close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રોડ અકસ્માત

UP અને મહારાષ્ટ્રમાં બે ગમખ્વાર રોડ અકસ્માતમાં 11 લોકોના મોત, અનેક ઘાયલ

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં ગુરુવારે એક ભીષણ રોડ અકસ્માતમાં પાંચ લોકોના દર્દનાક મોત થયા છે. જ્યારે મહારાષ્ટ્રના સતારા નજીક પુણે-બેંગ્લુરુ નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે.

Sep 12, 2019, 11:14 AM IST

ઉત્તરાખંડ: ટિહરી ગઢવાલમાં શાળાની વાન ખાઈમાં ખાબકતા 9 વિદ્યાર્થીઓના મોત 

ઉત્તરાખંડમાં ટિહરી ગઢવાલમાં શાળાની એક વાન ખાઈમાં ખાબકતા 9 વિદ્યાર્થીઓના મોત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત કન્સાલી લમગાવ પાસે થયો છે. આ મેક્સ વાન વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી ત્યારે ખાઈમાં ખાબકી. વાનમાં 18 વિદ્યાર્થીઓ સવાર હતાં. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ 7 વિદ્યાર્થીઓના મોત થયા છે. એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત તથા બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

Aug 6, 2019, 10:39 AM IST
Mumbai Triple Accident Near Sayan PT47S

મુંબઇ: સાયન પાસે ત્રિપલ કારનો અકસ્માત, 8ને ગંભીર ઇજા

મુંબઇમાં સતત ખાબકી રહેલા મૂશળાધાર વરસાદના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સિયોનમાં ત્રણ કારનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 8 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માત ભારે વરસાદના લીધે લો વિજિબિલીટીના લીધે સર્જાયો હતો.

Jul 24, 2019, 09:55 AM IST

ટીવીના જાણીતા બાળ કલાકાર શિવલેખનું રોડ અકસ્માતમાં મોત, માતા-પિતા ગંભીર રીતે ઘાયલ

ટીવીના જાણિતા બાળ કલાકાર શિવલેખ સિંહના ફેન્સ માટે સમાચાર સામે આવ્યા છે. ગુરૂવારે એક રોડ અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું છે. શિવલેખ 'બાલવીર', 'સંકટમોચન હનુમાન' અને 'સસુરાલ સિમર કા' જેવા ટીવી સીરિયલમાં પોતાના શાનદાર અભિનય માટે જાણિતા હતા. 

Jul 19, 2019, 10:36 AM IST

શાળાના વિદ્યાર્થીઓની અક્સમાતથી બચવા માનવ સાંકળ બનાવી કરે છે હાઇવે ક્રોસ

જબુંસર રોડ પરના અકસ્માતના ભયના પગલે ડભાસા ગામની શાળાના વિદ્યાર્થીઓની અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માનવ સાંકળ રચી હાઇવે ક્રોસ કરવા પર મજબુર બન્યા છે. આમ તો પાદરા જબુંસર રોડ પર રોજ બરોજના અનેક અકસ્માત થાય છે. અને અનેક લોકોના જીવ જાય છે ત્યારે શાળાના વિધાર્થીઓ પણ એક જ માગ કરી રહ્યા છે કે, પાદરા જબુંસર હાઇવે ફોર લેન તત્કાળ બને તવે માગ કરવામાં આવી છે.

Jul 14, 2019, 09:09 PM IST

યમુના એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, બસ નાળામાં ખાબકતા 29 લોકોના મોત, અનેક ઘાયલ 

યમુના એક્સપ્રેસ વે પર રવિવારે મોડી રાતે ભીષણ રોડ અકસ્માત થયો. લખનઉથી દિલ્હી તરફ આવી રહેલી ડબલ ડેકર બસ રાતે ઝરણા નાળામાં ખાબકી.

Jul 8, 2019, 07:58 AM IST

બરેલી: ગમખ્વાર અકસ્માતમાં ઉત્તરાખંડના મંત્રીના પુત્રનું મોત, કારના ફુરચા ઉડી ગયાં

ઉત્તરાખંડના શિક્ષણમંત્રી અરવિંદ પાંડેના પુત્ર અંકુર પાંડનું આજે વહેલી સવારે રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે.

Jun 26, 2019, 11:55 AM IST

ઝારખંડ: ડ્રાઈવરને ઝોકું આવી ગયું અને બસ ખાઈમાં જઈ ખાબકી, 6ના મોત 39 ઘાયલ 

ઝારખંડના ગઢવા જિલ્લામાં આજે થયેલા એક ગમખ્વાર બસ અક્સમાતમાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે અને 39 લોકો ઘાયલ થયાં.

Jun 25, 2019, 08:36 AM IST

UP: લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો, ગાડી નહેરમાં ખાબકતા 6 બાળકો તણાઈ ગયાની આશંકા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઈન્દિરા નહેર પાસે મોટો અકસ્માત થયો છે. લગ્ન સમારંભમાંથી પાછી ફરેલી એક ગાડી નહેરમાં ખાબકી. આ ગાડીમાં 15થી 16 લોકો સવાર હતાં જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતાં. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં અડધા ડઝન જેટલા બાળકો નહેરમાં વહી ગયા છે. NDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. 

Jun 20, 2019, 09:36 AM IST

વિરમગામ-માલણવ હાઇવે પર ટેમ્પાનો અકસ્માત, 4 લોકોના કરૂણ મોત

માલવણ હાઇવે પાસે આવેલા નાની મજેઠી ગામ પાસે એક છોટા હાથી રોડની સાઇડમી ઉતરી જતા પલટી માર્યો હતો. આ અકસ્માતમાં 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 20 જેટલા લોકોને નાની મોટી ઇડાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

May 28, 2019, 05:51 PM IST

નડિયાદ: ચાલકે કાબુ ગુમાવતા કાર 25 ફુટ ખાડામાં ખબાકી, ચારના મોત

નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ બરોડા એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

May 10, 2019, 02:32 PM IST

પોર્ટુગલમાં ટુરિસ્ટ બસ પલટી જતા 28 લોકોના દર્દનાક મોત, અનેક ઘાયલ 

પોર્ટુગલના મેડિરા દ્વિપમાં એક પર્યટક બસ દુર્ઘટનાગ્રસ્ત થતા 28 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

Apr 18, 2019, 08:05 AM IST

યમુના એક્સપ્રેસ વે પર મુસાફરોથી ખીચોખીચ બસની બ્રેક ફેલ થતા ટ્રકમાં ઘૂસી ગઈ, 8ના મોત અનેક ઘાયલ 

ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત સર્જાયો. આજે સવારે યમુના એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અકસ્માતમાં 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

Mar 29, 2019, 08:50 AM IST

કાશ્મીરના બારામુલામાં CRPFની બસ સાથે ટકરાઇ કાર, 4 જવાન ઘાયલ

શનિવારે બપોરે જમ્મુ કાશ્મીરના બારામુલામાં CRPFની બસ સામે આવી રહેલ એક ટાટા સુમો સાથે ટકરાઇ ગઇ હતી

Feb 23, 2019, 07:44 PM IST

લગ્નમાં જઇ રહેલા 30 લોકોને ટ્રકે ચગદી નાખ્યા, 13 લોકોના મોત, 17 ઘાયલ

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના અંબાવલી ગામ નજીક નેશનલ હાઇવે 113 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ પરથી પસાર થઇ રહેલી એક બિંદોલી (લગ્ન સાથે જોડાયેલ એક રિવાજ)માં બેકાબૂ ટ્રક ઘૂસી ગયો. તેના લીધે ઘણા લોકો અકસ્માતનો ભોગ બન્યા. આ અકસ્માતમાં 13 લોકોના મોત નિપજ્યા હોવાની પુષ્ટિ થઇ છે, જ્યારે નવવધૂ સહિત 17 લોકોને ઇજા પહોંચી હોવાની જણાવવામાં આવ્યું છે. ઇજાગ્રસ્તોને નજીક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. 

Feb 19, 2019, 09:07 AM IST

ઉજ્જૈન: લગ્નમાંથી પરત ફરતા ભાજપ નેતાની કારનો અકસ્માત, 3 બાળકો સહિત 12ના મોત

એક પરિવારના લોકો લગ્ન પ્રસંગમાં સામેલ થવા માટે નાગદાના બિરલાગામથી સુભાષ કાયતના ત્યાં ગયા હતા. ત્યાંથી જ્યારે તેઓ પરત ફરી રહ્યાં હતા ત્યારે રસ્તામાં તેમની ગાડીનો અકસ્માત સર્જાયો હતો અને 12 લોકોનું મોત થયું છે.

Jan 29, 2019, 09:29 AM IST

દિલ્હીમાં અકસ્માત બાદ 2 કારમાં લાગી આગ, 3 લોકોનું આગમાં બળી જવાથી મોત

આ ઘટના બુધવારની સાંજે 7 વાગ્યાની આસપાસ સર્જાઇ હતી. જ્યારે એક કોર્ડ ઇકોસ્પોર્ટ્સ એસયૂવી પૂરપાટ ઝડપે આનંદ વિહારથી વિવેક વિહાર તરફ જઇ રહી હતી.

Jan 24, 2019, 08:10 AM IST

હિસાર: માતેલા સાંઢની જેમ આવી રહેલી કારે ફૂટપાથ પર સૂતેલા 5 મજૂરોને કચડી નાખ્યા

હરિયાણાના હિસાર જિલ્લામાં મંગળવારે મોડી રાતે એક દર્દનાક અકસ્માતમાં 5 મજૂરોના મોત થયા. જિલ્લામાં એક ફ્લાયઓવરનું સમારકામ ચાલી રહ્યું હતું. સમારકામ કર્યાં બાદ ફૂટપાથ પર સૂઈ રહેલા મજૂરો પર કારચાલકે ગાડી ચડાવી દીધી. આ અકસ્માતમાં 5 લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે અનેક લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. 

Nov 21, 2018, 10:12 AM IST

અમેરિકા: ન્યૂયોર્કમાં બે કાર અકસ્માતમાં 20 લોકોના મોત

રાજ્યની રાજધાની અલ્બાની પાસે સ્કોરી કાઉન્ટીમાં તે સમયે થયો જ્યારે વિપરીત દિશામાંથી આવતી હતી, બન્ને કારો એકબીજા સાથે અથડાઈ હતી.

Oct 8, 2018, 09:28 AM IST

ચિત્રકુટ: ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત, 8ને ગંભીર ઇજા

આ અકસ્માત ચિત્રકુટના બદગઢ પોલીસમથકના સુચેતા કોલોની પાસે થયો હતો. સોમવારે રોડવેઝ બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. 

Sep 25, 2018, 08:09 AM IST