તાજ મહેલ ટુંક જ સમયમાં તેજ મંદિર બની જશે: વિનય કટિયાર

કટિયારે કહ્યું કે તાજ મહેલ અગાઉ શિવમંદિર હતું જેને મુગલશાસન દરમિયાન કબ્રસ્તાન બનાવી દેવામાં આવ્યું

તાજ મહેલ ટુંક જ સમયમાં તેજ મંદિર બની જશે: વિનય કટિયાર

નવી દિલ્હી : તાજમહેલ મુદ્દે ભાજપ સાંસદ વિનય કટિયારે એક વખત ફરીથી વિવાદિત નિવેદન આપ્યું છે. કટિયારે સોમવારે કહ્યું કે, ટુંક જ સમયમાં તાજ મહેલ તેજ મંદિરમાં પરિવર્તિત થઇ જશે. આગરામાં તાજ મહોત્સવ અંગે પુછવામાં આવતા કટિયારે કહ્યું કે, તેને તાજ મહોત્સવ કહો કે તેજ મહોત્સવ એક જ વાત છે. તાજ અને તેજમાં જાજો ફરક નથી. અમારા તેજ મંદિરને ઓરંગજેબે કબ્રસ્તાનમાં પરિવર્તિત કરી દીધું હતું. તાજ મહેલ ટુંક જ સમયમાં તેજ મંદિરમાં પરિવર્તિત થશે.

કટિયારે કહ્યું કે, તે સારી વસ્તું છે કે ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે તે તાજમહેલ ઓરંગઝેબનાં સમયમાં નહોતો. ત્યારે અહી મંદિર હતું. અગાઉ પણ વિનય કટિયારે, તાજ મહેલમાં શિવ મંદિર હોવાની વાત કરી હતી.  તાજ મહેલ પહેલા શિવ મંદિર હતું. ત્યારે મંદિરની અંદર એક શિવલિંગ પણ સ્થાપિત હતું. ત્યાર બાદ તેને હટાવી દેવામાં આવ્યું. ઉપરાંત પણ કેટલાક એવા ચિન્હો છે, જેનાં પરથી ભાળ મળે છે કે તાજમહેલ એક સમયે કબ્રસ્તાનનાં બદલે એક હિંદુ મંદિર હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, 10 દિવસીય તાજ મહોત્સવ આગરામાં 18 ફેબ્રુઆરીએ ચાલુ થઇ રહ્યું છે. આ કાર્યક્રમનાં ઉદ્ધાટન સમારંભમાં રાજ્યનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવી રહ્યા છે. ઉપરાંત ગવર્નર રામ નાઇક પણ હાજર રહેવાનાં છે. રામનાં જીવન પર આધારિત નૃત્ય નાટિકાથી આ સમારંભની શરૂઆત કરવામાં આવી શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news