Surgical Strikeના કમાન્ડો બનાવી રહ્યા છે ખાસ ટુકડી, કારણ જાણી ગજગજ ફુલશે છાતી
જેથી આ સીમાનાં વિસ્તારમાં આતંકવાદી હૂમલા જેવા ગંભીર ખતરાનો સામનો કરવામાં આવી શકે
- 20 કમાન્ડોને અપાઇ રહી છે આકરી ટ્રેનિંગ
- ફોર્સ આતંકવાદી પરિસ્થિતી ખાળવા તૈયાર રહેશે
- ટીમનું નેતૃત્વ 35 વર્ષનાં એસપી રેંક ઓફીસર કરશે
Trending Photos
નવી દિલ્હી : પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં સર્જીકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓ અને તેનાં લોન્ચપેડનો ખાત્મો કરનાર તમામ ભારતીય જવાનો હવે પંજાબ પોલીસની હાલમાં જ રચાયેલી સ્પેશ્યલ ઓફરેશન ગ્રુપ (એસઓજી)ને ખાસ ટ્રેનિંગ આપી રહ્યા છે. જેથી આ સીમાનાં વિસ્તારમાં આતંકવાદી હૂમલા જેવા ગંભીર ખતરાનો સામનો કરવામાં આવી શકે. પંજાબ પોલીસ હાલ 20 એવા કમાન્ડોને સર્જીકલ સ્ટ્રાઇકમાં રહેલા આર્મી પાસેથી ટ્રેનિંગ અપાવી રહી છે. તેમાં 14 એસઓજી જોઇન કરી ચુક્યા છે. તેમની પટિયાલામાં ટ્રેનિંગ પણ ચાલુ થઇ ચુકી છે.
એસઓજીનાં એડીજીપી રાકેશ ચંદ્રએ જણાવ્યું કે, અમે સેના, પેરામિલેટ્રી અને એસઓજીનાં ટ્રેનિંગ સેન્ટર્સનો પણ સંપર્ક કર્યો છે, જેથી પોતાનાં કમાન્ડોને ટ્રેનિંગ અપાવી શકીએ. તેમની ભરતીનો નિર્ણય રાજ્યનાં ગૃહ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં થયો હતો. મુખ્યમંત્રી અમરિંદરસિંહ અને ડીજીપી સુરેશ અરોરાની મંજુરી બાદ તેને અમલમાં મુકવામાં આવી રહ્યા છે. ગૃહવિભાગનો ચાર્જ પણ મુખ્યમંત્રી પાસે જ છે.
કોઇ પણ ઘૂસણખોરી અટકાવવા સક્ષમ હશે
એડીજીપી ચંદ્રાએ જણાવ્યું કે, અત્યાર સુધી રાજ્ય પોલીસ 180 નવા રિક્રૂટોએ એસઓજી જોઇન કરી લીધું છે. જ્યારે 280 કમાન્ડો તથા પ્રશિક્ષક હશે. રાજ્યનાં એસઓજીને આતંકવાદી ઘટનાનો મૂંહતોડ જવાબ આપવાનાં ઇરાદાથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ફોર્સ ઘૂસણખોરી, હાઇજેકિંગ અને અન્ય સંવેદનશીલ પરિસ્થિતીઓનાં ઉકેલ માટે સક્ષમ હશે. સરકારે તે પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે કે ઇઝરાયેલથી વિશેષજ્ઞોની મદદ લઇને એસઓજીને ટ્રેન કરવામાં આવે. દરેક ટુકડીમાં 27 કમાન્ડો રાખવાનો વિચાર છે. જે ચાર કમાન્ડો સર્જીકલ સ્ટ્રાઇકમાં સમાવિષ્ટ હતા અને અહીંના કમાન્ડોને ટ્રેનિંગ આપી રહ્યા છે તે હિમાચલપ્રદેશ, હરિયાણા અને ઉત્તરપ્રદેશનાં છે. તેમનાં નામ જાહેર નથી કરવામાં આવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે