The most venomous snake in the world: દુનિયાના સૌથી ઝેરી સાપ, બસ એક દંશ અને ખેલ ખતમ...

દુનિયામાં કેટલાક એવા ઝેરી સાપ છે જેની સામે માણસ ન આવે તો જ સારૂ છે.આ સાપના એક દંશથી માણસ મોતના મુખમાં ધકેલાઈ જાય છે.

The most venomous snake in the world: દુનિયાના સૌથી ઝેરી સાપ, બસ એક દંશ અને ખેલ ખતમ...

ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયામાં સાપની 3000 પ્રજાતિઓ છે. પરંતુ તેમાંથી ફક્ત 375 જેટલા સાપ ઝેરી હોય છે.આ સાપનું ઝેર ફક્ત નુકશાન જ નહીં પણ મોત સુધી લઈ જાય છે. 375 ઝેરી સાપોમાંથી 200 ઝેરી સાપો એવા છે જે માણસને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.પરંતુ કેટલા એવા સાપ છે જે સામે આવી જાય તો મોત નિશ્ચિત માનવું.

બ્લેક માંબા (Black mamba)
વિશ્વનો સૌથી ઝેરી સાપમાંથી એક છે બ્લેક માંબા. બ્લેક માંબા 14 ફૂટ લાંબો હોય છે અને તેનું આયુષ્ય 11 વર્ષ સુધીનું હોય છે. બ્લેક માંબા સાપ એક વર્ષમાં હજારો મૃત્યુ માટે જવાબદાર છે. બ્લેક માંબાના ઝેરના માત્ર બે ટીપા સફળતાપૂર્વક કોઈ પણ માણસને મોતની સફરે લઈ જઈ શકે છે.આફ્રિકામાં જોવા મળતા બ્લેક માંબા 20 કિલોમીટર પ્રતિ કલાની ઝડપે દોડી માણસને ડંસે છે.

કોબ્રા (Cobra)
કોબ્રાનું ભારતીય નામ ‘નાગ’ છે.સામાન્ય રીતે ભારતીય કોબ્રાની લંબાઈ 1.7 મીટરથી 2.2 મીટર સુધીની હોય છે. કોબ્રાનો ખોરાક નાના સ્તનવર્ગનાં જીવો,સરકતા જીવો અને જળચર પ્રાણીઓ છે..કોબ્રા પોતાના શિકારને આજગરની જેમ આખો જ ગળી જાય છે. કોબ્રા ઝેરમા ન્યુરોટોક્સીની માત્રા ખુબ જ વ્યાપક હોય છે. જે સીધી જ્ઞાનતંતુઓ પર અસર કરી માંસપેશીઓ નિષ્ક્રિય કરે છે.જેથી શરીરને લકવો થઈ જાય છે.આ સાપ 3 મીટર દુરથી જ કોઈને પણ પોતાનો શિકાર બનાવી શકે છે.

પફ એડડર ( Puff Adder)
પફ એડડર સૌથી ઝેરી આફ્રિકન સાપની પ્રજાતિમાની એક છે.આ સાપના ડસવાથી મોટા ભાગના માણસોના મૃત્યુ નિપજે છે.પફ એડડરની લંબાઈ લગભગ 1 મીટર હોય છે. જેનો ખોરાક સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ અને ગરોળીઓ છે.આ સાપને ખુબ જ ખરાબ સ્વભાવના સાપ કહેવામાં આવે છે.જેથી પફ એડડર સાપ ક્યારે કેદમાં રહી સ્થાયી થવાનું પસંદ નથી કરતા.

કોસ્ટલ તાઈપાન (Coastal taipan)
કોસ્ટલ તાઈપાન પૃથ્વી પરનો સૌથી જીવલેણ અને ઝડપી સાપ છે.જેનું ઝેર ખુબ જ ઝડપથી ફેલાઈ 30 મીનિટમાં માણસને મોતને ઘાટ ઉતારી દે છે. કોસ્ટલ તાઈપાન ઓસ્ટ્રેલિયાનો સૌથી લાંબો અને ઝેરી સાપ છે.આ સાપની લંબાઈ વધુમાં વધુ 2.9 મીટર હોય છે.

ટાઈગર સ્નેક ( Tiger Snake)
ટાઇગર સ્નેક એટલે કે ટાઇગર સાપ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. તેના ડંખની 24 મિનિટ બાદ વ્યકિતનું મૃત્યુ થઈ જાય છે. . ટાઈગર સ્નેકની કુલ લંબાઈ આશરે 1.2 મીટર હોય છે.ટાઈગર સ્નેકમાં કોમન ટાઈગર સ્નેક, વેસ્ટર્ન ટાઈગર સ્નેક, ચેપલ આઇસલેન્ડ સ્નેક, કિંગ આઇસલેન્ડ સ્નેક સહિતની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.ટાઈગર સ્નેકના ડંખની એન્ટી વેનમ હોવા છતાંયે 77 ટકા લોકો ઝેરથી મરી જાય છે

બ્લુ ક્રેટ સાપ (Blue Krait)
આ સાપ બહુ જાણીતો નથી પરંતુ કોબ્રા કરતા પણ અનેકગણો ઝેરી હોય છે.એશિયામાં ઓછો જોવા મળતો સૌથી ઝેરી ભયંકર સાપ બ્લુ ક્રેટ છે.આ સાપ નીચાણવાળા વિસ્તારોથી 1200 મીટર ઉચાઇ સુધીમાં પોતાનું રહેઠાણ બનાવે છે.જેમાં ખાસ પાણીના સ્ત્રોતની રહેવાનું વધુ પસંદ કરે છે.ભારતીય ક્રેટને પણ બ્લુ ક્રેટના સામાન્ય નામથી પણ ઓળખવામાં આવે છે.પરંતુ સાપની આ સમાન જાતિ હોવા છતાં બંને સંપૂર્ણપણે અલગ છે.

સો-સ્કેલ વાઈપર સાપ (Saw-Scaled Viper)
આ સાપ આફ્રિકા, અરેબિયા અને દક્ષિણપશ્ચિમ એશિયાના ઉત્તર શુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. કદ નાનું હોવા છતાં  ગુસ્સો અને જીવલેણ ઝેર સો-સ્કેલ વાઈપરને ખતરનાક બનાવે છે.આ સાપ ખુબ ઝડપી શિકાર કરે છે.અને સો-સ્કેલ વાઈપરના કરડવાથી મૃત્યુદર ખુબ જ ઉંચો છે.માણસો માટે સો-સ્કેલ વાઈપર સાપ સૌથી ખતરનાક માનવામાં આવે છે.

હાઇડ્રોફિસ બેલ્ચેરી (Hydrophis belcheri)
દુનિયાનો સૌથી ઝેરી દરિયાઇ સાપ હાઇડ્રોફિસ બેલ્ચેરી છે.જમીન પરના ઝેરી સાપ કરતાં હાઈડ્રોફિસ બેલ્ચેરી સાપમાં 100 ગણો વધારે ઝેર હોય છે. બેલ્ચરનો સમુદ્ર સાપ મધ્યમ કદનો હોય છે જેની લંબાઈ 0.5થી 1 મીટર સુધીની હોય છે.આ પ્રજાતિનું નામ પ્રથમ વખત જ્હોન એડવર્ડ ગ્રેએ 1849માં રાખ્યું હતું.કદમાં પાતળા સાપના શરીર પર ઘાટા લીલાશ પડતા અથવા પીળા રંગના ક્રોસબેન્ડ્સ જોવા મળે છે.

ઇનલેન્ડ ટાયપન (Inland taipan)
સાંપોન દુનિયામાં ઈનલેન્ડ ટાયપનને સૌથી ખતરનાક માનવામાં આવે છે.ઈનલેન્ડ ટાયપનનો એક ડંસ 100 માણસો અને અઢી લાખ ઉંદરના જીવ લેવા માટે કાફી હોય છે.એટલે પ્રાર્થના કરવી કે આ સાપનો જીવનમાં ક્યારે સામનો ન થાય

રસેલ વાઈપર
આ ખરતનાક સાપનો આખી દુનિયામાં આતંક જોવા મળે છે.પરંતુ ભારત, ચીન અને દક્ષિણ પૂર્વ એશિયાના વિસ્તારોમાં વધુ જોવા મળે છે રસેલ વાઈપર સાપ.આ સાપનું ઝેર તેને વધુ ખતરનાક બનાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news