Narada Sting Case: TMCના ચારેય નેતાને મળ્યા જામીન, દિવસભર ચાલ્યો હંગામો

નારદા સ્ટિંગ કેસમાં (Narada Sting Operation) સીબીઆઈની કાર્યવાહીના વિરોધમાં મમતા બેનર્જીએ કોલકત્તા ખાતે આવેલી સીબીઆઈ ઓફિસ બહાર ધરણા આપ્યા તો ટીએમસી સમર્થકોએ પથ્થરમારો કર્યો હતો. 
 

Narada Sting Case: TMCના ચારેય નેતાને મળ્યા જામીન, દિવસભર ચાલ્યો હંગામો

કોલકત્તાઃ નારદા સ્ટિંગ મામલામાં (Narada Sting Operation) સીબીઆઈની વિશેષ કોર્ટે  (CBI Special Court) ચારેય ટીએમસી નેતાઓને જામીન આપી દીધા છે. સીબીઆઈએ આજે (સોમવારે) દરોડા પાડ્યા અને નારદા સ્ટિંગ મામલા (Narada Scam) ની તપાસમાં ટીએમસીના મંત્રીઓ ફિરહાદ હકીમ અને સુબ્રત મુખર્જી અને ધારાસભ્ય મદન મિત્રા તથા પૂર્વ મંત્રી સોવન ચેટર્જીને કસ્ટડીમાં લીધા હતા. ધરપકડ બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી  (Mamata Banerjee) સીબીઆઈ ઓફિસ પહોંચ્યા અને ધરણા પર બેસી ગયા હતા. 

શું છે ઘટના?
સીબીઆઈએ સોમવારે સમાનાંતર દરોડા શરૂ કર્યાં અને નારદા સ્ટિંગ મામલાની તપાસમાં ટીએમસી મંત્રીઓ ફિરહાદ હકીમ અને સુબ્રત મુખર્જી તથા ધારાસભ્ય મદન મિત્રાને કસ્ટડીમાં લીધા. ત્યારબાદ મમતા બેનર્જી સીબીઆઈ કાર્યાલય પહોંચ્યા હતા. ટીએમસી નેતાઓની સાથે કોલકત્તાના પૂર્વ મેયર સોવન ચેટર્જીની પણ સીબીઆઈએ ધરપકડ કરી હતી. નારદા સ્ટિંગ ઓપરેશન  (Narada Sting Operation) મામલામાં ટીએમસી નેતાઓે સીબીઆઈ કાર્યાલય લાવવામાં આવ્યા હતા. ત્યાં કલાકો સુધી  હંગામો ચાલ્યો હતો. 

રાજ્યપાલે આપી હતી કેસ ચલાવવાની મંજૂરી
થોડા દિવસ પહેલા બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે સીબીઆઈને આ ટીએમસી નેતાઓ વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. ધનખડે ટીએમસીને કહ્યુ હતું કે, તેમને પોતાની શક્તિઓનો ઉપયોગ કરવા માટે મજબૂર ન કરવા જોઈએ. હવે ટીએમસી રાજ્યપાલ પર ગંભીર આરોપ લગાવી રહી છે. 

TMC એ ઉઠાવ્યા સવાલ
ટીએમસી સાંસદ અને વકીલ કલ્યાણ ચેટર્જીએ જણાવ્યુ કે, પાર્ટીના આ નેતાઓએ કેસમાં હંમેશા સીબીઆઈનો સહયોગ કર્યો છે. બેનર્જીએ કહ્યુ- સીબીઆઈનું કહેવું છે કે તેમણે ચારેયની ધરપકડ કરી છે કારણ કે તે તેની વિરુદ્ધ ચાર્જશીટ બનાવી રહી છે. જો તે ચાર્જશીટ બનાવી રહી છે તો તેનો અર્થ થયો કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે તો નેતાઓને કસ્ટડીમાં લેવાની જરૂર શું છે. ધરપકડની ફરજીયાત નોટિસ ક્યાં છે. આ ગેરકાયદેસર છે અને રાજનીતિથી પ્રેરિત છે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news