તમારા હૃદયને સ્પર્શી જશે આ જવાને ગાયેલું ગીત: કરોડો લોકોએ જોયો VIDEO
પરિવારથી દુર સરહદ પર તેમનું જીવન ભલે ગમે તેટલી મુશ્કેલીમાં પસાર થતું હોય પરંતુ સૈન્ય જવાનો હંમેશા હસતા જ જોવા મળે છે
Trending Photos
નવી દિલ્હી : આપણા દેશનાં સૈનિકોની વાત જ કંઇક અલગ છે. તેઓ દરેક પરિસ્થઇતીમાં દેશની સુરક્ષા માટે હંમેશા જ તૈયાર રહે છે. આપણે ઘણીવાર એવા વીડિયો પણ સોશ્યલ મીડિયા પર જોયા હશે જેમાં તેઓ બીજાની મદદ કરતા જોવા મળેા છે. પરિવારથી દુર, સરહદ પર તેમનું જીવન ભલે ગમે તેવું હોય, કેટલી પણ મુશ્કેલીઓ હોય, તેઓ હંમેશા હસતા જોવા મળે છે.
1કરોડ20લાખ વખત જોવાઇ ચુક્યો છે વીડિયો
હાલમાં જ દિલ્હીનાં ઇન્ડિયા ગેટ પર દેશાં કેટલાક જવાનોને ફિલ્મ બોર્ડરનાં ગીત સંદેશે આતે હે ગાતાજોવા મળ્યા હતા. પરંતુ તેમનો અવાજ કોઇ પ્લેબેક સિંગર કરતા પણ સારો હતો. જ્યારે તેમણે આ ગીત ગાવાનું ચાલુ કર્યું ત્યારે હાજર તમામ લોકોએ તાળીઓ વગાડીને જવાનોનું સ્વાગત કર્યું હતું. આ વીડિયોમાં કુલ ત્રણ જવાનો ગીત ગાઇ રહ્યા છે, અને ત્રણેયનાં અવાજમાં એટલી તાજગી છે કે તમે પણ સાંભળીને આશ્ચર્યચકીત થઇ જશો. આ વીડિયોને સીમા સુરક્ષા દળ નામનાં એખ ફેસબુક એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 1.20 લાખ લોકો જોઇ ચુક્યા છે.
13જૂન, 1997માં આવેલી ફિલ્મ બોર્ડરનું ગીત ખુબ જ પ્રખ્યાત
ઉલ્લેખનીય છે કે બોર્ડર એક એવી ફિલ્મ છે જેનું નામ આવતા જ તમામ લોકો સામે આર્મીનું એક અભુતપુર્વ ફિલ્મ આવી જાય છે. જેમાં લશ્કરી જવાનનાં તમામ દર્દો અને તેનાં શોર્યને ખુબ જ સારી રીતે વણી લેવામાં આવ્યું છે. આ જ ફિલ્મનું ગીતન સંદેશે આતે હે આજે પણ તેટલું જ પ્રખ્યાત છે. આ ગીત જાવેદ અખ્તરે લખ્યું છે. આ ગીત માટે તેમને નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બોર્ડર ફિલ્મ બનાવનાર જેપી દત્તા એક નવી ફિલ્મ લઇને આવી રહ્યા છે. જેનું નામ છે પલ્ટન. આ ફિલ્મ ભારત અને ચીનના યુદ્ધ પર બેઝ્ડ હશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન ઉપરાંત, સુરજ પંચોલી અને પુલકિત સમ્રાટ જેવા સ્ટાર્સ જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે