કોંગ્રેસ, શિવસેના, TMC, CPI અને CPM ના 12 રાજ્યસભા સાંસદ શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ

12 Rajya Sabha MPs Suspended: રાજ્યસભાના શિયાળુ સત્રના પ્રથમ દિવસે વિપક્ષી દળોના 12 સાંસદોને સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

Updated By: Nov 29, 2021, 03:58 PM IST
કોંગ્રેસ, શિવસેના, TMC, CPI અને CPM ના 12 રાજ્યસભા સાંસદ શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ

નવી દિલ્હીઃ 12 Rajya Sabha MPs Suspended: રાજ્યસભામાંથી હાલના શિયાળુ સત્રમાં વિપક્ષી દળોના 12 સાંસદને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમાં એલામારામ કરીમ (સીપીએમ), ફૂલો દેવી નેતમ, છાયા વર્મા, આર બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રસાદ સિંહ (કોંગ્રેસ), બિનોય વિશ્વમ (સીપીઆઈ), ડોલા સેન અને શાંતા છેત્રી (ટીએમસી), પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ (શિવસેના) સામેલ છે. 

આ સાંસદોના પાછલા ચોમાસુ સત્ર દરમિયાન હંગામાને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેની જાણકારી સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ રાજ્યસભાને આપી છે. રાજ્યસભામાંથી સસ્પેન્ડ થવા પર શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, અમારો પક્ષ જાણ્યા વગર કાર્યવાહી કરવામાં આવી છે. 

સંસદનું 19 જુલાઈથી શરૂ થયેલું ચોમાસુ સત્રને પૂર્વ નિર્ધારિત સમયથી બે દિવસ પહેલા અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. પેગાસસ જાસૂસી મામલો અને ત્રણ કૃષિ કાયદા સહિત વિભિન્ન મુદ્દા પર વિપક્ષી દળોના હંગામાને કારણે લોકસભામાં માત્ર 22 ટકા તો રાજ્યસભામાં માત્ર 28 ટકા કામકાજ થઈ શક્યું હતું. 

આજથી શરૂ થયું છે શિયાળુ સત્ર
સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. સત્ર શરૂ થતાં પહેલા સંસદ ભવન પરિસરમાં મીડિયાને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યુ- સંસદમાં સવાલ પણ હોય અને સંસદમાં શાંતિ પણ હોય. અમે ઈચ્છીએ છીએ કે સંસદમાં સરકાર વિરુદ્ધ, સરકારની નીતિઓ વિરુદ્ધ, જેટલો અવાજ મજબૂત થવો જોઈએ એટલો થાય, પરંતુ સંસદની ગરિમા, અધ્યક્ષ તથા આસનની ગરિમા... આ બધા વિષયનું આપણે આચરણ કરીએ, જે આવનારા દિવસોમાં દેશની યુવા પેઢીને કામ લાગે. 

આ પણ વાંચોઃ હવે આંદોલન થશે સમાપ્ત? સંસદના બંને ગૃહમાં કૃષિ કાયદા પરત લેવાનું બિલ પાસ, PM મોદીનું વચન પૂરુ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube