ચૂંટણીઓમાં હાર પર સોનિયા ગાંધીનું મોટું નિવેદન, કહ્યું- જાણું છું કોંગ્રેસના નેતાઓની માનસિક હાલત!
5 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના જે પરિણામો આવ્યા ત્યારબાદ કોંગ્રેસ ફરીથી પોતાની ખામીઓ દૂર કરવાની કોશિશ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે પાર્ટીની અંદર દરેક સ્તર પર એકજૂથતા હોવી જરૂરી છે. જેથી કરીને પાર્ટી ફરીથી મજબૂત થઈ શકે.
Trending Photos
નવી દિલ્હી: 5 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના જે પરિણામો આવ્યા ત્યારબાદ કોંગ્રેસ ફરીથી પોતાની ખામીઓ દૂર કરવાની કોશિશ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે પાર્ટીની અંદર દરેક સ્તર પર એકજૂથતા હોવી જરૂરી છે. જેથી કરીને પાર્ટી ફરીથી મજબૂત થઈ શકે. મંગળવારે કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે દેશના લોકતંત્ર અને સમાજ માટે કોંગ્રેસ પાર્ટીનું મજબૂત થવું જરૂરી છે.
સોનિયા ગાંધીએ ભાજપના ધ્રુવીકરણના એજન્ડા ઉપર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે તેઓ જાણે છે કે તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં હાર મળવાથી નેતાઓ કેટલા નારાજ છે. આ સાથે જ તેમણે ચિંતન શિબિર આયોજિત કરવા ઉપર પણ ભાર મૂક્યો. સોનિયા ગાંધીએ કહ્યું કે આગળનો રસ્તો વધુ પડકારભર્યો છે. આ આપણા સમર્પણ, લચીલાપણું અને પ્રતિબદ્ધતાની પરીક્ષા છે. આપણા મોટા સંગઠનના દરેક સ્તર પર એકજૂથતા હોવી જરૂરી છે. તે સુનિશ્ચિત કરવા માટે જે પણ જરૂરી હશે તે કરવા માટે પ્રતિબદ્ધ છું.
સોનિયા ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે 'આપણું ફરીથી મજબૂત થવું એ ફક્ત આપણા માટે જ મહત્વપૂર્ણ નથી પરંતુ તે આપણા લોકતંત્ર અને સમાજ માટે પણ જરૂરી છે.' 5 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં નિરાશાજનક પરિણામો બાદ કોંગ્રેસમાં એકવાર ફરીથી એકજૂથતાનો મુદ્દો ઉઠ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે તેઓ હાર બાદ નેતાઓની માનસિક સ્થિતિથી માહિતગાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે