પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘુસણખોરો સામે શિવસેનાએ ખોલી ત્રીજી આંખ
શિવસેનાએ રાજ ઠાકરે અને તેના પક્ષ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના પર પણ નિશાન સાધ્યું છે. નોંધનીય છે કે એમએનએસ દ્વારા પોતાના માટે નવો ભગવા રંગનો ઝંડો પસંદ કરવામાં આવ્યો છે
Trending Photos
મુંબઈ : શિવસેના (Shiv Sena)એ પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘુસણખોરોને કાઢી મુકવાની ડિમાન્ડ કરીને તેમની વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું છે. શિવસેનાએ પક્ષના મુખપત્ર સામના (Saamana)માં છપાયેલા એડિટોરિયલમાં કહ્યું છે કે પાકિસ્તાની અને બાંગ્લાદેશી મુસ્લિમો (Muslim)ને દેશની બહાર કાઢી મુકવા જોઈએ અને એમાં કોઈ બે મત ન હોવો જોઈએ. આ તંત્રીલેખમાં શિવસેનાએ રાજ ઠાકરે અને તેના પક્ષ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS) પર પણ નિશાન સાધ્યું છે. નોંધનીય છે કે એમએનએસ દ્વારા પોતાના માટે નવો ભગવા રંગનો ઝંડો પસંદ કરવામાં આવ્યો છે
તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે ''દેશમાં ઘુસેલા પાકિસ્તાની અને બાંગ્લાદેશી મુસ્લિમોને બહાર કાઢી મુકવા જોઈએ અને એમાં કોઈ બે મત નથી. જોકે આ માટે કોઈ રાજકીય પક્ષે પોતાનો ઝંડો બદલવો એ કંઈક અનોખું છે. આ વાત જ એ તરફ ઇશારો કરે છે કે ગાડી પાટા પરથી ઉતરી રહી છે. રાજ ઠાકરે અને તેમને 14 વર્ષ જુની પાર્ટીએ મરાઠી મુદ્દા પર પક્ષની સ્થાપના કરી હતી પણ હવે તેમનો પક્ષ હિંદુત્વવાદ તરફ જતો દેખાઈ રહ્યો છે.''
શિવસેનાએ મરાઠી મુદ્દા પર બહુ કામ કર્યું છે પણ આમ છતાં એને ખાસ સફળતા નથી મળી. આ કારણે હવે શિવસેના પોતાની પાર્ટીને ભારતીય જનતા પાર્ટીના રંગે રંગવા માગે છે. આ રીતે જ રાજ ઠાકરે પણ પોતામા પક્ષનું નવીનીકરણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા હોય એમ લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે