આ વસ્તુના હદથી વધારે ઉપયોગથી તમારા માથા પર ઉગશે શિંગડા !

દિલ્હીનાં રહેવાસી જતિન ગોયલનો મોટા ભાગનો સમય ફોન ઉપયોગ કરવામાં જ પસાર થાય છે, જતીનને ખબર નથી કે મોબાઇલ અને લેપટોપનો વધારે પડતો ઉપયોગ તેને નુકસાનકારક સાબિત થઇ શકે છે

આ વસ્તુના હદથી વધારે ઉપયોગથી તમારા માથા પર ઉગશે શિંગડા !

રૂફી જૈદી / નવી દિલ્હી : દિલ્હીનાં રહેવાસી જતિન ગોયલનો મોટા ભાગનો સમય ફોન ઉપયોગ કરવામાં જ પસાર થાય છે. જતિન જાણે છે કે મોબાઇલ ફોનનો વધારે ઉપયોગ ખતરનાક સાબિત થઇ શકે છે પરંતુ તેમ છતા પણ પોતાનાં કામના કારણે તે મોબાઇલથી દુર નથી રહી શકતા. જતિન ફોન કરીને ઝુકીને કામ કરે છે અને તેને અહેસાસ થઇ રહ્યો છે કે તેનાં કારણે તેના માથાનાં પાછળનાં હિસ્સામાં દર્દ થઇ રહ્યું છે. 

SKMCHમાં નીતિશકુમારની મુલાકાત અગાઉ જ મોટી સંખ્યામાં મૃતદેહો બાળવામાં આવ્યા હતાં, સ્થાનિકોનો દાવો
રિસર્ચમાં 1200થી વધારે લોકોનાં એક્સ-રેનો સમાવેશ કરવામાં આવ્યો.
જો તમે પણ પોતાનાં ફોનથી દુર નથી રહેતા તો આ સમાચાર તમારા માટે ખુબ જ જરૂરી છે. એક પરેશાન કરનારો અહેવાલ સામે આવ્યો છે. આ સંશોધન જણાવે છે કે મોબાઇલથી વધારે ઉપયોગથી યુવાનોનાં માથામાં સિંગડા ઉગી રહ્યા છે. જી હાં, જે યુવા માથાને વધારે નમાવીને મોબાઇલ અથવા લેપટોપનો પ્રયોગ કરી રહ્યા છે, તેમની ખોપડીમાં શિંગડું વિકસીત થઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની એક યૂનિવર્સિટીનાં રિપોર્ટમાં સામે આવ્યું કે, 18 વર્ષથી 30 વર્ષની આયુના લોકોમાં સીંગડા જેવી હડ્ડી વિકસિત થઇ રહી છે. આ રિસર્ચમાં 18થી 86 વર્ષ સુધીનાં 1200 લોકોનાં એક્સ-રેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

BJP સાંસદ મનોજ તિવારીને મળ્યો ધમકીભર્યો SMS, 'હું તમારી હત્યા કરી નાખીશ'
મોબાઇલ હવે કંકાલ સ્તર પર પણ પરિવર્તન લાવી રહ્યો છે. 
આ રિસર્ચના અનુસાર મોબાઇલ ફોનનો ઉપયોગ કરનારા યુવાનોનાં માથાના સ્કેનમાં ખુબ જ ચોંકાવનારુ સત્ય સામે આવ્યું છે. એવા માથામાં હવે સીંગ ઉગવા લાગ્યા છે. મોબાઇલ હવે કંકાલના સ્તરમાં પરિવર્તન કરી રહ્યા છે. સંશોધનમાં 18થી 30 વર્ષનાં એવા યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે આખો દિવસભર મોબાઇલ પર અનેક કલાક પસાર કરે છે. દિલ્હીનાં સર ગંગારામ હોસ્પિટલનાં ન્યૂરોલોજિસ્ટ ડૉ. ઇશ આનંદે આ પ્રક્રિયાને સમજાવ્યું.
યોગાભ્યાસ કરે છે કે લોકોને ડરાવે છે આ મહિલાઓ, કાચાપોચા ન જોતા આ VIDEO
મોબાઇલના વધારે પડતા ઉપયોગથી માથાના હાડકારી સંરચના બદલી રહી છે
ડૉ. ઇશ આનંદે જણાવ્યું કે, સ્પાઇનથી શરીરનું વજન શિફ્ટ થઇને માથાની પાછળની માંસપેશીઓ સુધી જાય છે. તેનાથી કનેક્ટિંગ ટેંડન અને લિગામેન્ટ્સમાં હાકડા વિકસિત થાય છે. આનુ જ પરિણામ છે કે યુવાનોમાં હુક અથવા સીંગડાની જેમ હાડકા વધી રહ્યા છે, જે ગર્દનની ઉપર તરફ ખોપડીથી બહાર નિકળેલા છે. સર ગંગારામ હોસ્પિટલનાં ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટનાં ડૉ. રજત ચોપડાના અનુસાર મોબાઇલનાં જરૂરથી વધારે ઉપયોગનાં કારણે માથામાંથી શિંગડા જેવું હાડકુ નિકળી રહ્યું છે. આ હાકડાનાં કારણે માથાનો આકાર જ બદલાઇ જશે. જેના કારમે માથામાં દુખાવા જેવી સમસ્યાઓ પણ પેદા થઇ શકે છે. 

કોંગ્રેસમાં ધરખમ ફેરફાર!, આ દિગ્ગજ નેતા લઈ શકે છે રાહુલ ગાંધીની જગ્યા
પુરૂષો થાય છે વધારે પ્રભાવિત
સંશોધનમાં સંશોધકોનું પહેલુ પેપર જર્નલ ઓફ એનાટોમીમાં 2016માં છપાયું હતું. આ પેપરમાં 18થી 30 વર્ષની આયુ વર્ગનાં 216 લોગોનાં એક્સરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં 41 ટકા વયસ્કોનાં માથાના હાકડામાં વૃદ્ધી જોવા મળી. સાથે તે પણ જાણવા મળ્યું કે, સૌથી વધારે પુરૂષો જ તેનાથી પ્રભાવિત છે. 

J&K: શોપિયામાં છૂપાઈને બેઠેલા આતંકીઓ પર સુરક્ષાદળો કાળ બનીને તૂટી પડ્યા, 4 આતંકીઓ ઠાર
બીજા ડિાઇસ પણ તેટલા જ ખતરનાક
માત્ર મોબાઇલ જ નહી સંશોધકોનું માનવું છે કે સ્માર્ટફોનની જેમ બીજા ડિવાઇસ પણ પોતાની અસર છોડી રહ્યા છે. આ તમામ માણસનાં મુળભુત ઢાંચામાં પરિવર્તન કરી રહ્યા છે. સંશોધકોનો દાવો છે કે ટેક્નોલોજીનું માનવ શરીર પર પડતી પ્રતિકુળ અસરનું આ પોતાનાં પ્રકારનું પહેલુ સંશોધન છે. વર્ષ 2018માં બીજા પેપરમાં ચાર ટીનએજર્સનાં કેસ સ્ટડીને મુકવામાં આવ્યું હતું. જેના માથા પર શિંગ ઉગ્યા હતા. જેને સંશોધકોએ આનુવાંશિક માનવાનો ઇન્કાર કરી દીધો હતો. જો તમે પણ નથી ઇચ્છતા કે તમારા માથા પર સિંગડા ઉગે તો મોબાઇલ અને લેપટોપ જેવા ડિવાઇસનો ઉફયોગ ટાળવો જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news