કાશ્મીર ફાઇલ્સની જેમ રામમંદિર આંદોલન પર પણ બનશે ફિલ્મ! સાધ્વી ઋતંભરાએ આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
તેમણે જણાવ્યું છે કે, જે રીતે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં કાશ્મીરની સ્થિતિને બતાવી છે, એવી જ રીતે રામ મંદિરના 500 વર્ષના સંઘર્ષ પર ફિલ્મ બનવી જોઈએ. જેના કારણે લોકોને ખબર પડે કે, આપણા પૂર્વજોએ હજારો વર્ષો સુધી રામ મંદિર માટે અભિયાન ચલાવ્યું.
Trending Photos
નવી દિલ્હી: તાજેતરમાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ દેશભરમાં ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મને પીએમ મોદીથી લઈને અનેક નેતાઓ પ્રશંસા કરી ચૂક્યા છે. હવ આ મુદ્દાને લઈને સાધ્વી ઋતંભરાએ એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું છે કે, જે રીતે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં કાશ્મીરની સ્થિતિને બતાવી છે, એવી જ રીતે રામ મંદિરના 500 વર્ષના સંઘર્ષ પર ફિલ્મ બનવી જોઈએ. જેના કારણે લોકોને ખબર પડે કે, આપણા પૂર્વજોએ હજારો વર્ષો સુધી રામ મંદિર માટે અભિયાન ચલાવ્યું.
રામ મંદિર સંઘર્ષ પર બને ફિલ્મ
ઉદયપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં સાધ્વી ઋતંભરાએ લોકોને સંબોધન કર્યા હતા. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં સાધ્વી ઋતંભરાએ જણાવ્યું કે, રામ મંદિર માટે સંઘર્ષ કઈ ઓછો નહોતો. આ મુદ્દા ઉપર પણ એક ફિલ્મ બનશે તો લોકોને ખબર પડશે કે મંદિર માટે કેવી રીતે સંઘર્ષ કરવામાં આવ્યો.
500 વર્ષ સુધી ચાલેલા આંદોલનનો સુખદ અંત
સાધ્વી ઋતંભરાએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે ભાગ્યશાળી છીએ કે રામ મંદિરનું નિર્માણ થતા જોઈ રહ્યા છીએ. 500 વર્ષ સુધી ચાલેલા આંદોલનનો સુખદ અંત આવ્યો. સાધ્વી ઋતંભરાએ વઘુમાં જણાવ્યું કે, ધ કાશ્મીર ફાઈલ્સની જેમ રામ મંદિર આંદોલન ઉપર પણ એક ફિલ્મ બનવી જોઈએ, જેનાથી લોકોને આ આંદોલનની હકીકત પણ ખબર પડે. તેમણે જણાવ્યું કે, દેશ યોગ્ય દિશામાં આગળ વઘી રહ્યો છે અને રાજ્ય પોતાનું કામ કરી રહ્યું છે.
કાશ્મીર પંડિતોના જખમ 32 વર્ષ પછી પણ ભરાયા નથી
ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પર નિવેદન આપતા સાધ્વી ઋતંભરાએ જણાવ્યું કે, આ ફિલ્મમાં જે દેખાડવામાં આવ્યું છે તે તો ખુબ જ ઓછું છે. કાશ્મીર પંડિતોના જખ્મ 32 વર્ષ પછી પણ રૂઝાયા નથી. તે દરમિયાન કાશ્મીરમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારને ભૂલવો ખુબ જ અશક્ય છે અને આ પાકિસ્તાનમાંથી લાવેલા લોકોએ શું કર્યું હતું? આ બધો અત્યાચાર આજ લોકોએ કર્યો. માતાઓ-બહેનો સાથે અમાનવીય વ્યવહાર કર્યો હતો. એવામાં જે પણ તેનો વિરોધ કરી રહ્યું છે તેને વિચારવું જોઈએ કે જુઠ્ઠાણાને પગ હોતા નથી.
રશિયા-યુક્રેન વિવાદ પર જણાવી મોટી વાત
તેની સાથે સાધ્વી ઋતંભરાએ જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયા વિવાદ વધી રહ્યો છે, તેમાં સીધું અને સ્પષ્ટ સમજી શકાય છે કે યુરોપ અને અમેરિકાએ યુક્રેનને યુદ્ધમાં ધકેલી દીધું. હવે બન્ને જણાં તમાશો જોઈ રહ્યા છે. સાધ્વીએ જણાવ્યું કે, અમેરિકાની આજ પ્રકારની પહેલાથી ફિતરત રહી છે કે બીજા દેશની ધરતીને યુદ્ધનું મેદાન બનાવી દો..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે