'Esselerator' : સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે સુભાષ ચંદ્રા ફાઉન્ડેશનની નવી પહેલ

Esselerator પ્રોગ્રામમાં મિડીયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ, મિડિયાટેક અને એજ્યુટેક ક્ષેત્રના ઉદ્યોગસાહસિકોને ઓળખીને તેમને પ્રોત્સાહન આપવામાં આવશે

  • રાજ્યસભાના MP સુભાષ ચંદ્રાએ મંગળવારે ‘Esselerator’ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે
  • આ પ્રોગ્રામ અંતર્ગત આશાસ્પદ ઉદ્યોગસાહસિકોને ઓળખીને તેમને પ્રોત્સાહન અપાશે
  • પહેલા રાઉન્ડમાં અરજદારોને ઓનલાઇન એપ્લિકેશન પછી શોર્ટલિસ્ટ કરવામાં આવશે

Trending Photos

'Esselerator' : સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે સુભાષ ચંદ્રા ફાઉન્ડેશનની નવી પહેલ

મુંબઈ : રાજ્યસભાના MP સુભાષ ચંદ્રાએ મંગળવારે ‘Esselerator’ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત સુભાષ ચંદ્રા ફાઉન્ડેશન આશાસ્પદ ઉદ્યોગસાહસિકોને ઓળખીને તેમને પ્રોત્સાહન આપશે. ડો. ચંદ્રાએ એસ્સેલ ગ્રુપની સ્થાપનાના 90 વર્ષની ઉજવણીના પ્રસંગે સુભાષ ચંદ્રા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી અને પારિવારીક સંપત્તિમાંથી રૂ. 5000 કરોડ ફાઉન્ડેશનની દાનપ્રવૃત્તિ માટે ફાળવી આપ્યા છે. 

Esselerator પ્રોગ્રામમાં મિડીયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ, મિડિયાટેક અને એજ્યુટેક ક્ષેત્રના ઉદ્યોગસાહસિકોને ઓળખીને તેમને પ્રોત્સાહન આપવામાં આવશે. આ પ્રોગ્રામનો હેતુ સ્ટાર્ટઅપને શરૂઆતના તબક્કામાં વિકસવા તેમજ સ્થાપિત થવામાં મદદ કરવાનો છે જેથી ભવિષ્યમાં તે સફળ કંપનીઓમાં પરિવર્તિત થઈ શકે. 

અનોખો વિચાર
Esselerator પ્રોગ્રામના લોન્ચિંગમાં ડો. ચંદ્રાએ જણાવ્યું છે કે 'એસ્સેલ ગ્રૂપે 90 વર્ષના કાર્યકાળમાં અનેક માઇલસ્ટોન ઉભા કર્યા છે જેની પાછળ એક વિઝન અને સતત જીવંત ઉદ્યોગસાહસિકતાની લાગણી છે. આપણે જ્યારે આ પ્રવાસમાં આગળ વધી રહ્યા છે ત્યારે અમારો હેતુ આ ગ્રુપના ઉદ્યોગસાહસિકતાને વારસાને પણ આગળ વધારવાનો છે. અમે આ વર્ષની શરૂઆતમાં સુભાષ ચંદ્રા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે જેથી આશાસ્પદ ઉદ્યોગસાહસિકો અને શિક્ષણક્ષેત્રના વિદ્વાનોને ટેકો આપી શકાય. Esselerator દ્વારા આ માટે TiE Mumbai સાથે પાર્ટનરશીપ કરવામાં આવી છે અને વાયદો છે કે નવી જનરેશનના વિચારકો અને સંસોધકોને શોધીને તેમને પ્રોત્સાહન આપવામાં આવશે.'

કઈ રીતે કરશો અરજી?
પહેલા રાઉન્ડમાં અરજદારોને ઓનલાઇન એપ્લિકેશન પછી શોર્ટલિસ્ટ કરવામાં આવશે. બીજા રાઉન્ડમાં પસંદ કરાયેલા ઉમેદવારોનો ઇન્ટરવ્યૂ Esselerator અને TiE Mumbai દ્વારા લેવામાં આવશે. આ પ્રોગ્રામ વિશેની વિગતવાર માહિતી Esseleratorની વેબસાઇટ www.subhashchandrafoundation.org/esselerator પર ઉપલબ્ધ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news