આ મંદિરમાંથી આપમેળે કઈ રીતે નીકળે છે સંગીત? રહસ્ય જાણવા અંગ્રેજોએ મંદિરના થાંભલા કાપ્યા અને પછી...

The Musical Pillars Of The Vittala Temple: ભારતમાં આવેલાં અનેકવિધ મંદિરો પાછળ અનોખો ઈતિહાસ પણ છુપાયેલો છે. એ સાથે જ આ મંદિરોના નિર્માણ પાછળ કોઈને કોઈ દેવી-દેવતાનું રહસ્ય છુપાયેલું હોય છે. એની સાથો સાથ લોકોની આસ્થા પણ એટલી જ આ મંદિરો સાથે જોડાયેલી રહે છે. ત્યારે અહીં વાત કરવામાં આવી છે એક અનોખા વિષ્ણુ મંદિરની.

આ મંદિરમાંથી આપમેળે કઈ રીતે નીકળે છે સંગીત? રહસ્ય જાણવા અંગ્રેજોએ મંદિરના થાંભલા કાપ્યા અને પછી...

Unique Temple of Lord Vishnu: ભારતમાં લાખો મંદિરો આવેલાં છે. રોજ કરોડો લોકો આ મંદિરોમાં જઈને પોતાની આસ્થા અનુસાર ભગવાન અને શક્તિની ઉપાસના કરે છે. હજારો મંદિરો એવા પણ છે જ્યાં તેની સાથે કંઈક અલગ જ દંતકથાઓ જોડાયેલી હોય છે. કેટલાંક મંદિરો એવા પણ છે જેની સાથે કોઈકને કોઈક ચમત્કારની વાત જોડાયેલી હોય. આવું જ એક મંદિર પણ દર્શનાર્થીઓ માટે ચર્ચામાં રહ્યું છે. જે મંદિરમાંથી આપમેળે જ સંગીત સંભળાય છે. આ મંદિર છે વિષ્ણુ ભગવાનનું. ક્યાં આવેલું છે આ મંદિર? અને શું છે આ મંદિરની વિશેષતા જાણીએ આ અહેવાલમાં વિગતવાર...

ભારતમાં આવેલાં અનેકવિધ મંદિરો પાછળ અનોખો ઈતિહાસ પણ છુપાયેલો છે. એ સાથે જ આ મંદિરોના નિર્માણ પાછળ કોઈને કોઈ દેવી-દેવતાનું રહસ્ય છુપાયેલું હોય છે. એની સાથો સાથ લોકોની આસ્થા પણ એટલી જ આ મંદિરો સાથે જોડાયેલી રહે છે. ત્યારે અહીં વાત કરવામાં આવી છે એક અનોખા વિષ્ણુ મંદિરની. આ મંદિર આવેલું છે ભારતના કર્ણાટક રાજ્યમાં. જેનું નામ છે વિઠ્ઠલ મંદિર. કર્ણાટકના હમ્પી સંકુલના મંદિરોમાં આવેલાં વિઠ્ઠલ મંદિરની વિશિષ્ટ વિશેષતા એ છે કે તે પથ્થરથી બનેલા રથના આકારમાં છે અને તે પણ તેના દરેક ભાગને ખોલીને ગમે ત્યાં લઈ જઈ શકાય છે. પૂર્વ બાજુએ આવેલું, આ રથ જેવું મંદિર, તેનું વજન હોવા છતાં, પથ્થરના પૈડાની મદદથી ખસેડી શકાય છે.

આ મંદિરમાંથી વગાડે આપમેળે સંગીતઃ
જ્યારે રથ પર બાંધેલા થાંભલા વગાડવામાં આવે છે ત્યારે તેમાંથી સંગીત નીકળે છે. રંગ મંડપ અને 56 સંગીત સ્તંભોના થમ્પ કરીને સંગીત સંભળાય છે. અંગ્રેજો આ અવાજનું રહસ્ય જાણવા માંગતા હતા. આ માટે તેણે 2 થાંભલા કાપ્યા, પરંતુ તેને ત્યાં પોલા થાંભલા સિવાય કશું મળ્યું નહીં. મંદિર એ 15મી સદીની રચના છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. 

15મી સદીમાં થઈ હતી મંદિરની રચનાઃ
તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારે આવેલું આ મંદિર મૂળ દક્ષિણ ભારતીય દ્રવિડિયન મંદિરોની સ્થાપત્ય શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે. આ મંદિરનું નિર્માણ રાજા દેવરયા II (1422 થી 1446 એડી) ના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું અને તે વિજયનગર સામ્રાજ્ય દ્વારા અપનાવવામાં આવેલી શૈલીનું પ્રતીક છે. આ મંદિર વિષ્ણુ ભગવાનને સમર્પિત છે.

કર્ણાટકના હમ્પીમાં આવેલાં વિઠ્ઠલ મંદિરમાં મૂર્તિઓને અંદરના ગર્ભગૃહમાં રાખવામાં આવે છે અને અહીં ફક્ત મુખ્ય પૂજારી જ પ્રવેશ કરી શકે છે. નાનું ગર્ભગૃહ સામાન્ય લોકો માટે ખુલ્લું છે જ્યારે મોટા ગર્ભગૃહમાં સ્મારક શણગાર જોઈ શકાય છે. અન્ય આકર્ષણ મંદિરની આસપાસમાં હાજર પથ્થરનો રથ છે. તેને ગરુડ મંડપ કહે છે. મંદિર પરિસરમાં અનેક મંડપ, મંદિરો અને વિશાળ હોલ પણ બનાવવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news