જેમને જનતાએ 80 વાર નકાર્યા, તેઓ ચર્ચા થવા દેતા નથી...વિપક્ષ પર PM મોદીના પ્રહાર

પીએમ મોદીએ  કહ્યું કે જેમને જનતા 80-90 વાર નકારી ચૂકી છે તેઓ સંસદનું કામ રોકે છે. કમનસીબે કેટલાક લોકોએ પોતાના રાજકીય સ્વાર્થ માટે સંસદને કંટ્રોલ કરવાની કોશિશ કરી છે. 

જેમને જનતાએ 80 વાર નકાર્યા, તેઓ ચર્ચા થવા દેતા નથી...વિપક્ષ પર PM મોદીના પ્રહાર

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે. જે 20 ડિસેમ્બર સુધી ચાલશે. તે પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરથી દેશને સંબોધન કર્યું. પીએમ મોદીએ  કહ્યું કે જેમને જનતા 80-90 વાર નકારી ચૂકી છે તેઓ સંસદનું કામ રોકે છે. કમનસીબે કેટલાક લોકોએ પોતાના રાજકીય સ્વાર્થ માટે સંસદને કંટ્રોલ કરવાની કોશિશ કરી છે. 

પીએમ મોદીએ  કહ્યું કે, "શિયાળુ સત્ર છે અને માહોલ પણ ઠંડો જ રહેશે. 2024નો આ અંતિમ કાલખંડ ચાલે છે. દેશ પૂરા ઉમંગ અને ઉત્સાહ સાથે 2025ના સ્વાગતની તૈયારીમાં લાગ્યો છે. સંસદનું આ સત્ર અનેક રીતે વિશેષ છે. સૌથી મોટી વાત એ છેકે આપણા બંધારણની યાત્રાનું 75માં વર્ષમાં પ્રવેશ થવો. આ પોતાનામાં લોકતંત્ર મટે એક ખુબ જ  ઉજ્જવળ અવસર છે." એવું કહેવાય છે કે પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધનની હાર બાદ આ નિશાન રાહુલ ગાંધી પર સાધ્યું છે. 

— ANI_HindiNews (@AHindinews) November 25, 2024

ચર્ચામાં વધુ લોકો યોગદાન આપે
સંસદની ચર્ચા પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે,  બંધારણના ઘડવૈયાઓએ બંધારણનું નિર્માણ કરતી વખતે એક એક પોઈન્ટ પર વિસ્તારથી ચર્ચા ક રી. ત્યારે જઈને આપણને તે મળ્યું. સંસદ તેની મહત્વપૂર્ણ શાખા છે. સંસદમાં સ્વસ્થ ચર્ચા થવી જોઈએ. વધુમાં વધુ લોકોએ ચર્ચામાં પોતાનું યોગદાન આપવું જોઈએ. 

— ANI_HindiNews (@AHindinews) November 25, 2024

દેશની જનતા સજા પણ આપે
નવા સાંસદોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, કમનસીબે કેટલાક લોકો પોતાના રાજકીય સ્વાર્થ માટે સંસદને કંટ્રોલ કરવાની કોશિશ કરે છે. જેમને જનતાએ નકાર્યા છે, તેવા મુઠ્ઠીભર લોકો પણ હંગામો મચાવીને સંસદને કંટ્રોલ કરવાના સતત પ્રયત્નો કરે છે. પરંતુ જ્યારે સમય આવે છે ત્યારે દેશની જનતા સજા પણ આપે છે. દુખની વાત એ છે કે જે નવા સાંસદ છે, પછી તે ભલે ગમે તે પાર્ટીના હોય પરંતુ તેમને બોલવાની તક મળતી નથી.

16 બિલ પર ચર્ચા
અત્રે જણાવવાનું કે આજથી શરૂ થયેલા શિયાળુ સત્ર દરમિયાન 5 નવા બિલ રજૂ થશે. જ્યારે વક્ફ (સંશોધન) સહિત 11 અન્ય બિલોને ચર્ચા માટે સૂચિબદ્ધ કરાયા છે. એટલે કે કુલ 16 બિલ હશે જેમને સરકાર આ સત્રમાં પાસ કરાવવાની તૈયારી કરી રહી છે. વિપક્ષી પાર્ટીઓના જે પ્રકારના તેવર જોવા મળી રહ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે શિયાળુ સત્ર હંગામેદાર રહી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news