ગેંગસ્ટરની સાથે ચિકન પાર્ટી કરી રહ્યા પોલીસકર્મીઓ, હોટલમાં રેડ પાડી ખુલ્યું રહસ્ય

દિલ્હી પોલીસ (Delhi Police) કસ્ટડીમાં હોટલમાં રોકાયેલો સીરિયલ કિલર સોહરાબ પકડાઇ ગયો છે. કાનપુર બાદ સોહરાબને ગુરૂવારે લખનઉ કોર્ટમાં હાજર થવાનું હતું. કુખ્યાત સોહરાબ હાજર થતાં પહેલાં જ લખનઉના એશબાગ સ્થિત એક હોટલમાં દિલ્હી પોલીસ સાથે એશ કરતા ઝડપાયો ગયો છે. 

Updated By: Nov 21, 2019, 10:48 AM IST
ગેંગસ્ટરની સાથે ચિકન પાર્ટી કરી રહ્યા પોલીસકર્મીઓ, હોટલમાં રેડ પાડી ખુલ્યું રહસ્ય

નવી દિલ્હી: દિલ્હી પોલીસ (Delhi Police) કસ્ટડીમાં હોટલમાં રોકાયેલો સીરિયલ કિલર સોહરાબ પકડાઇ ગયો છે. કાનપુર બાદ સોહરાબને ગુરૂવારે લખનઉ કોર્ટમાં હાજર થવાનું હતું. કુખ્યાત સોહરાબ હાજર થતાં પહેલાં જ લખનઉના એશબાગ સ્થિત એક હોટલમાં દિલ્હી પોલીસ સાથે એશ કરતા ઝડપાયો ગયો છે. 

કહેવામાં આવી રહ્યું છે કે હોટલના સ્ટેન્ડ સંચાલક સોનૂ રાવતે 3 રૂમ બુક કર્યા હતા. આઇડી લીધા વિના હોટલના ત્રણ રૂમ 201, 202 અને 206 બુક કરાવ્યા હતા. હોટલના બે રૂમમાં દિલ્હી પોલીસના 6 પોલીસકર્મીઓ રોકાયા હતા. હોટલના રૂમ નંબર 206માં સીરિયલ કિલર સોહરાબ પોતાની પત્ની અને બહેન સાથે રોકાયો હતો. 

વધુ રડાવશે ડુંગળી! નાસિકની આ મંડીમાં 6 હજાર સુધી પહોંચ્યા ડુંગળીના ભાવ

સીરિયલ કિલર શોહરાબ દિલ્હી પોલીસની મિલીભગતથી લખનઉના એશબાગ સ્થિત એક હોટલમાં મોજ-મસ્તી કરતો ઝડપાયો હતો. તમને જણાવી દઇએ કે દિલ્હીની તિહાડ જેલમાં બંધ કુખ્યાત માફિયા સોહરાબને લખનઉની ગેગસ્ટર કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યો હતો. 

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, પાંચ મોટી સરકારી કંપનીઓ વેચાશે

કહેવામાં આવી રહ્યું છે કે કાનપુરમાં રજૂ થયા બાદ સોહરાબને લઇને દિલ્હી પોલીસ લખનઉ પહોંચી ગઇ. લખનઉન પોલીસને સૂચના આપ્યા વિના દિલ્હી પોલીસ હોટલમાં ગેંગસ્ટર સોહરાબને ચિકન પાર્ટી કરાવી રહી હતી. પોલીસને સૂચના મળતા હોટલમાં રેડ પાડી એસપી પશ્વિમ વિકાસ ચંદ્વ ત્રિપાઠીના નેતૃત્વમાં મોજમસ્તી કરાવનાર દિલ્હી પોલીસના 6 પોલીસકર્મી સહિત ગેંગસ્ટર સોહરાબને હોટલના રૂમમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. 

PAN Card સાથે જોડાયેલો આ નિયમ જાણો છો? ખોટો PAN આપ્યો તો ભરવો પડશે 10 હજાર સુધીનો દંડ!

પોલીસકર્મીમાં એક એએસઆઇ, એક હેડ કોન્સટેબલ અને 4 કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. લગભગ દિલ્હીના અડધો ડઝન પોલીસકર્મીઓ પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube