કોરોનાકાળમાં અમેરિકાથી ભારત સહિત અનેક દેશના વિદ્યાર્થીઓ માટે આવ્યાં ખરાબ સમાચાર 

કોરોના સંકટ (Corona Crisis) વચ્ચે ભારત સહિત અનેક દેશોના વિદ્યાર્થીઓ માટે અમેરિકા (America) થી ખરાબ સમાચાર આવ્યાં છે. અમેરિકાએ સોમવારે સ્ટુડન્ટ વિઝા પાછા ખેંચવાની જાહેરાત કરતા કહ્યું કે જેમના તમામ ક્લાસ કોરોના વાયરસ (Corona Virus) ના કારણે ઓનલાઈન (Online Education) થઈ રહ્યાં છે તેવા વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. 

કોરોનાકાળમાં અમેરિકાથી ભારત સહિત અનેક દેશના વિદ્યાર્થીઓ માટે આવ્યાં ખરાબ સમાચાર 

વોશિંગ્ટન: કોરોના સંકટ (Corona Crisis) વચ્ચે ભારત સહિત અનેક દેશોના વિદ્યાર્થીઓ માટે અમેરિકા (America) થી ખરાબ સમાચાર આવ્યાં છે. અમેરિકાએ સોમવારે સ્ટુડન્ટ વિઝા પાછા ખેંચવાની જાહેરાત કરતા કહ્યું કે જેમના તમામ ક્લાસ કોરોના વાયરસ (Corona Virus) ના કારણે ઓનલાઈન (Online Education) થઈ રહ્યાં છે તેવા વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. 

US Immigration and Custom Enforcement-ICE એ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે 'નોન ઈમિગ્રન્ટ F-1, અને M-1 વિદ્યાર્થીઓ કે જેમના ક્લાસ સંપૂર્ણ રીતે ઓનલાઈન લેવાઈ રહ્યાં છે, તેમને હવે દેશમાં રહેવાની મંજૂરી મળશે નહીં. એવામાં જે પણ વિદ્યાર્થી અમેરિકામાં હશે તેમણે પાછું તેમના દેશ જવું પડશે અથવા તો એવી શાળામાં પ્રવેશ લેવો પડશે જ્યાં ઓફલાઈન ક્લાસ ચાલી રહ્યાં છે. નહીં તો તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે.'

— Bill Melugin (@BillFOXLA) July 6, 2020

ICEએ આગળ કહ્યું કે વિદેશ વિભાગ એવા શાળા/પ્રોગ્રામ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને વિઝા નહીં આપે, જે આગામી સેમિસ્ટર માટે સંપૂર્ણ રીતે ઓનલાઈન મોડલ પર કામ કરી રહ્યાં છે. Customs & Border Protection દ્વારા જ આવા વિદ્યાર્થીઓને અમેરિકામાં પ્રવેશ કરવાની મંજૂરી અપાશે. 

ICEના જણાવ્યાં મુજબ F-1ના વિદ્યાર્થીઓ એકેડેમિક કોર્સ વર્ક અને M-2ના વિદ્યાર્થીઓ વોકેશનલ કોર્સ વર્કમાં સામેલ હોય છે. મોટાભાગની અમેરિકન કોલેજો અને યુનિવર્સિટીઓએ અત્યાર સુધી ફોલ સેમિસ્ટર માટે પોતાની યોજનાઓ જાહેર કરી નથી. અનેક શાળાઓ ઈન પર્સન અને ઓનલાઈન નિર્દેશના હાઈબ્રિડ મોડલ પર કામ કરી રહી છે. પરંતુ હાર્વર્ડ યુનિવર્સિટી જેવા કેટલાક સંસ્થાનાઓએ સ્પષ્ટ કરી દીધુ છે કે તમામ કક્ષાઓ ઓનલાઈન સંચાલિત થશે. હાર્વર્ડ તરફથી કહેવાયું છે કે માત્ર 40 ટકા અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને જ કેમ્પસમાં પાછા ફરવાની મંજૂરી અપાશે. પરંતુ તેઓ ઓલાઈન નિર્દેશ પ્રાપ્ત કરશે. 

જુઓ LIVE TV

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ એજ્યુકેશન (IIE)ના જણાવ્યાં મુજબપ 2018-19ના શૈક્ષણિક વર્ષ માટે અમેરિકામાં દસ લાખથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હતાં જે કુલ અમેરિકી ઉચ્ચ શિક્ષણ વસ્તીના  5.5 ટકા છે. વિદેશી વિદ્યાર્થીઓએ 2018માં અમેરિકી વ્યવસ્થામાં $ 44.7 બિલિયનનું યોગદાન આપ્યું હતું. યુએસમાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ચીન, ભારત, દક્ષિણ કોરિયા, સાઉદી અરબ અને કેનેડાના વિદ્યાર્થીઓ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news