મણિપુરમાં મધરાતે કુકી ઉગ્રવાદીઓ ઘાત લગાવીને CRPF બટાલિયન પર હુમલો કરતા 2 જવાન શહીદ
Trending Photos
એકબાજુ લોકસભા ચૂંટણી થઈ રહી છે અને બીજી બાજુ પૂર્વોત્તર રાજ્ય મણિપુરથી એક આઘાતજનક સમાચાર આવ્યા છે. કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે સંઘર્ષ સતત ચાલુ છે. મળતી માહિતી મુજબ કુકી ઉગ્રવાદીઓએ શુક્રવારે મધરાતે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) પર ઘાત લગાવીને હુમલો કર્યો. જેમાં બે CRPF જવાનો શહીદ થયા છે.
આ અંગે વધુ જાણકારી આપતા મણિપુર પોલીસે જણાવ્યું કે શુક્રવારે મોડી રાતે લગભગ સવા બે વાગ્યાની વચ્ચે કુકી ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં CRPF ના બે જવાનોના મોત થયા. આ બંને જવાનો મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના નારાનસેના વિસ્તારમાં તૈનાત CRPF ની 128મી બટાલિયનના હતા.
Two Central Reserve Police Force (CRPF) personnel lost their lives in an attack by Kuki militants starting from midnight till 2:15 am at Naransena area in Manipur. The personnel are from CRPF's 128 Battalion deployed at Naransena area in Bishnupur district in the state: Manipur…
— ANI (@ANI) April 27, 2024
આ અગાઉ ઉગ્રવાદીઓએ ત્રણ જિલ્લા કાંગપોકપી, ઉખરૂલ અને ઈમ્ફાલ પૂર્વના ટ્રાઈજંક્શન જિલ્લામાં એક બીજા પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં બે કુકુ સમુદાયના લોકોના મોત થયા હતા. ત્યારબાદ થૌબલ જિલ્લાના હેઈરોક અને તેંગનૌપાલ વચ્ચે 2 દિવસના ક્રોસ ફાયરિંગ બાદ ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના મોઈરંગપુરેલમાં ફરીથી હિંસા ભડકી. જેમાં કાંગપોકપી અને ઈંફાલ પૂર્વ બંનેના હથિયારબંધ ઉપદ્રવીઓ સામેલ હતા.
ગત વર્ષે ભડકી હતી હિંસા
ગત વર્ષે 3 મેના રોજ મૈતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતી (ST)દરજ્જાની માંગણીના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આયોજિત આદિવાસી એકજૂથતા માર્ચ બાદ ભડકેલી જાતિય હિંસા પછી મણિપુરમાં 180થી વધુ લોકો માર્યા ગયા છે. મણિપુરની વસ્તીમાં મૈતેઈ સમુદાયની સંખ્યા લગભગ 53 ટકા છે અને તેઓ મોટાભાગે ઈમ્ફાલ ઘાટીમાં રહે છે. જ્યારે આદિવાસીઓ જેમાં નાગા અને કુકી સામેલ છે તેઓ 40 ટકા છે અને મુખ્ય રીતે પહાડી જિલ્લાઓમાં રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે