આવું કોણે કહ્યું હતું કે, ખોડલધામ બોદુ છે! ખોડલધામ અને સરદારધામ વચ્ચેની બબાલમાં નવો વળાંક

Khodaldham Vs Sardardham : સરદાર ધામના ઉપ પ્રમુખ જયંતી સરધારા પર જૂનાગઢના PIએ હથિયારથી હુમલો કર્યાનો આરોપ...સીસીટીવીમાં PIના હાથમાં હથિયાર ન હોવાનો ખુલાસો....બે સામાજિક સંસ્થાના અગ્રણીઓ વચ્ચેની લડાઈમાં કોણ સાચુ કોણ ખોટું તે સવાલ...

આવું કોણે કહ્યું હતું કે, ખોડલધામ બોદુ છે! ખોડલધામ અને સરદારધામ વચ્ચેની બબાલમાં નવો વળાંક

Rajkot News : રાજકોટમાં સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાનો મામલો ચર્ચામાં છે. જયંતિ સરધારાનો આરોપ છે કે, જૂનાગઢના PI સંજય પાદરિયાએ તેમના પર હથિયારથી હુમલો કર્યો. પરંતુ આ ઘટના બની ત્યારના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, PI સંજય પાદરિયાના હાથમાં કોઈ હથિયાર જ નથી. સંજય પાદરિયા ચાલીને જતા જોવા મળી રહ્યા છે. ત્યારે બાદ જયંતિ સરધારા ગાડીમાંથી ઉતરીને સંજય પાદરિયા પાસે જાય છે. અને બાદમાં મારામારી થતી હોવાનું જોવા મળે છે. આ સીસીટીવી બાદ ચર્ચાઓ એવી થઈ રહી છે કે, જયંતિ સરધારાએ પહેલા હુમલો કર્યો હતો. સંજય પાદરીયા પર હુમલો થયા બાદ મુક્કો માર્યો હોવાની ચર્ચા છે. સાથે એવું પણ સામે આવ્યું છે કે, PI સંજય પાદરિયા આધિકારીક રીતે રજા પર હતા. અને એટલે તેમનું હથિયાર તો જમા કરાવેલું હતું. આ ઘટના બાદ PI સંજય પાદરિયા પર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો છે. તાલુકા પોલીસે આ ગુનો દાખલ કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલાએ કેવો વળાંક લીધો છે તેના પર એક નજર કરીએ. 

ખોડલધામ બોદુ છે! હોદ્દેદારોથી કઈ ઉકળતું નથી...
ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદાર ધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાનો મામલો હાલ આખા ગુજરાતના પાટીદારોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હજી 8 મહિના પૂર્વે સરદાર ધામ સૌરાષ્ટ્રના પ્રમુખ તરીકે જયંતિ સરધારા દ્વારા ચાર્જ લેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન આઈસ્ક્રીમ કાઉન્ટર પાસે જયંતિ સરધારા દ્વારા ખોડલધામને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી. ‘ખોડલધામ બોદુ છે! હોદ્દેદારોથી કઈ ઉકળતું નથી...’ સહિતની ટિપપણી કરવામાં આવી હતી. જે ટિપ્પણી બાદ મામલો બિચક્યો હતો, અને પી.આઈ સંજય પાદરીયા અને જયંતિ સરધારા વચ્ચે બોલાચાલી થઈ હતી. પાર્ટી પ્લોટની બહાર નીકળ્યા બાદ બોલાચાલી મારામારીમાં પરિવર્તિત થઈ હતી. 

 

- નરેશ પટેલે ઘટના પર ચિંતા વ્યક્ત કરીઃહસમુખ લુણાગરિયા..#NareshPatel #Rajkot #ZEE24kalak pic.twitter.com/p1ouIcTl1r

— Zee 24 Kalak (@Zee24Kalak) November 26, 2024

 

ઘટનાના સીસીટીવી આવ્યા
સમગ્ર મામલે નવો વળંક આવે તેવી શકયતા છે. જયંતિ સરધારાએ પહેલા હુમલો કર્યો હોવાની ચર્ચા વહેતી થઈ છે. જૂનાગઢ પીઆઇ સંજય પાદરીયાને ઉશ્કેરવામાં આવ્યા હોવાની ચર્ચા થઈ છે. સંજય પાદરીયા પર હુમલો થયા બાદ મુક્કો માર્યો હોવાનું કેટલાક લોકોનું કહેવું છે. જોકે, સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. સીસીટીવીમાં સામે આવ્યું કે, PI સંજય પાદરીયાના હાથમાં કોઈ જ હથિયાર નથી. CCTV માં એકલા ચાલીને જતાં હોવાનું સામે આવ્યું છે. જમણવાર દરમિયાન બોલાચાલી બાદ તેઓ બારોબાર ચાલ્યા ગયા હતા. જયંતિ સરધરા ગાડીમાંથી ઉતરીને સંજય પાદરીયા સાથે બોલાચાલી કરી રહ્યાં છે. સાચી હકીકત પોલીસ તપાસમાં સામે આવશે. 

તો બીજી તરફ, સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાનો મુદ્દા બાદ પીઆઇ સંજય પાદરીયા ઓફિશિયલ રજા પર હોવાનું ખૂલ્યું છે. રજા પર હોવાથી તેનું હથિયાર જમા કરેલું હોવાનું સામે આવ્યું છે.

વિવાદ પર સમસ્ત પાટીદાર સમાજનું નિવેદન
સમગ્ર હોબાળા બાદ સમસ્ત પાટીદાર સમાજના આગેવાનનું નિવેદન સાેમ આવ્યું છે. ગઈ કાલે જયંતિ સરધારા ઉપર થયેલા હુમલાને લઈને સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશ મેરજાએ પ્રતિક્રિયા આપતાક હ્યું કે, બન્ને સંસ્થા ખુબ સારુ કામ કરી રહી છે. બન્ને સંસ્થાનું કાર્યક્ષેત્ર અલગ છે. ગઈ કાલની ઘટના વિશે મને કઈ વિશેષ માહિતી નથી, માટે કોઈ ટિપ્પણી ન કરી શકું. અમારી સાથે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ કામ કરે છે પણ ક્યારે કોઈ સંસ્થા પોતાનું વર્ચસ્વ વધારવા પ્રયત્ન નથી કરતું. 

 

- જયંતિ સરધારાએ પહેલા હુમલો કર્યો હોવાની ચર્ચા #Rajkot #ZEE24kalak #Khodaldham #Attack #Crime #sardardham #Gujarat pic.twitter.com/74PmPTDKLn

— Zee 24 Kalak (@Zee24Kalak) November 26, 2024

 

વિવાદ બાદ તસવીરો સામે આવી
જયંતિ સરધારા તાજેતરમાં જ ખોડલધામના સ્નેહ મિલાનમાં હાજર રહ્યા હતા. જ્યાં ખોડલધામના કાર્યકર્તાઓએ જયંતિ સરધારાને સરદાર ધામના ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. ગોંડલમાં ખોડલધામ સંસ્થા દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું. જ્યાં સરદાર ધામના જયંતિ સરધારા સહિતના સભ્યોએ હાજરી આપી હતી. ખોડલધામ અને સરદાર ધામના વિવાદ બાદ હાલ બંને સંસ્થાના સભ્યોના ફોટો સામે આવ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news