ED એ FEMA કાયદાના ઉલ્લંઘન મુદ્દે જહુર વટાલીને 62 લાખનો દંડ ફટકાર્યો

પ્રવર્તન નિર્દેશાલય (ED) એ વિદેશી નાણા પ્રબંધન અધિનિયમ (FEMA) ના કથિત ઉલ્લંઘન મુદ્દે કાશ્મીરી ઉદ્યોગપતિ જહુર અહેમદ શાહ વટાલી પર 62 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ મુદ્દો HSBC બેંકની દિલ્હી શાખામાં વટાલી દ્વારા નિયમોના ઉલ્લંઘન કરતા પ્રવાસી બચત બેંક ખાતુ ખોલવા સંબંધિત છે.

ED એ FEMA કાયદાના ઉલ્લંઘન મુદ્દે જહુર વટાલીને 62 લાખનો દંડ ફટકાર્યો

નવી દિલ્હી : પ્રવર્તન નિર્દેશાલય (ED) એ વિદેશી નાણા પ્રબંધન અધિનિયમ (FEMA) ના કથિત ઉલ્લંઘન મુદ્દે કાશ્મીરી ઉદ્યોગપતિ જહુર અહેમદ શાહ વટાલી પર 62 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ મુદ્દો HSBC બેંકની દિલ્હી શાખામાં વટાલી દ્વારા નિયમોના ઉલ્લંઘન કરતા પ્રવાસી બચત બેંક ખાતુ ખોલવા સંબંધિત છે.

મુંબઇ એપાર્ટમેન્ટથી કુદીને અભિનેત્રીની આત્મહત્યા, કામ નહી મળતા હતી નિરાશ
એજન્સીના અનુસાર તેણે તપાસ પુરી થયા બાદ ફેમાના ઉલ્લંઘન મુદ્દે વટાલીને અંતિમ કારણદર્શક નોટિસ ઇશ્યું કરી હતી. વટાલી આતંકવાદીઓ માટે કથિત રીતે નાણા પુરા પાડવા અને પાકિસ્તાનના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા અને તેના પ્રમુખ હાફિઝ સઇદ સાથે કથિત સંપર્કમાં હોવાનાં કારણે ઇડી અને રાષ્ટ્રીય તપાસ એજન્સીઓનાં વર્તુળમાં છે. વટાલી હાલ જેલમાં છે.

મોદી સરકારનો ચમત્કાર, બેંકોના ડુબેલા 1.21 લાખ કરોડ પાછા આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇડીના અનુસાર જહુર અહેમદ શાહ વટાલીના પરિવારની 1.48 કરોડ રૂપિયાની જંગમ મિલ્કત અને દિલ્હીમાં જમ્મુ કાશ્મીર બેંકની શાકામાં તેની 25 લાખ રૂપિયાની જમા રકમને જપ્ત કરી લેવામાં આવી છે. મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) હેઠળ સંપત્તી જપ્ત કરવા માટેનાં નિર્દેશ અપાયા હતા.

નાણામંત્રી: સરકારની મોટી જાહેરાત, વિલય બાદ માત્ર 12 સરકારી બેંકો જ રહેશે
આ પ્રકારે ઇડીએ 16 એપ્રીલ 2019ના દિવસે જહુર વટાલીની 6.18 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તી એટેચ કરી હતી. કાશ્મીર મુળનાં ઉદ્યોગપતિ જહુર અહેમદ શાહ વટાલીની 60થી વદારે બેંક એકાઉન્ટ પણ ઇડીની રડાર પર છે. તે ઉપરાંત અનેક એવા લોકો છે, જેની વિરુદ્ધ ખુબ જ ઝડપથી મોટી કાર્યવાહી થવાની છે.

MP કોંગ્રેસ અધ્યક્ષ મુદ્દે ધમાસાણ : સિંધિયાની પાર્ટી છોડવાની ધમકી, પટવારી પર સર્વસંમતી
ઉદ્યોગપતિ જહુર અહેમદ શાહ વટાલીની ઘણી સંપત્તી હરિયાણાના ગુરૂગ્રામમાં પણ છે. ઇડીની ટીમમાં પહેલા પણ ગુરૂગ્રામમાં તેની એક સંપત્તીને એટેચ કરી હતી. ઇડીના અનુસાર જહુર અહેમદ શાહ વટાલીનો સંબંધ અનેક આતંકવાદી સંગઠનોની સાથે છે. જેમાં લશ્કર એ તોયબા, હિઝબુલ મુજાહિદ્દીન, જમાત ઉદ દાવા સહિત અનેક આતંકવાદી સંગઠનોનો સમાવેશ થાય છે. આરોપ છે કે જહુર આ તમામ સંગઠનો માટે હવાલા દ્વારા ફંડની વ્યવસ્થા કરાવતો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news