ટ અનુસાર કેંદ્રના કૃષિ કાયદા (New Farm Law) ના વિરોધમાં હરિયાણા (Haryana)ના ખેડૂત ભાજપ JJP ના સાર્વજનિક કાર્યક્રમોનો સતત વિરોધ કરી રહ્યા છે. શુક્રવારે કરનાલમાં ભાજપની મોટી બેઠક હતી. જેમાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, રાજ્ય ભાજપના અધ્યક્ષ ઓમ પ્રકાશ ધનખડ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા સામેલ હતા. 

બીકેયૂએ ભાજપ નેતાઓના ઘેરાવ કરવા માટે કરનાલ (Karnal) જવા આહવાન કર્યું. તેમના આહવાન પર મોટી સંખ્યામાં ખેડૂત કરનાલના નજીક બસ્તાર ટોલ પ્લાઝા પર એકઠા થયા અને હાઇવે જામ કરી દીધો. તેનાથી હજારો લોકો જામમાં ફ્સાઇ ગયા. 

પ્રદર્શનકારીઓએ ટોલ પ્લાઝા પર કર્યો કબજો
પોલીસના અનુસાર જ્યારે પ્રદર્શનકારીઓને ટોલ પ્લાઝા ખાલી કરાવવાનો આગ્રહ કર્યો તો તેમણે ના પાડી દીધી. ત્યારબાદ હળવો બળ પ્રયોગ કરીને ખેડૂતોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા છે. સીએમ મનોહર લાખ ખટ્ટરએ કહ્યું કે શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ કરવો લોકોનો અધિકાર છે.પરંતુ તે પ્રદર્શનની આડમાં હાઇવે જામ કરે છે અને પોલીસ પર પથ્થર મારો કરતા રહ્યા તો સ્થિતિ કંટ્રોલ કરવા માટે પોલીસ તેમના પર જરૂરી કાર્યવાહી કરશે. 

તો હરિયાણા ભારતીય કિસાન યૂનિયનના પ્રમુખ ગુરનામ સિંહ ચઢનીના આરોપ લગાવ્યો કે પોલીસે બર્બરતાપૂર્વક પ્રદર્શનકારી ખેડૂત પર લાઠીચાર્જ (Lathi Charge) કર્યો. જેમાં ઘણા લોકો ઘાયલ થઇ ગયા. 

પ્રદર્શનકારી ખેડૂતોએ કર્યો પથ્થરમારો
હરિયાણાના ADG નવદીપ સિંહ વિર્કએ કહ્યું કે બપોરે 12 વાગે પ્રદર્શનકારી ખેડૂતોએ હાઇવે બ્લોક કરીને કરનાલ તરફ જનાર રસ્તો બંધ કરી દીધો. જ્યારે પ્રદર્શનકારીઓને આમ કરતાં રોક્યા તો તેમને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. ત્યારબાદ પ્રદર્શનકારીને વિખેરવા માટે પોલીસ બળ પ્રયોગ કર્યો. આ ઘટનામાં 10 પોલીસકર્મી અને 4 ખેડૂતોને ઇજા પહોંચી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news