ભારતમાં મંદી આવવાની કોઈ શક્યતા નથી, સંસદમાં બોલ્યા નાણામંત્રી નિર્મલા સીતારમણ
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આપણે ક્યારેય આ પ્રકારની મોંઘવારીનો સામનો કર્યો નથી. તેના કારણે એવી સ્થિતિ બની કે આપણે બધા તે પ્રયાસમાં લાગ્યા કે વધુમાં વધુ લોકોને મદદ ઉપલબ્ધ કરાવી શકાય.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતની અર્થવ્યવસ્થા ન માત્ર દુનિયાના ઘણા દેશોથી સારી સ્થિતિમાં છે પરંતુ તે ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. આ વાત નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં કહી. તેઓ સંસદમાં મોંઘવારી પર ચર્ચા દરમિયાન વિપક્ષને જવાબ આપી રહ્યાં હતા. તેમણે કહ્યું કે ભારતમાં મંદીનો કોઈ ખતરો નથી. બ્લૂમબર્ગના સર્વે પ્રમાણે ભારતમાં મંદીની શક્યતા શૂન્ય છે. માત્ર એટલું જ નહીં નાણામંત્રીએ વિપક્ષ પર આરોપ લગાવ્યો કે મોંઘવારી પર ચર્ચા દરમિયાન માત્ર રાજકીય વાતો કરવામાં આવી. તેમણે કહ્યું કે આ દરમિયાન 30 સાંસદોએ વધતા ભાવ પર વાત કરી, પરંતુ આંકડા રજૂ કરવાની જગ્યાએ આ લોકો માત્ર રાજકીય મુદ્દા પર બોલતા રહ્યાં. નાણામંત્રી જ્યારે જવાબ આપી રહ્યાં હતા આ દરમિયાન કોંગ્રેસ સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કરી દીધુ.
મનીષ તિવારીએ કહી આ વાત
કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ કોંગ્રેસના વોકઆઉટને યોગ્ય ગણાવ્યું. તેમણે કહ્યું કે નાણામંત્રીનો જવાબ નિરાશાજનક હતો. સરકારનું વલણ આવું છે, જેમ દેશમાં મોંઘવારી જ નથી. લોકોને કોઈ મુશ્કેલી પડી રહી નથી. મનીષ તિવારીએ કહ્યુ કે જો દેશની 140 કરોડની વસ્તીની સમસ્યાઓ પર સવાલ ઉઠાવી રહેલા વિપક્ષને લઈને તમારો આ જવાબ છે તો અમે તમને કેમ સાંભળ્યે? તો શિરોમણિ અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલે કહ્યું કે મોંઘવારી પર ચર્ચા માટે સરકારે 10 દિવસ અને 150 કરોડ રૂપિયા બરબાદ કર્યાં. હવે તેમનો જવાબ પણ નિરાશ કરનારો છે. સરકારને મોંઘવારી નજર આવી રહી નથી, પરંતુ નોટબંધી અને કોવિડ લૉકડાઉન બાદ લોકો ખુબ પરેશાન છે.
આ પણ વાંચોઃ Monsoon Session: સંસદમાં મોંઘવારી પર ચર્ચા દરમિયાન આ સાંસદે ખાધુ કાચું રીંગણ, નોંધાવ્યો વિરોધ
સ્થિતિમાંથી બહાર આવવા માટે દેશવાસીઓને શ્રેય
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આપણે ક્યારેય આ પ્રકારની મોંઘવારીનો સામનો નથી કર્યો. તેના કારણે સ્થિતિ એવી બની કે આપણે બધા તે પ્રયાસમાં લાગ્યા કે વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં વધુમાં વધુ લોકોને મદદ મળે. તેમણે કહ્યું કે મેં ખુદ જોયુ હતું કે સાંસદો અને રાજ્ય સરાકારોએ તેમાં મોટી ભૂમિકા નિભાવી. નાણામંત્રીએ કહ્યું કે જો તેમ ન થાત તો ભારત પણ તે સ્થિતિમાં હોત, જે સ્થિતિમાં દુનિયાના ઘણા અન્ય દેશ છે. તેમણે કહ્યું કે હું તેનો શ્રેય દેશવાસીઓને આપીશ. આટલી વિપરીત સ્થિતિ છતાં આજે આપણે ઝડપથી વધતી અર્થવ્યવસ્થાના રૂપમાં ઓળખ બનાવી રહ્યાં છીએ.
હંગામા બાદ થઈ રહી હતી ચર્ચા
ઉલ્લેખનીય છે કે ઘણા દિવસના હંગામા બાદ સંસદમાં આજે મોંઘવારી મુદ્દે ચર્ચા થઈ. ત્યારબાદ સાંજે સાત કલાકે નાણામંત્રીએ આ મુદ્દે સંસદને સંબોધિત કરી. આ પહેલા આજના દિવસે હંગામા બાદ બંને ગૃહની કાર્યવાહી બપોરે 2 કલાક સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બાદમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કોંગ્રેસ સાંસદોનું સસ્પેન્સન પરત ખેંચ્યું અને પછી મોંઘવારી પર ચર્ચા શરૂ થઈ હતી. વિપક્ષ ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા મોંઘવારી પર ચર્ચાની માંગ કરી રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે