Father of OYO founder died: લગ્નના ત્રણ દિવસ બાદ OYO ફાઉન્ડર પર તૂટી પડ્યો દુખનો પહાડ, પિતાનું મોત

OYO ફાઉન્ડર રિતેશ અગ્રવાલ પિતા રમેશ અગ્રવાલના ઘરની બાલકનીમાંથી પડીને મોત થઈ ગયું છે. આ ઘટના શુક્રવારે બપોરે 1 કલાકની છે. ઓયોના પ્રવક્તાએ નિવેદન જાહેર કરી રિતેશ અગ્રવાલના પિતાના નિધનની પુષ્ટિ કરી છે.

Father of OYO founder died: લગ્નના ત્રણ દિવસ બાદ OYO ફાઉન્ડર પર તૂટી પડ્યો દુખનો પહાડ, પિતાનું મોત

નવી દિલ્હીઃ  Father of OYO founder died: દેશના જાણીતા એન્ટરપ્રેન્યોર અને OYO ROOMs ના ફાઉન્ડર રિતેશ અગ્રવાલના પિતાનું નિધન થયું છે. ગુરૂગ્રામ ડીએલએફના 20માં માળેથી પડી જવાથી તેમનું મોત થયું છે. આ દુર્ઘટના શુક્રવારે થઈ છે. રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલના નિધનને લઈને ઓયોના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે. રિતેશ અગ્રવાલે એક નિવેજનમાં કહ્યું કે, તેના પિતાનું નિધન થયું છે. આ ઘટના બપોરે 1 કલાકની છે. રિતેશ અગ્રવાલ પોતાના પરિવાર સહિત ગુરૂગ્રામની ડીએલએફ ક્રિસ્ટા સોસયટીમાં રહે છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જણાવ્યું કે ઘરની બાલકનીમાંથી પડી જવાથી રમેશ અગ્રવાલનું નિધન થયું છે.

ત્રણ દિવસ પહેલાં થયું હતું મોત
તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલાં રિતેશ અગ્રવાલના લગ્ન થયા હતા. આ લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સહિત દેશના જાણીતા ઉદ્યોગપતિ પણ સામેલ થયા હતા. રિતેશ અગ્રવાલે 29 વર્ષની ગીતાંશા સૂદ સાથે 7 માર્ચે લગ્ન કર્યા હતા. તે માટે દિલ્હીમાં રિસેપ્શન પાર્ટી પણ રાખવામાં આવી હતી. 

વર્ષ 2013માં OYO રૂમ શરૂ કરનાર રિતેશ અગ્રવાલ સૌથી યુવા અબજપતિઓની યાદીમાં સામેલ છે. OYO ફાઉન્ડરે એક નિવેદન જારી કરીને કહ્યું કે હું અને મારો પરિવાર ખૂબ જ દુઃખ સાથે જણાવવા માંગુ છું કે મારા જીવનના માર્ગદર્શક એવા મારા પિતા રમેશ અગ્રવાલનું 10 માર્ચે નિધન થયું છે. તેણે કહ્યું કે તેના પિતાનું આ રીતે જવું તેના અને તેના પરિવાર માટે મોટી ખોટ છે. તેમણે વધુમાં કહ્યું કે દુખની આ ઘડીમાં લોકોએ તેમની ગોપનીયતાનું સન્માન કરવું જોઈએ.

ઝડપથી વધી રહી છે ઓયો ચેન
OYO ROOMs દુનિયામાં ઝડપથી વધી રહેલી હોટલ ચેન છે. વર્તમાન સમયમાં આ કંપનીનું નેટવર્ક 35થી વધુ દેશોમાં  પહોંચી ચુકી છે. તમે જાણીને ચોંકી જશો કે OYO ROOMs ની સાથે હાલ 1.50 લાખ હોટલ્સ મળીને કામ કરી રહી છે. આ કંપનીની ખાસિયત છે કે તે ટૂરિસ્ટ્સને ઓછા ભાગે સારી હોટલ્સ ઉપલબ્ધ કરાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news