OMG! ઉંદરના કાંડને કારણે જેલમાંથી છૂટી શકે છે એક આરોપી, જાણો શું છે સમગ્ર ઘટના

જ્યારે ટ્રાયલ શરૂ થઈ ત્યારે વસ્તુઓ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. આ પ્રક્રિયા અંતર્ગત કોર્ટ રૂમમાં રાખવામાં આવેલા પુરાવાની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે અડધા પુરાવા ગાયબ થઈ ગયા છે.

OMG! ઉંદરના કાંડને કારણે જેલમાંથી છૂટી શકે છે એક આરોપી, જાણો શું છે સમગ્ર ઘટના

તિરૂવંતનપુરમઃ કોર્ટમાં ચુકાદા સાક્ષીઓ અને પૂરાવાના આધાર પર થાય છે. પૂરાવાના અભાવમાં ગુનેગાર ઘણી વખત છૂટી જતા હોય છે. કેરલમાં પણ આવો એક કેસ સામે આવ્યો છે, તેમાં કથિત આરોપીના છુટવાની સંભાવના બની રહી છે. કોર્ટ પરિસરની અંદર એક રૂમમાં પૂરાવા રાખ્યા હતા પરંતુ જ્યારે કેસનો વારો આવ્યો તો પૂરાવા ગાયબ થઈ ગયા. આ મામલો સામે આવ્યા બાદ વકીલ અને જજ ચોંકી ગયા છે. 

કેરલની રાજધાની તિરૂવનંતપુરમમાં ડિસેમ્બર 2016માં ગાંજો રાખવાના આરોપમાં એક વ્યક્તિ પર કેસ ચાલી રહ્યો છે. આરોપી સાબૂને તિરૂવનંતપુર્મની છાવણી પોલીસે કસ્ટડીમાં લઈ કેસ દાખલ કર્યો હતો. આરોપી સાબૂની પાસે કથિત રીતે 125 ગ્રામ ગાંજો મળ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજામાંથી 100 ગ્રામને વૈજ્ઞાનિક તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યો. તો બાકી 25 ગ્રામ ગાંજો કેસના પૂરાવા તરીકે તિરૂવનંતપુરમ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સ્થિત એક અદાલત કક્ષમાં રાખવામાં આવ્યો હતો. 

પરંતુ ટ્રાયલ શરૂ થવાની સાથે તમામ સ્થિતિ બદલાઈ ગઈ. પ્રક્રિયા હેઠળ જ્યારે કોર્ટ રૂમમાં રાખેલા પૂરાવાની તપાસ કરવામાં આવી તો તેમાંથી અડધા પૂરાવા ગાયબ હતા. જ્યારે પૂછવામાં આવ્યું આ કઈ રીતે થયું તો ફરિયાદી પક્ષે દલીલ આપતા કહ્યું કે એવું બની શકે કે ઉંદરોએ ગાંજો ખાઈ લીધો હોય. આ પૂરાવો કોર્ટ માટે મહત્વ રાખે છે. પરંતુ હવે સવાલ છે કે શું આ ઉંદરોને કારણે આરોપી સાબૂ છુટી જશે. પર્યાપ્ત પૂરાવા ન મળવાને કેસ નબળો પડે તે માનવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news