પ્રથમ દિવસે ફુલ થયો આ IPO,લિસ્ટિંગ પર થશે 100% થી વધુ ફાયદો, GMP કરી રહ્યો છે ઇશારો

એનર્જી મિશન મશીનરીનો આઈપીઓ પ્રથમ દિવસે ફુલ થઈ ગયો છે. કંપનીનો આઈપીઓ પહેલા દિવસે 7 ગણાથી વધુ સબ્સક્રાઇબ થયો છે. આઈપીઓમાં કંપનીના શેરનો ભાવ 138 રૂપિયા છે. તો કંપનીના શેર ગ્રે માર્કેટમાં 140 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. 
 

પ્રથમ દિવસે ફુલ થયો આ IPO,લિસ્ટિંગ પર થશે 100% થી વધુ ફાયદો, GMP કરી રહ્યો છે ઇશારો

નવી દિલ્હીઃ એક નાની કંપની એનર્જી મિશન મશીનરીના આઈપીઓનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. એનર્જી મિશન મશીનરીનો આઈપીઓ પ્રથમ દિવસે ફુલ થઈ ગયો છે. કંપનીનો આઈપીઓ 9 મેએ સબ્સક્રિપ્શન માટે ઓપન થયો છે અને પહેલા દિવસે 7 ગણો વધુ દાવ લાગી ગયો છે. એનર્જી મશીનરીનો આઈપીઓ 13 મે સુધી ઓપન રહેશે. કંપનીના પબ્લિક ઈશ્યૂની કુલ સાઇઝ 41.15 કરોડ રૂપિયા છે. એનર્જી મિશન મશીનરીના શેર ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યાં છે. 

275 રૂપિયાની ઉપર લિસ્ટ થઈ શકે છે કંપનીના શેર
એનર્જી મિશન મશીનરીના આઈપીઓના શેરનો ભાવ 138 રૂપિયા છે. તો ગ્રે માર્કેટમાં કંપનીના શેર અત્યારથી 140 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. એનર્જી મિશન મશીનરીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ઈશારો કરી રહ્યું છે કે કંપનીના શેર 278 રૂપિયા નજીક લિસ્ટ થઈ શકે છે. એટલે કે આઈપીઓમાં જે ઈન્વેસ્ટરોને કંપનીના શેર એલોટ થશે, તે લિસ્ટિંગના દિવસે 100 ટકાથી વધુ ફાયદાની આશા કરી શકે છે. એનર્જી મિશન મશીનરીના આઈપીઓના શેરનું એલોટમેન્ટ 14 મેએ ફાઈનલ થશે. તો કંપનીના શેર ગુરૂવાર 16 ફેબ્રુઆરી 2024ના બજારમાં લિસ્ટ થશે. કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જના SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

7 ગણાથી વધુ સબ્સક્રાઇબ થઈ ગયો IPO
એનર્જી મિશન મશીનરીનો આઈપીઓ (Energy Mission Machineries IPO)પહેલા દિવસે 7.17 ગણો સબ્સક્રાઇબ થયો છે. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સનો કોટા 10.79 ગણો સબ્સક્રાઇબ થયો છે. જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) કેટેગરીમાં હિસ્સો 4.90 ગણો વધ્યો છે. જ્યારે, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) ક્વોટા 2.51 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ 1 લોટ માટે દાવ લગાવી શકે છે. આઈપીઓના એક લોટમાં 1000 શેર છે. એટલે કે રિટેલ ઈન્વેસ્ટરે કંપનીના આઈપીઓમાં 1.38 લાખ રૂપિયા લગાવવા પડશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news