Coronavirus: કોરોનાની વધી રહી છે દહેશત, મુંબઈમાં ફરીથી લાગશે લોકડાઉન? મંત્રી અસલમ શેખે આપ્યા સંકેત
મહારાષ્ટ્ર (Maharashtra) માં સતત વધી રહેલા કોરોના (Corona Virus) સંક્રમણે ચિંતા વધારી દીધી છે. સરકારે અનેક જગ્યાએ લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવો પડ્યો. મુંબઈ (Mumbai) માં પણ સ્થિતિ સારી નથી.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં સતત વધી રહેલા કોરોના (Corona Virus) સંક્રમણે ચિંતા વધારી દીધી છે. સરકારે અનેક જગ્યાએ લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવો પડ્યો. મુંબઈ (Mumbai) માં પણ સ્થિતિ સારી નથી. સરકાર લોકડાઉન (Lockdown) કે નાઈટ કરફ્યૂ જેવા આકરા નિર્ણય પર વિચાર કરી રહી છે.
કેબિનેટ મંત્રીએ આપ્યું આ નિવેદન
ઉદ્ધવ ઠાકરે સરકારમાં કેબિનેટ મંત્રી અસલમ શેખે (Aslam Shaikh) કહ્યું કે મુંબઈમાં જે રફતારથી કોવિડ-19ના કેસ વધી રહ્યા છે તે જોતા નાઈટ કરફ્યૂ કે કેટલાક વિસ્તારોમાં લોકડાઉન (Lockdown) ની શક્યતાઓને નકારી શકાય નહીં. વિધાન ભવન પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા અસલમ શેખે કહ્યું કે અધિકારીઓને લોકડાઉન પર નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે એટલે કે અધિકારી પોતાની સમજથી લોકડાઉન પર નિર્ણય લઈ શકે છે.
બીચ પર મસ્તી કરી શકો નહીં
મંત્રી અસલમ શેખે કહ્યું કે જો કોવિડ-19 સંક્રમણની ઝડપ આ રીતે ચાલુ રહી તો શહેરમાં નાઈટ ક્લબો બંધ થવાની શક્યતા છે. અમે નાઈટ કરફ્યૂ કે આંશિક લોકડાઉનની સંભાવનાથી ઈન્કાર કરી શકીએ નહીં. શેખે કહ્યું કે કોરોના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. માસ્ક ન પહેરનારાઓ પર કાર્યવાહી થઈ રહી છે. તેમણે કહ્યું કે ગેટવે ઓફ ઈન્ડિયા અને સમુદ્ર તટો પર લોકોની અવરજવર રોકી દેવાઈ છે.
દરરોજ આવી રહ્યા છે 1000થી વધુ કેસ
અત્રે જણાવવાનું કે મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી સતત દરરજોના 1000થી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. અધિકૃત આંકડા મુજબ મુંબઈમાં અત્યાર સુધીમાં 3,34,583 કોવિડ કેસ સામે આવ્યા છે. કોરોનાથી 11508 લોકોના મોત થઈ ચૂક્યા છે.
India reports 15,388 new COVID-19 cases, 16, 596 recoveries, and 77 deaths in the last 24 hours
Total cases: 1,12,44,786
Total recoveries: 1,08,99,394
Active cases: 1,87,462
Death toll: 1,57,930 pic.twitter.com/MOb1er3XWS
— ANI (@ANI) March 9, 2021
કોરોનાની લેટેસ્ટ સ્થિતિ
દેશમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15,388 કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,08,99,394 પર પહોંચ્યો છે. જેમાંથી 1,87,462 લોકો હજુ સારવાર હેઠળ છે. જ્યારે 1,08,99,394 લોકો સાજા થઈ ગયા છે. કોરોનાથી એક જ દિવસમાં 77 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,57,930 પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે