આગામી 10 દિવસમાં દોડાવવામાં આવશે 2600 ટ્રેનો, રેલ પ્રવાસ વિશે જાણો તમામ માહિતી

રેલ મંત્રાલય 1 જૂનથી સમગ્ર દેશમાં લગભગ 200 મેલ તેમજ એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવા જઈ રહ્યું છે. આ ઉપરાંત શ્રમિક સ્પશિયલ ટ્રેનો દ્વારા 36 લાખ લોકોને યાત્રા કરાવવામાં આવશે

આગામી 10 દિવસમાં દોડાવવામાં આવશે 2600 ટ્રેનો, રેલ પ્રવાસ વિશે જાણો તમામ માહિતી

નવી દિલ્હી: રેલ મંત્રાલય 1 જૂનથી સમગ્ર દેશમાં લગભગ 200 મેલ તેમજ એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવા જઈ રહ્યું છે. આ ઉપરાંત શ્રમિક સ્પશિયલ ટ્રેનો દ્વારા 36 લાખ લોકોને યાત્રા કરાવવામાં આવશે. જેથી આ લોકો તેમના ઘરે સુરક્ષિત પહોંચી શકે. રેલવે બોર્ડના અધ્યક્ષ વિનાદ કુમાર યાદવે આ વાતની જાણકારી આપતા કહ્યું કે, બિહાર અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ગઈ છે.

યાદવે કહ્યું કે, શ્રમિકોની સંપૂર્ણ મદદ કરવા માટે રાજ્ય સરકારથી કહેવામાં આવ્યું છે. ત્યારે તમામ રાજ્ય સરકારના સહયોગથી 2000થી વધારે ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં 35 લાખથી વધારે લોકો પોતાના વતન પહોંચી ચુક્યા છે.

રેલવે બોર્ડે કહ્યું કે, રેલવેએ પ્રત્યેક સ્ટેશન પર જિલ્લા તંત્રના સહયોગથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું છે. પ્રવાસી શ્રમિકોને લઇને લગભગ 80 ટકા ટ્રેન યુપી અને બિહાર ગઈ છે. આગામી દસ દિવસમાં 2600 ટ્રેનોથી 36 લાખ યાત્રિયોને યાત્રા કરાવવાના તૈયારી કરવામાં આવી છે. 1 મેના શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જેમાં યાત્રા કરનાર તમામ યાત્રિયોને મફત જમવાનું અને પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે.

પ્રવાસી શ્રમિકો માટે જે ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે, તે રાજ્ય સરકારના સમન્વયની સાથે શરૂ કરવામાં આવી રહી છે. જો જરૂરીયાત પડશે તો 10 દિવસ બાદ પણ ટ્રેન શિડ્યુલ કરવામાં આવશે. સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો ખર્ચ 85 ટકા કેન્દ્ર સરકાર ભોગવી રહી છે અને 15 ટકા રાજ્ય સરકાર ભાડાના રૂપમાં કરી રહી છે.

સ્ટેશનો પર ખોલવામાં આવશે 1000થી વધારે કાઉન્ટર
રેલવે બોર્ડ અધ્યક્ષે કહ્યું કે, ટિકિટ માટે 1000 કાઉન્ટર શરૂ કરવામાં આવશે અને આગળ વધુ કાઉન્ટર ખોલવામાં આવશે. ફરિયાદ હતી કે શ્રમિક ભાઈ બુકિંગ નહી કરાવી શકાત. એટલા માટે ટિકિટ કાઉન્ટર ખોલવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવાસી શ્રમિકો માટે રાજ્ય સરકારોના સમન્વયથી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. જરૂરીયાત પડશે તો 10 દિવસ બાદ પણ ટ્રેન શિડ્યુલ કરવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news