ગ્રાઉન્ડ રિપોર્ટ: કાલે સવારે 10 વાગ્યે આવશે NRCની પહેલી યાદી, 41 લાખ લોકોનાં જીવ તાળવે ચોંટ્યા
રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (NRC) લિસ્ટમાં આવતા પહેલા અસમમાં અનેક લોકોનો તણાવ વધી ગયો છે. એનઆરસી લિસ્ટમાં નામ નહી હોવાની આશંકાના કારણે લોકોને પોતાના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 31 ઓગષ્ટે સવારે 10 વાગ્યે એનઆરસીનું ફાઇનલ લિસ્ટ આવી જશે. આ યાદીમાં 41 લાખ લોકોને બહાર કરવામાં આવી શકે છે. હાલ આ લોકોનું ભવિષ્ય અધરમાં અટકેલું છે.
Trending Photos
ગુવાહાટી : રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (NRC) લિસ્ટમાં આવતા પહેલા અસમમાં અનેક લોકોનો તણાવ વધી ગયો છે. એનઆરસી લિસ્ટમાં નામ નહી હોવાની આશંકાના કારણે લોકોને પોતાના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 31 ઓગષ્ટે સવારે 10 વાગ્યે એનઆરસીનું ફાઇનલ લિસ્ટ આવી જશે. આ યાદીમાં 41 લાખ લોકોને બહાર કરવામાં આવી શકે છે. હાલ આ લોકોનું ભવિષ્ય અધરમાં અટકેલું છે.
ED એ FEMA કાયદાના ઉલ્લંઘન મુદ્દે જહુર વટાલીને 62 લાખનો દંડ ફટકાર્યો
એનઆરસી મુદ્દે ચિંતિત 55 વર્ષીય અંજલી છેલ્લા ત્રણ દિવસથી ન તો સારી રીતે ખાઇ શકે છે અને ન તો સારી રીતે ઉંઘી શકે છે. અંજલી દાસનું કહેવું છે કે પહેલી બે યાદીમાં તેનું અને તેના પરિવારનાં સભ્યોનું નામ હતું. પરંતુ ફાઇનલ લિસ્ટમાં તેના પરિવારનાં સભ્યોનું નામ હટાવી દેવામાં આવ્યું છે.
PMO ના પ્રિંસિપલ સેક્રેટરી પદથી સેવામુક્ત થયા નૃપેન્દ્ર મિશ્રા, પીકે સિન્હા બન્યા OSD
અંજલીનું કહેવું છે કે અમારી પાસે તમામ દસ્તાવેજો છે અને પહેલા બે યાદીમાં અમારુ નામ પણ હતું, પરંતુ હવે અંતિમ યાદીમાં અમારા પરિવારનાં સભ્યોનું નામ અચાનક હટાવી દેવામાં આવ્યું છે. અમને વિદેશી કહેવામાં આવી રહ્યા છે. અહીં કેવી રીતે સંભવ થઇ શકે છે અમારી પાસે ભારતીય હોવાની સાબિતી માટેનાં દસ્તાવેજો છે. મારા પિતાનું નામ અને એડ્રેસ બધું જ અહીંનું છે. અમે ખુબ જ તણાવમાં છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે