Share Market Update: ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો

Share Market Today: અમેરિકામાં મજબૂત આર્થિક આંકડાઓ બાદ ભારતીય શેરબજારમાં અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે રેકોર્ડ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સે લગભગ 150 અંકની તેજી સાથે ટ્રેડ શરૂ કર્યો.

Share Market Update: ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો

Share Market Today: અમેરિકામાં મજબૂત આર્થિક આંકડાઓ બાદ ભારતીય શેરબજારમાં અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે રેકોર્ડ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સે લગભગ 150 અંકની તેજી સાથે ટ્રેડ શરૂ કર્યો. બુધવારે 63,915 અંક પર બંધ થનારા સેન્સેક્સ શુક્રવારે સવારે 64,068 અંક પર ખુલ્યો. બજાર ખુલ્યા બાદ ગણતરીની પળોમાં સેન્સેક્સે 64,414.84 પોઈન્ટનો હાઈ બનાવ્યો. સવારના સમયમાં સેન્સેક્સના 30માંથી 26 શેર લીલા નિશાન સાથે ટ્રેડિંગ કરતા જોવા મળ્યા.

Nifty એ 19100 ના સ્તરને પાર કર્યો
સેન્સેક્સની જેમ નિફ્ટીએ પણ 19100નો અંક પાર કરીને ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ બનાવ્યો. શુક્રવારે સવારે નિફ્ટી 19,076.85 અંક પર ખુલ્યો. નિફ્ટી આ સાથે જ 19,108.20 પોઈન્ટના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો. આ અગાઉ અમેરિકાના મજબૂત આર્થિક આંકડા આવવાથી માર્કેટ સેન્ટીમેન્ટમાં સુધારો આવ્યો છે. પહેલા ત્રિમાસિકમાં જીડીપીમાં વધારો, બેરોજગાર દાવાઓમાં ઘટાડો, અને અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજ દર જૂના સ્તર પર જ રાખવાથી મંદીની આશંકા ઓછી થઈ છે. જો કે આશા રખાઈ રહી છે કે ફેડ રિઝર્વ લાંબા સમય સુધી વ્યાજ દરને હાઈ લેવલ પર રાખી શકે છે. 

સેન્સેક્સના ટોપ ગેઈનર
સેન્સેક્સમાં ટોપ ગેઈનર શેરોમાં ઈન્ફોસિસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજીના શેર જોવા મળી રહ્યા છે. 

સેન્સેક્સ ટોપ લૂઝર
ટોપ લૂઝર શેરોમાં આઈસીઆઈસીઆઈ, આઈટીસી, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, કોટક બેંકના શેર જોવા મળ્યા છે. 

નિફ્ટી ટોપ ગેઈનર
નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીના ટોપ ગેઈનરમાં બજાજ ઓટો, ઈન્ફોસિસ, M&M, હિરો મોટો કોર્પ, ઈન્ડસઈન્ડ બેંક, જ્યારે ટોપ લૂઝર્સમાં અદાણી પોર્ટ, એચડીએફસી લાઈફ, ADANI ENT, બીપીસીએલ, એપોલો હોસ્પિટલના શેર જોવા મળ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news