સરકાર બનાવ્યો પ્લાન, 59 લાખ લોકોને મળશે રોજગાર, ખર્ચ થશે 4400 કરોડ રૂપિયા

વ્યાપારી અને રાજકીય કારણોસર નિકાસકારોને વિદેશી ખરીદદારો દ્વારા બિન-ચુકવણીના જોખમો સામે નિકાસકારોને ધીરાણ વીમા સેવાઓ પ્રદાન કરીને નિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા 1957માં કંપની એક્ટ હેઠળ ECGCની સ્થાપના કરવામાં આવી હતી.

સરકાર બનાવ્યો પ્લાન, 59 લાખ લોકોને મળશે રોજગાર, ખર્ચ થશે 4400 કરોડ રૂપિયા

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના સમર્થ નેતૃત્વમાં સરકારે નિકાસ ક્ષેત્રને વધારે વેગવાન બનાવવા માટે સંખ્યાબંધ પગલાં લીધા છે. આ પ્રયાસોને આગળ ધપાવતા સરકારે આજે, ECGC લિમિટેડ (અગાઉ ભારતીય નિકાસ ધીરાણ બાંયધરી નિગમ લિમિટેડ તરીકે ઓળખાતી હતી) માં વધુ રૂપિયા 4,400 કરોડના મૂડી ઉમેરાની મંજૂરી આપી દીધી છે. આવનારા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન એટલે કે, નાણાકીય વર્ષ 2021-2022થી નાણાકીય વર્ષ 2025-2026 સુધીમાં આ મૂડી ઉમેરો કરવામાં આવશે. મંજૂરી આપવામાં આવેલા મૂડી ઉમેરાની સાથે સાથે, ઇનિશિઅલ પબ્લિક ઓફર (IPO)ના માધ્યમથી ECGCની લિસ્ટિંગની પ્રક્રિયા સાથે યોગ્ય તાલમેલ બેસાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં હોવાથી તેના કારણે નિકાસને વધારે સહકાર આપવા માટે ECGCની સ્વીકૃત ક્ષમતામાં વધારો થશે.

આગામી વર્ષે લિસ્ટેડ થશે કંપની
તેમણે એ પણ કહ્યું કે 500 કરોડ રૂપિયા તાત્કાલિક નાખવામાં આવશે અને કંપની આગામી વર્ષે લિસ્ટેડ થઇ શકે છે. મંત્રીએ એ પણ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં 21 સપ્ટેમ્બર સુધી નિર્યાત 185 અરબ ડોલરનું હતું.  

એક્સપોર્ટ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન (Export Credit Guarantee) ની રચના કોર્પોરેટ અને રાજકીય કારણોથી વિદેશી ખરીદદારો તરફથી ચૂકવણી ન થવાની સ્થિતિમાં નિર્યાતકોને લોન વિમા સેવાઓ પુરી પાડીને નિર્યાતને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું હતું. આ લોન લેનાર નિર્યાતકોના મામલે જોખમથી બચવાને લઇને બેંકોને પણ વિમો પુરો પાડવામાં આવે છે. 

વ્યાપારી અને રાજકીય કારણોસર નિકાસકારોને વિદેશી ખરીદદારો દ્વારા બિન-ચુકવણીના જોખમો સામે નિકાસકારોને ધીરાણ વીમા સેવાઓ પ્રદાન કરીને નિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા 1957માં કંપની એક્ટ હેઠળ ECGCની સ્થાપના કરવામાં આવી હતી. તે નિકાસકાર ધીરાણ લેનારાઓને કરવામાં આવતા નિકાસ ધીરાણના જોખમો સામે બેંકોને વીમા કવચ પણ પૂરું પાડે છે. ECGCનો પ્રયાસ ભારતીય નિકાસ ઉદ્યોગને તેના અનુભવ, નિપુણતા અને ભારતની નિકાસની પ્રગતિ તેમજ આધુનિકતા માટેની પ્રતિબદ્ધતા સાથે સમર્થન પૂરું પાડવાનો છે.

ECGC ખાસ કરીને જ્યાં વધારે શ્રમની જરૂરિયાત હોય તેવા ક્ષેત્રોમાં નિકાસને સમર્થન આપવા માટે વ્યાપક ભૂમિકા નિભાવે છે અને બેંકોને નાના નિકાસકારોના ઉદ્યોગોને ધીરાણ આપવા માટે પ્રોત્સાહિત કરે છે. આ પ્રકારે, તેમને પુનરુત્કર્ષ તરફ દોરી શકાય છે. ECGCમાં મૂડી ઉમેરાથી તે પોતાનું કવરેજ નિકાસ લક્ષિત ઉદ્યોગોમાં વિસ્તરણ કરી શકશે જેમાં ખાસ કરીને સઘન શ્રમની જરૂરિયાત હોય તેવા ક્ષેત્રો સુધી વિસ્તરણ શક્ય બનશે. 

મંજૂરી આપવામાં આવેલી રકમ હપતામાં ઉમેરવામાં આવશે અને તે પ્રકારે રૂ. 88,000 કરોડ સુધીના જોખમો ઉપાડવાની સ્વીકૃત ક્ષમતા વધારી શકાશે અને તેનાથી ECGC એવા વીમા કવચ ઇશ્યુ કરવા માટે સમર્થ બનશે જે આવનારા પાંચ વર્ષના સમયગાળામાં વર્તમાન રૂપરેખાને અનુરૂપ રૂ. 5.28 લાખ કરોડની વધારાની નિકાસને સમર્થન આપી શકે.

આ ઉપરાંત, ફેબ્રુઆરી 2019 માં વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલા 'રોજગારીમાં નિકાસ' અહેવાલના સંદર્ભમાં, રૂ. 5.28 લાખ કરોડની નિકાસ 2.6 લાખ લોકોને ઔપચારિક રોજગારી આપવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત, કામદારોની કુલ સંખ્યા (ઔપચારિક અને અનૌપચારિક બંનેમાં) વધીને 59 લાખ થઇ જશે તેવું પણ અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news