ચમત્કારિક મંદિર! જ્યાં દિવસમાં 3 વાર શિવલિંગ બદલે છે રંગ, મનગમતા જીવનસાથી માટે લોકો માને છે માનતા
Hindu Temple: આ એક એવું શિવ ભગવાનનું મંદિર છે જ્યાં શિવલિંગ દિવસમાં ત્રણવાર રંગ બદલે છે.
Trending Photos
હિન્દુ ધર્મમાં ભગવાન અને મંદિરો સંલગ્ન અનેક રહસ્યો જોડાયેલા છે. જે આજે એક વૈજ્ઞાનિક યુગમાં પણ લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. અનેક જગ્યાઓ પર એવા ચમત્કાર જોવા મળે છે જેને વૈજ્ઞાનિકો પણ સમજી શક્યા નથી. ભારતના રાજસ્થાનમાં આવું જ એક શિવ ભગવાનનું મંદિર છે જ્યાં શિવલિંગ દિવસમાં ત્રણ વાર રંગ બદલે છે. રાજસ્થાનના મંદિરમાં શિવલિંગના રંગ બદલવાના ચમત્કારના કારણે તે શ્રદ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર બનેલું છે. આ મંદિરના શિવલિંગના અદભૂત દ્રશ્યને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.
શિવલિંગ બદલે છે રંગ
જ્યાં શિવલિંગ રંગ બદલે છે એવું કહેવાય છે તે મંદિર રાજસ્થાનના ધૌલપુરમાં ચંબલના બીહડોમાં આવેલું છે. આ ચમત્કારિક મંદિરને અચલેશ્વેર મહાદેવ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. બીહડોમાં હોવાના કારણે આ મંદિરની મુલાકાતે ઓછા લોકો આવતા હતા. પરંતુ શિવલિંગના આ ચમત્કારના કારણે આ મંદિરમાં હ વે શ્રદ્ધાળુઓનો જમાવડો થવા લાગ્યો છે. અહીં શ્રાવણ મહિનામાં વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવે છે.
અચલેશ્વર મહાદેવ મંદિરનું રહસ્ય
મંદિરની સ્થાપના અને તેના શિવલિંગની સ્થાપના સંલગ્ન કોઈ સટીક જાણકારી ઉપલબ્ધ નથી. જો કે આ મંદિર લગભગ એક હજાર વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. મંદિરમાં શિવલિંગની ઊંડાઈ જાણવા માટે ખોદકામ કરાયું પરંતુ અનેક દિવસો સુધી ખોદકાર કરવા છતાં અંતિમ છેડા સુધી પહોંચી શકાયું નહીં. અત્રે જણાવવાનું કે મંદિરના શિવલિંગની ઊંડાઈની ભાળ મેળવવા માટે ખોદકામ પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓએ કરાવ્યું હતું.
દિવસમાં 3વાર અલગ અલગ રંગમાં જોવા મળે છે શિવલિંગ
રાજસ્થાનના અચલેશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ દિવસમાં ત્રણવાર અલગ અલગ રંગમાં જોવા મળે છે. આ શિવલિંગ સવારે લાલ રંગમાં જોવા મળે છે. સાંજે કેસરિયા રંગમાં અને રાતે શ્યામ રંગમાં જોવા મળે છે. શિવલિંગના રંગ બદલાવવાની પાછળ કારણ શું છે તે હજુ વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથઈ. એવી માન્યતા છે કે આ રહસ્યમયી શિવલિંગના દર્શનથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી થાય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે