ડોગ સ્ક્વોડ પર રાહુલની વિવાદીત ટ્વીટથી કોંગ્રેસી નેતાઓ પણ પરેશાન, સલાહકાર પર ઉઠ્યા સવાલ

યોગ દિવસના અવસરે આખી દુનિયા યોગમય બની ગઈ હતી અને દેશમાં પણ યોગની ધૂમ મચી હતી ત્યારે રાહુલ ગાંધીએ યોગ અને સેનાને લઈને કરેલી ટ્વીટથી ખુબ વિવાદ ઊભો  થયો છે. 

ડોગ સ્ક્વોડ પર રાહુલની વિવાદીત ટ્વીટથી કોંગ્રેસી નેતાઓ પણ પરેશાન, સલાહકાર પર ઉઠ્યા સવાલ

નવી દિલ્હી: યોગ દિવસના અવસરે આખી દુનિયા યોગમય બની ગઈ હતી અને દેશમાં પણ યોગની ધૂમ મચી હતી ત્યારે રાહુલ ગાંધીએ યોગ અને સેનાને લઈને કરેલી ટ્વીટથી ખુબ વિવાદ ઊભો  થયો છે. એટલું જ નહીં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પણ તેનાથી પરેશાન છે. પાર્ટી નેતા હવે એ નથી સમજી શકતા કે આખરે રાહુલ ગાંધીને આ ટ્વીટ દ્વારા શું સંદેશો આપવો હતો અને કઈ રીતે આ નુકસાન થઈ ગયું. કોંગ્રેસ નેતાઓનું માનવું છે કે રાહુલ ગાંધીની આ ટ્વીટ યોગ્ય નહતી અને તેનાથી રાજકીય સ્તરે પાર્ટીને નુકસાન થયું છે. ખાસ કરીને એવા સમયે કે જ્યારે પાર્ટી લોકસભા ચૂંટણીમાં સજ્જડ હાર બાદ સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે. 

રાહુલ ગાંધીએ સેનાની ડોગ યુનિટની યોગ કરતી તસવીર સાથે કેપ્શન ટ્વીટ કરી હતી કે 'ન્યૂ ઈન્ડિયા'. તેમણે આ ટ્વીટ દ્વારા કેન્દ્રની મોદી સરકાર પર હુમલાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ દાવ ઉલ્ટો પડ્યો અને તેને સેના અને યોગની મજાક ઉડાવવા તરીકે લેવાઈ ગઈ. શુક્રવારે મીડિયામાં આ વિવાદ બાદથી જ કોંગ્રેસ નેતાઓ પર એ ચર્ચા શરૂ થઈ ગઈ કે તેનાથી નુકસાન થશે. તમામ નેતાઓએ સર્વસંમતિથી સ્વીકાર્યં કે આ ભૂલ થઈ છે અને આ મુદ્દે કશું ન કહેવું જ સારું છે. 

જુઓ LIVE TV

એક કોંગ્રેસ લીડરે કહ્યું કે આ જ કારણ હતું કે પાર્ટીના કોઈ પણ નેતા કે પ્રવક્તા રાહુલ ગાંધીની ટ્વીટના બચાવમાં સામે ન આવ્યાં. જો કે પાર્ટીમાં હજુ પણ મુખ્ય ચિંતા રાહુલ ગાંધીની અને લોકસભામાં સજ્જડ હાર બાદ અધ્યક્ષ પદથી રાજીનામાની જાહેરાતનું છે. તેઓ હજુ પણ રાજીનામા પર મક્કમ છે જ્યારે પાર્ટી નેતાઓનું માનવું છે કે તેમણે પદ પર રહેવું જોઈએ. 

રાહુલના સલાહકાર પર ઉઠ્યા સવાલો
એકવાર ફરીથી પાર્ટીની અંદર રાહુલ ગાંધીના સલાહકારો પર સવાલ ઉઠ્યા છે. કહેવાય છે કે કોઈ પણ રાજકીય ભેજુ આ પ્રકારની પોસ્ટ કરવાની વાત ન કરે. કોંગ્રેસીઓનું માનવું છે કે પાર્ટી સતત સેલ્ફ ગોલ કરી રહી છે અને અધ્યક્ષનો જ કેઝ્યુઅલ વ્યવહાર નુકસાન પહોંચાડી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news