ટુંક સમયમાં તમામ નાગરિકોનાં ખાતામાં 15-15 લાખ જમા થશે, મોદીના મંત્રીની જાહેરાત

મહારાષ્ટ્રના સાંગલીમાં એક કાર્યક્રમ સંબોધિત કરતા રામદાસ આઠવલેએ તમામ ખાતામાં 15-15 લાખ રૂપિયાનો મુદ્દો ઉઠાવ્યો હતો

ટુંક સમયમાં તમામ નાગરિકોનાં ખાતામાં 15-15 લાખ જમા થશે, મોદીના મંત્રીની જાહેરાત

મુંબઇ : વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કાળાનાણાની માહિતી મેળવીને લોકોને બેંકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા ટ્રાન્સફર આપવામાં આવશે. હાલમાં સરકારનાં વર્ષથી વધારે સમય વીતી જવા છતા પણ આ વચન પુર્ણ નહી થવા અંગે વિપક્ષી દળ ભાજપ અને વડાપ્રધાન મોદી પર હૂમલો કર્યો છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ વિપક્ષનાં આ હૂમલાનો જવાબ આપ્યો છે. મહારાષ્ટ્રનાં સાંગલીમાં એક કાર્યક્રમ સંબોધિત કરતા રામદાસ આઠવલેને તમામ ખાતામાં 15-15 લાખ રૂપિયા આવ્યા હોવાનો મુદ્દો ઉઠાવ્યો. 

આઠવલેએ કહ્યું કે, ધીરે ધીરે તમામ ખાતાઓમાં 15-15 લાખ રૂપિયા આવી જશે. આઠવલેના અનુસાર તેમાં કેટલીક ટેક્નીકલ અચડણો આવી રહી છે. એટલી મોટી રકમ સરકારની પાસે નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ તેની પાસે રકમ માંગી રહી છે. નરેન્દ્ર મોદી ખુબ જ એક્ટિવ વડાપ્રધાન છે. 

અઠાવલેએ કોંગ્રેસની જીત અંગે કરી આ વાત
ત્રણ હિંદી ભાષી રાજ્યોમાં હાલની જ ચૂંટણીમાં કોંગ્રેસની જીતની પૃષ્ટભુમીમાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ રવિવારે સંકેત આપ્યો હતો કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી એક પરિપક્વ નેતા બની ચુક્યા છે. તેમણે તેમ પણ કહ્યું કે, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપની ચૂંટણીનાં પરાજય બાદ વડાપ્રધાન મોદી સાથે કોઇ જ લેવા દેવા નથી. 

અઠાવલેની પાર્ટી આરપીઆઇ(એ) રાજગનું એક ઘટક દળ છે. અઠાવલે થાણે જિલ્લાનાં કલ્યાણમાં પત્રકારો સાથે ચર્ચા કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ ત્રણેય રાજ્યોમાં એક સારી જીત પ્રાપ્ત કરી છે. તેઓ હવે પપ્પુ નથી પરંતુ પપ્પા બની ગયા છે. અઠાવલેએ કહ્યું કે, ચૂંટણીમાં હાર ભાજપની છે ન કે નરેન્દ્ર મોદીની. એક સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે, શિવસેનાને ભાજપની સાથે પોતાનું ગઠબંધન જાળવી રાખવું જોઇએ. જો આ ગઠબંધન ઇશ્યું નહી રહે તો શિવસેનાનું નુકસાન થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news