SKMCHમાં નીતિશકુમારની મુલાકાત અગાઉ જ મોટી સંખ્યામાં મૃતદેહો બાળવામાં આવ્યા હતાં, સ્થાનિકોનો દાવો

બિહારના મુઝફ્ફરપુરમાં આવેલી શ્રી કૃષ્ણ મેમોરિયલ કોલેજ હોસ્પિટલમાં મગજના તાવથી દર્દીઓ ઉભરાઈ રહ્યાં છે. આ બધા વચ્ચે હોસ્પિટલના  પરિસરમાંથી હાડપિંજર મળી આવ્યાં છે. ત્યારબાદથી સમગ્ર હોસ્પિટલ મેનેજમેન્ટના હાથપગ ફૂલી ગયા છે. આ મામલે તપાસના આદેશ પણ અપાયા છે. 
SKMCHમાં નીતિશકુમારની મુલાકાત અગાઉ જ મોટી સંખ્યામાં મૃતદેહો બાળવામાં આવ્યા હતાં, સ્થાનિકોનો દાવો

મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુરમાં આવેલી શ્રી કૃષ્ણ મેમોરિયલ કોલેજ હોસ્પિટલમાં મગજના તાવથી દર્દીઓ ઉભરાઈ રહ્યાં છે. આ બધા વચ્ચે હોસ્પિટલના  પરિસરમાંથી હાડપિંજર મળી આવ્યાં છે. ત્યારબાદથી સમગ્ર હોસ્પિટલ મેનેજમેન્ટના હાથપગ ફૂલી ગયા છે. આ મામલે તપાસના આદેશ પણ અપાયા છે. 

પરંતુ આ મામલે હવે નવો વળાંક આવ્યો છે. હકીકતમાં અહીંના સ્થાનિક લોકોનો દાવો છે કે સીએમ નીતિશકુમારની SKMCHની મુલાકાત અગાઉ જ મોટી સંખ્યામાં હોસ્પિટલના કેમ્પસમાં મૃતદેહો બાળી મૂકાયા હતાં. લોકોનું કહેવું છે કે એક ટ્રકમાં મૃતદેહો લવાયા અને બાળવામાં આવ્યાં હતાં. 

આ બાજુ  આ મામલે SKMCHમાં અત્યારે પણ સડેલા મૃતદેહો અને હાડકા પડ્યા છે. ખુલાસા બાદ પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી. SKMCHના એએસ એસકે શાહીનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ વિભાગ પ્રન્સિપાલને આધીન છે. હું તેમની સાથે વાત કરીશ અને તેમને આ માટે તપાસ કમિટી બનાવવા માટે જણાવીશ. 

જુઓ LIVE TV

જે રીતે SKMCHમાં હાડપિંજરો મળી આવ્યાં છે તેનાથી કહેવાય છે કે અજાણ્યા લોકોના મૃતદેહોની સાથે દુર્વ્યવહાર થાય છે. તેમના પોસ્ટમોર્ટમ બાદ તેમને હોસ્પિટલની પાછળ જ બાળી મૂકવામાં આવે છે. અધિક્ષકનું કહેવું છે કે આ મામલે માનવતા દર્શાવી જોઈએ. 

નિયમ મુજબ મૃતદેહોને સ્મશાનમાં જ બાળવા જોઈએ. પરંતુ જે રીતે માનવ કંકાલ મળ્યાં છે તે જોતા એવું લાગે છે કે SKMCHને જ સ્મશાન બનાવી દેવાયું છે. માનવતાને શર્મસાર કરતી જગ્યાથી એક નહીં પરંતુ અનેક હાડપિંજરો મળી આવ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news