સંસદીય રક્ષા કમિટીની બેઠકમાંથી Rahul Gandhi નું વોકઆઉટ, LAC પર ઇચ્છતા હતા ચર્ચા
સંસદીય રક્ષા કમિટી (Defence Parliamentary Committee) દ્વારા માંગ નકારી કાઢ્યા બાદ રાહુલ ગાંધી (Rahul Gandhi) તમામ કોંગ્રેસી સાંસદોની સાથે વોકઆઉટ કરી દીધું.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ સંસદીય રક્ષા કમિટી (Defence Parliamentary Committee) નું વોકઆઉટ કરી દીધું છે. ન્યૂઝ રિપોર્ટ્સના અનુસાર રક્ષા કમિટીની સમક્ષ રાહુલ ગાંધી લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) અને ડોકલામ (Doklam) ના મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી રહ્યા છે પરંતુ કમિટીના અધ્યક્ષએ તેની મંજૂરી આપી છે.
'વિદેશ તથા રક્ષા નીતિ રાજકીય હાથો બની'
સંસદીય રક્ષા કમિટી (Defence Parliamentary Committee) દ્વારા માંગ નકારી કાઢ્યા બાદ રાહુલ ગાંધી (Rahul Gandhi) તમામ કોંગ્રેસી સાંસદોની સાથે વોકઆઉટ કરી દીધું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે કેંદ્ર સરકારે વિદેશ તથા રક્ષા તથા રક્ષા નીતિને રાજકીય હાથો બનાવીને દેશને નબળો કરી દીધો છે.
ભારત આટલુ અસુરક્ષિત ક્યારેય રહ્યું નથી'
આ પહેલાં રાહુલ ગાંધી તે સમાચારોનો હવાલો આપ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે ચીની સેનાએ પૂર્વી લદ્દાખમાં ઘણા સ્થળોએ પર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ને ફરીથી પાર કરી લીધી છે અને બંને પક્ષો વચ્ચે મુઠભેડની ઘટના થઇ ચૂકી છે. સેનાએ આ સમાચારને નકારી કાઢા છે. રાહુલ ગાંધી ટ્વીટ કરીને આરોપ લગાવ્યો છે કે 'મોદી સરકારના વિદેશ તથા રક્ષા નીતિને રાજકીય હાથો બનાવીને આપણા દેશને નબળો કરી દીધો છે. ભારત આટલું અસુરક્ષિત કયારેય ન હતું.
मोदी सरकार ने विदेश व रक्षा नीति को देशीय राजनैतिक हथकंडा बनाकर हमारे देश को कमज़ोर कर दिया है।
भारत इतना असुरक्षित कभी नहीं रहा।
— Rahul Gandhi (@RahulGandhi) July 14, 2021
સોનાએ સમાચારને નકારી કાઢ્યા
બીજી તરફ સેનાએ બુધવારે કહ્યું કે ભારતીય અથવા ચીની પક્ષએ પૂર્વી લદ્દાખના તે વિસ્તારો પર કબજો કરવાનો કોઇ પ્રયત્નો કર્યો નથી. જ્યાંથી તે ફેબ્રુઆરીમાં પાછળ હટ્યા હતા અને ક્ષેત્રમાં ટકરાવના બાકી મુદ્દાઓને ઉકેલવા માટે બંને પક્ષ વાર્તા કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે