ભગવાન માટે ભેટના ભંડાર, બિહારના મિથિલાથી 3 ટ્રક ભરીને અયોધ્યા મોકલાઈ ભેટો

મિથિલાની પરંપરા છે કે દિકરીના સાસરે મોટા પાયા પર ભેટ મોકલવામાં આવે છે, આ દ્રશ્યો તેનો પુરાવો છે. ત્રણ ટ્રક ભરીને આવેલા દહેજમાં ચાંદીના વાસણો, આભૂષણો અને તીરકામઠાનો સમાવેશ થાય છે. 
 

ભગવાન માટે ભેટના ભંડાર, બિહારના મિથિલાથી 3 ટ્રક ભરીને અયોધ્યા મોકલાઈ ભેટો

અયોધ્યાઃ જેમ જેમ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે, તેમ તેમ અયોધ્યામાં ભેટ સોગાદોના ઢગ લાગી રહ્યા છે. નેપાળ બાદ હવે બિહારના મિથિલાથી ભગવાન રામ માટે ત્રણ ટ્રક ભરીને ભેટ પહોંચી છે. માતા સીતાનું વતન મિથિલા હતું, ત્યારે અહીંના લોકોએ પોતાના જમાઈ માટે ભેટનો ભંડાર મોકલ્યો છે. તો આ તરફ કચ્છથી પણ અયોધ્યામાં પહેલી ભેટ પહોંચી છે. શું ખાસ છે આ ભેટમાં, જોઈએ આ અહેવાલ

ટ્રકમાંથી ઉતારવામાં આવતી ભેટના જે લાલ અને પીળા રંગના ટોપલા તમે જોઈ રહ્યા છો, તે ભગવાન રામ માટેનું દહેજ છે...ભગવાન રામ માટે આવી એક નહીં પણ પૂરી ત્રણ ટ્રક ભરીને દહેજ મોકલવામાં આવ્યું છે.

આ દહેજ બિહારના મિથિલાથી મોકલવામાં આવ્યું છે, જે બિહારના સીતામઢી જિલ્લામાં આવેલું છે. કહેવાય છે કે સીતામઢી ભગવાન રામનું સાસરું છે, સીતા માતા મૂળ મિથિલાના હતા, અહીંનું પુનૌરા ધામ સીતાજીનું પ્રાગટ્ય સ્થળ હોવાની લોકવાયકા છે..એટલે કે ભગવાન રામ મિથિલાના જમાઈ હતા. અયોધ્યામાં તેમના જન્મસ્થળે જ્યારે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે ત્રેતા યુગની પરંપરાઓ ફરી જીવંત થઈ ઉઠી છે..

મિથિલાની પરંપરા છે કે દિકરીના સાસરે મોટા પાયા પર ભેટ મોકલવામાં આવે છે, આ દ્રશ્યો તેનો પુરાવો છે. ત્રણ ટ્રક ભરીને આવેલા દહેજમાં ચાંદીના વાસણો, આભૂષણો અને તીરકામઠાનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓને ભાર કહેવામાં આવે છે, તેનું કારણ છે દહેજની વિશાળ માત્રા. દહેજને મૂકવા માટે એક ઓરડો પણ નાનો પડે તેમ છે... 

નેપાળનું જનકપુર માતા સીતાનું વતન હોવાની વાયકા છે, ત્યારે અહીંથી પણ તાજેતરમાં જ ભગવાન રામ માટે મોટી માત્રામાં ભેટો મોકલવામાં આવી હતી. જનકપુરથી ભગવાન રામ માટે વસ્ત્રો, ફળો, સૂકામેવા અને ચાંદીના આભૂષણોના 1100 સજેલા થાળ મોકલવામાં આવ્યા હતા. 

ગુજરાતથી પણ જુદી જુદી ભેટો અયોધ્યા પહોંચી રહી છે, ત્યારે આ ક્રમમાં કચ્છની ભેટ અયોધ્યા પહોંચી છે. ભગવાન રામની પૂજા અને ભોગ માટે ભૂજના એક વેપારી 108 કિલો દેશી ઘી લઈને અયોધ્યા પહોંચ્યા છે..આ ઘીનો ઉપયોગ 22મી જાન્યુઆરીના કાર્યક્રમમાં થાય તેવી અલ્પેશ માકાણીની ઈચ્છા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news