હાય લા...આ એક સરકારી યોજનાના કારણે ઘરમાં સાસુ-વહુમાં વધી ગયા ઝઘડા! 

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં અનેક વચનો  આપ્યા હતા. હવે સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમારના શપથ લીધા બાદ અપાયેલા વચનો પૂરા કરવાનો વારો આવ્યો છે. આ યોજનાઓમાં એક ગૃહ લક્ષ્મી યોજના પણ સામેલ છે. આ યોજના હેઠળ ઘરની દરેક મહિલા મુખિયાને 2000 રૂપિયા આપવામાં આવનાર છે. 

હાય લા...આ એક સરકારી યોજનાના કારણે ઘરમાં સાસુ-વહુમાં વધી ગયા ઝઘડા! 

કર્ણાટક સરકારે ગૃહ લક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ 2000 રૂપિયા દર મહિને ઘરની મુખ્યાને મળવાના છે. આ પ્રસ્તાવિત યોજનાના કારણે હાલ તો અજાણતા જ અનેક ઘરોમાં સાસુ વહુ વચ્ચે જાણે લડાઈ છેડાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પરિવાર એ વાત પર ચર્ચા કરી રહ્યા છે કે આ પ્રોત્સાહન રકમ કોને મળવી જોઈએ. ઘરની મુખિયા સાસુને 2000 રૂપિયા મળશે એ જાણીને વહુઓની ભમરો ઊંચી ચડી ગઈ છે. અનેક વહુઓ સાસુથી અલગ રહેવા માટે ઝઘડી રહી છે જેથી કરીને અલગ થઈને પરિવારની મુખિયા થઈ જાય અને તેમને પણ દર મહિને 2000 રૂપિયાનો લાભ મળી શકે. અનેક વહુઓ એ વાત ઉપર પણ અડી ગયેલી છે કે સાસુને જે રૂપિયા મળે તેમાંથી અડધી રકમ તેમને આપવામાં આવે. 

જ્યારે મહિલા અને બાળ વિકાસ મંત્રી લક્ષ્મી હેબ્બલકરને આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે આ નિર્ણય પરિવારે લેવાનો છે. પરંતુ બાદમાં સ્પષ્ટ કર્યું કે પૈસા આદર્શ રીતે સાસુને મળવા જોઈએ કારણ કે તેમને મહિલા પ્રધાન ગણવામાં આવે છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે જો તેઓ ઈચ્છે તો પૈસા વહુ સાથે શેર કરી શકે છે. 

પીડબલ્યુ મંત્રી સતીષ જારકીહોલીએ પણ હેબ્બલકર સાથે સહમતિ વ્યક્ત કરતા કહ્યું કે પૈસા સાસુને મળવા જોઈએ કારણ કે તેઓ પરિવારના મુખિયા છે. મહિલા કાર્યકરોએ મહેસૂસ કર્યું કે  પરિવારની મહિલા મુખિયા કોણ છે તેના પર સહમતિ ન  હોવા પર સાસુ અને વહુ વચ્ચે રકમ શેર થવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news