યમુના એક્સપ્રેસ વે પર ઉભેલા ટ્રકમાં ઘૂસી ગઇ કાર, 2ના મોત

યૂપીના મથુરાના પોલીસ મહાવન વિસ્તારમાં સોમવારે રાત્રે યમુના એક્સપ્રેસ-વે (Yamuna Expressway) પર ભીષણ અકસ્માત (Road Accident) સર્જાયો હતો. એક્સપ્રેસ-વે પર માઇલ સ્ટોન-119 પાસે ઉભેલા ટ્રમાં પાછળથી કાર ઘૂસી ગઇ હતી.

Updated By: Dec 3, 2019, 09:03 AM IST
યમુના એક્સપ્રેસ વે પર ઉભેલા ટ્રકમાં ઘૂસી ગઇ કાર, 2ના મોત

મથુરા: યૂપીના મથુરાના પોલીસ મહાવન વિસ્તારમાં સોમવારે રાત્રે યમુના એક્સપ્રેસ-વે (Yamuna Expressway) પર ભીષણ અકસ્માત (Road Accident) સર્જાયો હતો. એક્સપ્રેસ-વે પર માઇલ સ્ટોન-119 પાસે ઉભેલા ટ્રમાં પાછળથી કાર ઘૂસી ગઇ હતી. અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યા છે. ગાડીની ગતિ એટલી ઝડપી હતી કે ટક્કર લાગતાં જ ગાડીને ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. તસવીરોમાં જોઇ શકાય છે કે ગાડીના આગળના ભાગનો ભુક્કો વળી ગયો છે. 

ગેંગસ્ટરની સાથે ચિકન પાર્ટી કરી રહ્યા પોલીસકર્મીઓ, હોટલમાં રેડ પાડી ખુલ્યું રહસ્ય

મૃતકોની ઓળખ ઇટાવા નિવાસી સંયોગ તિવારી (28) પુત્ર યોગેશ તિવારી અને મનીષ (29)ના રૂપમાં થઇ છે. સૂચના મળતાં પહોંચેલી મહાવન પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. મૃતકોના પરિવારજનોને સૂચના આપવામાં આવી છે. ઇન્ચાર્જ ઇન્સપેક્ટર રાજીવ કુમારે જણાવ્યું કે કાર સવાર બંને નોઇડાથી ઇટાવા જઇ રહ્યા હતા.

જે ટ્રક વડે કાર ટકરાઇ છે, તેમાં સામાન ભરેલો હતો, ટ્રક ખરાબ થઇ હોવાના લીધે એક્સપ્રેસ હાઇવેના રોડના કિનારે ઉભી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube