આ છે ભારતના અજીબો-ગરીબ બજાર, ક્યાંક છે મહિલા દુકાનદાર તો ક્યાંક ઝરણાંની વચ્ચોવચ વેચાય છે સામાન

આ છે ભારતના અજીબો-ગરીબ બજાર, ક્યાંક છે મહિલા દુકાનદાર તો ક્યાંક ઝરણાંની વચ્ચોવચ વેચાય છે સામાન

ખરીદીનો શોખ ધરાવતા લોકોને બજાર વિશે જાણકારી ભેગી કરવાનો શોખ હોય છે. તેમનુ પોતાનું શહેર હોય કે પછી કોઈ અન્ય શહેર કે પ્રદેશમાં ફરવા ગયા હોય. ત્યાંની લોકલ માર્કેટમાં ફરવાનું ખૂબ જ પસંદ હોય છે. કયા બજારમાં કયો સામાન સારો મળે છે, કઈ જગ્યાએ સામાન સસ્તો મળે છે અને ષહેરની કઈ માર્કેટ શેના માટે ફેમસ છે, આ બધી જ ખણખોદ કરીને લોકો પોતાની કૈરી બેગ તૈયાર કરીને પહોંચી જાય છે ખરીદી કરવા. ભારતના એવા ઘણા શહેર છે, જે પોતાના બજારના કારણે પ્રસિદ્ધ છે. જેમકે કોઈને ચામડાની વસ્તુ ખરીદવી હોય તો કાનપુર જવાનો વિચાર કરે. તેવી જ રીતે ચીકનકારી માટે લખનઉ પ્રસિદ્ધ છે. 

આખા દેશમાં તમને ચામડા અથવા ચિકનનાં કપડા મળી જશે પરંતુ જો તમે કાનપુર કે લખનઉ આવશો તો અહીંની વસ્તુ ચોક્કસથી ખરીદશે. પરંતુ ભારતમાં એવા ઘણા બજાર છે જે સામાન કરતાં ત્યાંના લોકેશન, ત્યાંના માહોલનાં કારણે ફેમસ છે. શું તમે કોઈ એવા બજારમાં ગયા છો જ્યાં માત્ર મહિલાઓ જ દુકાન સંભાળતી હોય. અથવા તો એવી જગ્યા જ્યાં બજાર જમીન પર નહીં પાણીમાં હોય? જો નહીં, તો તમને જણાવી દઈએ કે, ભારતમાં આવા પણ અજીબો-ગરીબ બજાર આવેલા છે.

મણિપુરનું ઈમા કીથેલ બજાર
મણિપુર ફરવા માટેની ખૂબ જ સુંદર જગ્યા છે. પરંતુ અહીં એક બજાર ખૂબ જ ફેમસ છે. જો મને મણિપુરમાં જાઓ તો રાજધાવી ઈમ્ફાલમાં આવેલા ઈમા કીથેલ બજારની મુલાકાત જરૂરથી લેજો. આ બજારમાં તમને માત્ર મહિલા દુકાનદાર નજરે પડશે. અહીં માત્ર મહિલાઓ જ દુકાન સંભાળે છે. ઈના કીથેલનો અર્થ છે ‘માતાનું બજાર’. આ દુનિયાનું સૌથી મોટુ મહિલા બજાર છે.

કન્નૌજનું અત્તર માર્કેટ
ઉત્તરપ્રદેશના કન્નૌજ જિલ્લામાં અત્તરનું બજાર આવેલુ છે. આ બજારમાં માત્ર અત્તર એટલે કે પર્ફ્યૂમ મળે છે. અહીં 650થી પણ વધુ પ્રકારના પર્ફ્યૂમ વેચાય છે. આ બજારનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે. રાજા હર્ષવર્ધનનાં સમયથી અહીં અત્તરનું બજાર ભરાય છે.

કાશ્મીરનું ડલ ઝીલ બજાર
કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. દર વર્ષે આ જ સ્વર્ગને જોવા માટે દેશ-પરદેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે. અહીંના પહાડો, લાકડાથી બનેલા ઘર,  હાઉસ બોટનો લુફ્ત ઉઠાવવાની મજા જ કંઈક અલગ છે. જો તમે પણ અહીં ફરવા આવો તો ડલ ઝીલની મુલાકાત ચોક્કસથી લેજો. આ બજારની ખાસ વાત એ છે કે, અહીં જમીન પર નહીં પરંતુ ઝરણાની વચ્ચોવચ બજાર આવેલા છે. લોકો નાવમાં બેસીને શાક વેચે અને ખરીદે છે.

અસમનું જૉનબીલ માર્કેટ
એક જમાનો હતો, જ્યારે રૂપિયાની આવિષ્કાર થયો ન હતો. તે દિવસોમાં બાર્ટર સિસ્ટમનું ચલણ છે. લોકો પોતાની જરૂરિયાતનો સામાન ખરીદતા હતા અને બદલામાં પોતાની પાસે જે સામાન હોય તે આપતા હતા. ઉદાહરણ તરીકે તમારી પાસે ચોખા હોય , તો ચોખા આપીને ઘઉંની ખરીદી કરી શકો છો. પરંતુ જો તમને કહેવામાં આવે કે, ભારતમાં આજે પણ આ સિસ્ટમ ચાલુ છે તો કદાચ તમે વિશ્વાસ નહીં કરો. આસામમાં જૉનબીલ માર્કેટ છે, જ્યાં આજે પણ વસ્તુની લેવડ-દેવડ કરીને ખરીદી કરવામાં આવે છે. 15મી સદીથી આ પ્રકારના બજારની શરૂઆત થઈ હતી, ત્યારથી આ જ પ્રકારે બજારનું સંચાલન થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news