આવતીકાલથી Smartphones પર નહી ચાલે ઇન્ટરનેટ, ચેક કરો ક્યાંક તમારો ફોન સામેલ છે કે નથી

મીડીયા રિપોર્ટ્સના અનુસાર 30 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી કેટલાક ઇન્ટરનેટ યૂઝર્સ વર્લ્ડ વાઇડ વેબનો ઉપયોગ કરવામાં સક્ષમ થઇ શકશે નહી જો તે કોઇ જૂના ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા છે.

આવતીકાલથી Smartphones પર નહી ચાલે ઇન્ટરનેટ, ચેક કરો ક્યાંક તમારો ફોન સામેલ છે કે નથી

નવી દિલ્હી: મીડીયા રિપોર્ટ્સના અનુસાર 30 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી કેટલાક ઇન્ટરનેટ યૂઝર્સ વર્લ્ડ વાઇડ વેબનો ઉપયોગ કરવામાં સક્ષમ થઇ શકશે નહી જો તે કોઇ જૂના ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા છે. 30 સપ્ટેમ્બર 2021 ના રોજ ઘણા ડિવાઇસીસમાં IdentTrust DST Root CA X3 સર્ટિફિકેટ એક્સપાયર થઇ જશે, અને આ ગ્લોબલી ઇન્ટરનેટ યૂઝર્સને કેટલાક સેક્શન્સને પ્રભાવિત કરશે. લાખો જૂના ડિવાઇસ જેમકે જૂના Mac, iPhone, PlayStation 3 અને Nintendo 3DS ગેમિંગ કંસોલ,મ ઘણા સ્માર્ટ ટીવી, સેટ-ટોપ બોક્સ અને અન્ય 'સ્માર્ટ' ડિવાઇસ, અને અહીંયા સુધી કેટલાક PlayStation 4s પણ ઇન્ટરનેટ કનેટિવિટીથી વંચિત થવાની સંભાવના છે. 

લેટ્સ એનક્રિપ્ટ એક એનજીઓ છે જે ઇન્ટરનેટ અને તમારા ઉપકરણો- મોબાઇલ, લેપટોપ, પીસી વચ્ચે કનેક્શન એન્ક્રિપ્ટ કરવા માટે પ્રમાણપત્ર જાહેર કરે છે. પ્રમાણિત સુનિશ્વિત કરે છે તમારો ડેટા ઇન્ટરનેટ પર સુરક્ષિત છે અને હેકર્સને ચોરી કરવા અને અથવા તેના દુઉપયોગ કરતાં રોકે છે. જ્યારે પણ તમે કોઇપણ એવી વેબસાઇટ પર જાય છે જે  HTTPS થી શરૂ થાય છે, તો તેનો અર્થ એ છે કે વેબસાઇટ સુરક્ષિત છે. જોકે Let’s Encrypt એ 30 સપ્ટેમ્બરથી જૂના પ્રમાણપત્રનો ઉપયોગ બંધ કરવાની જાહેરાત કરી છે, તો જાણીએ આ તમને પ્રભાવિત કરશે કે નહી. 

શું તમે પ્રભાવિત થશે?
મોટાભાગના ઇન્ટરનેટ યૂઝર્સ માટે સર્ટિફિકેટ એક્સપાયરથી કશું થશે નહી, પરંતુ કેટલાક યૂઝર્સ પ્રભાવિત થશે. કોમ્યુટર અને બ્રાઉઝર જે નવા વર્જન પર અપડેટ નથી, તે 30 સપ્ટેમ્બર એટલે કે કાલથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે નહી. 

TechCrunch ના એક રિપોર્ટ અનુસાર મોટાભાગના કોમ્યુટર, ટેબલેટ અને સ્માર્ટફોન પ્રભાવિત થશે. જો અપ-ટૂ-ડેટ નહી હોય. નવા અને અપડેટેડ ડિવાઇસ તેનાથી પ્રભાવિત થશે નહી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. macOS 2016 અને વિંડોઝ એક્સપી (સર્વિસ પેક 3 સાથે) જૂના વર્જનને ચલાવનાર યૂઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

શું કરશો?
સર્ટિફિકેટ એક્સપાયર થયા બાદ 7.1.1 થી જૂના વર્જન પર ચાલનાર તમામ Android ડિવાઇસ પર ઇન્ટરનેટ પર નહી ચાલે. IPhones માટે, iOS 10 થી જૂના વર્જન પર ચાલનાર ડિવાઇસ પ્રભાવિત થશે. જો તમે પ્રભાવિત થતા નથી તો તાત્કાલિક પોતાના ડિવાઇસની તપાસ કરો અને જૂના વર્જન પર તમારુ ડિવાઇસ ચાલી રહ્યું છે, તો તેને અપડેટ કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news