પૂછીને સંબંધ બાંધો તો પણ થાય સજા! કંઈક પણ કરતા પહેલાં જાણી લો કોર્ટનો આ ચૂકાદો

જયપુર જિલ્લાની પોક્સો કેસ માટેની વિશેષ અદાલતે 16 વર્ષની સગીરનું અપહરણ અને બળાત્કાર કરવાના આરોપી મહાવીર કોલીને 14 વર્ષની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે આરોપી પર 1.91 લાખ રૂપિયાનું વળતર પણ લગાવ્યું છે.

પૂછીને સંબંધ બાંધો તો પણ થાય સજા! કંઈક પણ કરતા પહેલાં જાણી લો કોર્ટનો આ ચૂકાદો

નવી દિલ્હીઃ હાલમાં જ રાજસ્થાનના જયપુરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોર્ટનું અવલોકન અને તેનો ચૂકાદો દરેકે ખાસ જાણવો જોઈએ. જયપુર જિલ્લાની પોક્સો કેસની વિશેષ અદાલતે કહ્યું કે આરોપીએ પીડિતા પર બેભાન અવસ્થામાં બળાત્કાર ગુજાર્યો હતો. બીજી તરફ, જો આરોપીએ પીડિતાની સંમતિથી સંબંધો બનાવ્યા હોત તો પણ તે બળાત્કારની શ્રેણીમાં આવત. કારણ કે કાયદામાં સગીરની સંમતિનું કોઈ મહત્વ નથી.

જયપુર જિલ્લાની પોક્સો કેસ માટેની વિશેષ અદાલતે 16 વર્ષની સગીરનું અપહરણ અને બળાત્કાર કરવાના આરોપી મહાવીર કોલીને 14 વર્ષની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે આરોપી પર 1.91 લાખ રૂપિયાનું વળતર પણ લગાવ્યું છે. આ સાથે, કોર્ટે રાજસ્થાન પીડિત વળતર યોજના, 2011 હેઠળ પીડિતને વળતરની ભલામણ કરતા કેસને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને મોકલ્યો છે. કોર્ટે કહ્યું કે આરોપીએ પીડિતા પર બેભાન અવસ્થામાં બળાત્કાર ગુજાર્યો હતો. બીજી તરફ, જો આરોપીએ પીડિતાની સંમતિથી સંબંધો બનાવ્યા હોત તો પણ તે બળાત્કારની શ્રેણીમાં આવત. કારણ કે કાયદામાં સગીરની સંમતિનું કોઈ મહત્વ નથી.

ફરિયાદ પક્ષ વતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વિજયા પારેકે કોર્ટને જણાવ્યું કે 31 ઓગસ્ટ 2019ના રોજ મોડી રાત્રે પીડિતા લગભગ 3 વાગે ઉઠી અને ઘરની બહાર આવી. અહીં આરોપી મોટરસાયકલ સાથે ઉભો જોવા મળ્યો હતો. પીડિતાને જોઈને તેણે તેને તેની સાથે વાત કરવા માટે બોલાવી. પીડિતા ઘર પાસે કોલેજમાં ભણતી હોવાથી તેને ઓળખતી હતી અને તેણે પીડિતાને તેની સાથે વાત કરવા માટે મોબાઈલ ફોન પણ આપ્યો હતો, જેથી પીડિતા તેની સાથે વાત કરવા ગઈ હતી.

આ અંગે આરોપીએ તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેને પોતાની સાથે બાઇક પર નજીકના ખાલી પડેલા સરકારી ક્વાર્ટરમાં લઇ ગયો હતો. જ્યારે પીડિતાએ માથાનો દુખાવો દર્શાવીને ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે આરોપીએ તેને એક ટેબ્લેટ આપી. જે ખાધા બાદ પીડિતા અડધી ઊંઘમાં જતી રહી હતી. આ દરમિયાન આરોપીએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. બીજા દિવસે સાંજે સાત વાગ્યે આરોપી કોઈ કામ અર્થે રૂમની બહાર ગયો હતો. આના પર પીડિતાએ દિવાલ તોડીને ઘરે જઈને તેના પરિવારના સભ્યોને આપવીતી જણાવી. બીજી તરફ પીડિતાના લાપતા થતાં તેના પિતાએ શાહપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news